________________
વ્યાપારમાં વિસ્તારેલા હતા. તેમ જ દસ દસ હજાર ગાયોવાળાં દસ ગોકુળ હતાં. તેને રેવતી વગેરે તેર પત્નીઓ હતી. તેને પણ પિયરમાંથી આ જ રીતે આઠ આઠ કરોડ નિધાનમાં, વ્યાજમાં, વેપારમાં અને દસ ગોકુળ આવેલાં. જયારે બાકીની બાર પાસે એક એક કરોડ સોનૈયા અને એક એક ગોકુળ હતું. આ મહાશતક શ્રાવક ઋદ્ધિમાન, દેદીપ્યમાન, કોઇનાથી પરાભવ ન પામનારો, સાર્થવાહોમાં મુખ્ય અને સગાસ્નેહીઓને પ્રિય હતો. એક વાર રાજગૃહીનગરમાં ભગવાન શ્રી મહાવીરપરમાત્મા પધાર્યા અને શ્રેણિક મહારાજા આદિ વંદન માટે આવ્યા ત્યારે ભગવાને જન્મ, જરા, રોગ, મરણાદિથી ભરેલો આ સંસાર અસાર છે, ધર્મસામગ્રીસંપન્ન મનુષ્યભવ દુર્લભ છે. ઇત્યાદિ સમજાવી ધર્મમાં જ ઉદ્યમ કરવાનું જણાવ્યું. આ દેશના સાંભળી ઘણા જીવો પ્રતિબોધ પામ્યા અને પોતપોતાને ઉચિત વ્રત લઇને સ્વસ્થાને ગયા. મહાશતકે પણ સમ્યક્ત્વહિત બાર વ્રત જાણે મહાનિધાન પ્રાપ્ત થયું હોય તેની જેમ ગ્રહણ કર્યા. તેમને કરોડોના નિધાનનો આનંદ ન હતો, વ્રતગ્રહણનો આનંદ હતો. અહીં કાંઇ પ્રભાવના કર્યાનું વર્ણન નથી આવતું. આજે અમારાં માસિકો એનાથી ભરેલાં હોય. એ લોકોને પ્રભાવના કરતાં વ્રતપ્રાપ્તિનો આનંદ વધારે હતો. આ રીતે વ્રતકર્મમાં રત થયેલા શ્રાવકના કારણે ભારે કર્મી એવી રેવતી અત્યંત ખેદ પામી, જરા પણ બોધ પામી નહિ, ઉપરથી વિષયોમાં ડૂબવા લાગી, માંસ-મદિરામાં લોલુપ બની. એક વાર
અમારિ (કતલખાના બંધ)ની ઘોષણા હોવાથી નગરમાં માંસ ન મળ્યું. તેથી નોકરો પાસેથી પોતાના ગોકુળમાંથી બે વાછરડાનું માંસ મંગાવ્યું. પછી તો એમાં અત્યંત આસક્ત બનેલી તે રોજ બેબે વાછરડાનું માંસ ખાવા લાગી. એક વાર દુષ્ટ સ્વભાવવાળી રેવતીની વિષયલાલસા વધવાથી પોતાની બારે ય સપત્નીઓને વિષ તથા શસ્ત્રના પ્રયોગથી મરાવી નાંખી અને તેમની સંપત્તિ કબજે કરી અતિર્ષિત થઇ. સ0 મહાશતક શ્રાવકને કશી ખબર ન હતી ?
તેમને થોડીઘણી ખબર તો હતી, પણ તેઓ સંસાર પ્રત્યે ઉદાસીન હતા. આજે તમારે ત્યાં નિયમ ખરો કે ધણીની જાણ બહાર કશું કરવું નહિ ? અમારે ત્યાં પણ તકલીફ છે. ગુરુની જાણબહાર વસ્તુ વસાવવામાં સંકોચ નથી. અમે ચોમાસું કરીને સાહેબજીને ભેગા થઇએ ત્યારે અમારી કામળી, ચશ્માની ફ્રેમ કે પેન બદલાઇ ગઇ હોય તો તરત તેઓશ્રી અમને પૂછતા અને અમારે પણ વ્યાજબી કારણ બતાવવું પડે. એક વાર મારે એવું બન્યું કે ચોમાસામાં એક ભગતે સાબુની ગોટી વહોરાવેલી, તે મેં મારી પાસે રાખેલી. એક વાર આચાર્યભગવંતને હાથ ધોવા માટે એ ગોટી આપી. તેનાથી ફીણ ઘણું થયું. સાહેબે કહ્યું કે “તારો સાબુ ફીણ ઘણું કરે છે.' એ સાંભળતાંની સાથે હું ચમક્યો. સાહેબે આ સાબુ ન કહેતાં ‘તારો' સાબુ કહ્યું – એના ઉપરથી ટકોર કરી છે – એમ સમજાય ને? આપણી પાસે જે કાંઇ હોય તે આચાર્યભગવંતે
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૦૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૦૯