SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ કુશીલને વધારનારું આવું સ્થાન દૂરથી તજવાજેવું છે. કહ્યું છે કે જયાં સુધી સ્ત્રીની નજર પડતી નથી ત્યાં સુધી પુરુષના ગુણો ટકે છે, બાકી તેના નિયમમાં ભંગ થતાં વાર લાગતી નથી. ત્રીજા પ્રકાર માટે જણાવ્યું છે કે ધર્માત્મા સૌમ્ય શાંત આકૃતિવાળો હોય તો જ શોભે છે માટે સૌમ્યવેષને ધરનારો હોય. જે અકામીકામરહિત પુરુષ હોય તેને મંડન-સારા અલંકાર વેષ ઉપર રાગ હોતો નથી, ટાપટીપ ગમતી નથી હોતી. તે જ રીતે વિષયવિકારને વધારનારાં વચનોથી રાગરૂપી અગ્નિ પ્રજવલિત થાય છે માટે તેવાં વચન ન બોલે. એ જ રીતે કોઇના મર્મ, કર્મ અને જન્મ કદી પ્રગટ કરવાં નહિ. કારણ કે મર્મ અને કર્મથી વીંધાયેલાં પોતે મરે છે અથવા બીજાને મારે છે. અનર્થદંડનું પાપ તો બાળક્રીડામાં સ્પષ્ટ જ છે. છઠ્ઠા પ્રકારમાં જણાવ્યું છે કે કઠોર અને કડવાં વચનથી ધર્મની હાનિ અને લઘુતા થાય છે. કઠોર વચન બોલવાથી એક દિવસનો તપ (ઉપવાસ) નાશ પામે છે, તિરસ્કાર કરવાથી એક મહિનાનો, ગાળો આપવાથી, ઝઘડો કરવાથી એક વર્ષનો અને મારવાથી આખા જીવનનું ચારિત્ર નાશ પામે છે. આગળ કહ્યું છે કે નિરંતર કઠોર વચન બોલવાથી પરિવાર વર્ગ આપણી પ્રત્યે ઉદાસીન થાય છે. તેથી જૈનોએ સર્વપ્રકારે કોઇ પણ રીતે) કષાયમુક્ત થવું જ જોઇએ. છેલ્લે જણાવે છે કે જેઓ કુસંસ્કારથી વાસિત થયા હોય તેમને ગુસ્સો આવે તે બનવાજોગ છે, પણ જેઓ જિનેશ્વરભગવંતનાં વચનોરૂપી જળથી સિંચાયેલા હોય તેઓ પણ જો કષાયને આધીન થાય તો તે સૌથી મોટું આશ્ચર્ય છે – આવાઓ માટે તો કોઇ ઔષધ નથી. આ અનુસંધાનમાં મહાશતક શ્રાવક કે જે ભગવાનના દસ શ્રાવકમાં આવે છે તેમનું કથાનક છે તે આપણે જોઈ લેવું છે. જયારે જયારે કષાય આવે ત્યારે આ મંત્રજાપ કરી લેવો કે લિૌકિકશાસનમાં રહેલા ગુસ્સો કરે તે બનવાજોગ છે પણ લોકોત્તરશાસનમાં રહેલા ગુસ્સો કરે તો તો પાણીમાં આગ લાગી એમ માનવું પડે. આજે આપણે લોકોત્તરશાસનમાં છીએ ખરા પણ સામ્રાજય માત્ર કષાયનું જ વર્તે છે ને ? મહાશતક શ્રાવક ચારિત્ર ભલે ન પામ્યા પરંતુ ચારિત્રને પ્રાપ્ત કરાવે એવું ભાવશ્રાવકપણું ચોક્કસ પામ્યા હતા. મહાશતક શ્રાવકે જે સંયોગોમાં કષાય કર્યો તે જોતાં તો આપણે મોટું નીચું નાંખવું પડે એવું છે. છતાં પણ ભગવાન શ્રી ગૌતમસ્વામી મહારાજાને તેમની પાસે મોકલી પોતાના કષાયની આલોચના કરવાનું જણાવ્યું હતું. મહાપુરુષો આપણા ઉપર અનુગ્રહ કરવામાં કચાશ તો રાખતા જ નથી, પરંતુ આપણે તે અનુગ્રહ ઝીલવામાં કચાશ રાખી છે માટે આપણો નિસ્તાર થતો નથી. મહાશતક શ્રાવકની કથામાં જણાવ્યું છે કે રાજગૃહ નગરમાં મહાશતક નામનો ગાથાપતિ હતો. જેની પાસે આઠ કરોડ સોનૈયા જમીનમાં દાટેલા હતા. આવું સાંભળવું તમને ગમી જાય ને ? આઠ કરોડ તેના વ્યાજે ફરતા હતા. આઠ કરોડ દેશ-પરદેશના ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૦૬ ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૦૭
SR No.009155
Book TitleDharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy