________________
મર્યાદાશીલ વેષ સૌને ગમે માટે તેવો વેષ ધારણ કરવો. અત્યારે તો બધા સરખેસરખા ભેગા થયા હોવાથી કોઇને ખરાબ લાગતું નથી. એટલામાત્રથી ઉદ્ભટવેષ અનુદૃભટ ન બને. લોક એટલે શિષ્ણલોકો સમજવા. આ અનુદૃભટ વેષથી બચવા માટે સાધુપણું સૌથી શ્રેષ્ઠ છે. આપણે તો ચોળપટ્ટો અને કપડા-કામળી આ વેષ ધારણ કરવો છે ને ?
શીલવંત ગુણનો ચોથો પ્રકાર છે કે વિકારી વચનો ન બોલવાં. બોલબોલ કરવાના સ્વભાવવાળા વ્રતનું પાલન ન કરી શકે. વિચાર્યા વગર ન બોલવું. વિચારવાનું શું ? આપણા બોલવાના કારણે કોઇને રાગ, દ્વેષ કે મોહ ઉત્પન્ન થાય એવું નથી ને ? – એટલું વિચારીને બોલવું. આપણા બોલવાથી કોઇને રાગ થાય, આપણા બોલવાથી કોઇને દ્વેષ જાગે અથવા આપણા બોલવાથી કોઇને વિપરીત જ્ઞાન થાય તેવું ન બોલવું. આપણા બોલવાથી કોઇને પણ કોઇ યુગલ ગ્રહણ કરવાનું મન થાય તેવું ન બોલવું. આ અસાર એવા સંસારમાં દૂધ, દહીં, શીતળ જળ, સુગંધી પદાર્થો, સુંદર સ્ત્રીઓ સારભૂત છે. પ્રિયાનું દર્શન મળે તો અન્યદર્શન(ધર્મ) વડે સર્યું... આ બધાં રાગવર્ધક વચનો છે. અસારમાંથી સારને ગ્રહણ કરવાની વૃત્તિવાળા અસારનો ત્યાગ નહિ કરી શકે. તે જ રીતે બીજાને ઉતારી પાડવા માટે કઠોર, કર્કશ વચન ન બોલવાં. આજે તો ઘરના લોકોને ઉપદેશ પણ એ રીતે આપે કે સાંભળનારા કહે કે – અમે પણ વ્યાખ્યાન સાંભળીએ
છીએ – અમને કહેવાની જરૂર નથી. શ્રાવક ધર્મકથા પરિવારજનો આગળ કરે, પણ તે પરિવારજન ઊભગી જાય – એટલું ન ખેંચે. છ લશ્યાની સાથે ઉપદેશની લેશ્યા છે – એવું કોઈને કહેવું પડે તે રીતે શ્રાવક ન વર્તે. તેમ જ ધર્મવિરોધી વચનો પણ ન બોલે. કોઈ ધર્મમાં પ્રવૃત્ત થયો હોય તેને સંમોહ થાય એવું ન બોલે. પૂજા કરનારને કહે કે પથ્થરની પૂજાથી શું વળે ? તેના કરતાં સાધુપણું લેવું સારું... આ રીતે ન કહેવું. સ્વાધ્યાય કરનારને વિક્ષેપ પાડવા કહે કે આના કરતાં વૈયાવચ્ચ કરવી સારી... આવું આવું ન કહે. તેમ જ ‘આ લોકનાં દૂષ્ટ સુખોને છોડી પરલોકની આશાથી ધર્મ કરવો – એ તો મૂર્ખાઇ છે” – એવું પણ ન બોલવું. સામા માણસને પોતાના ગુરુ પ્રત્યે અસદૂભાવ જાગે, તે આરાધનામાં શિથિલ બને એવાં પણ વચનો શ્રાવક ન બોલે.
ભાવશ્રાવકને શીલવાન બનવું હોય તો તે છ પ્રકારે પ્રયત્ન કરે છે. તેમાં પાંચમો પ્રકાર છે બાળક્રીડાનો ત્યાગ કરવો. ક્રીડા બાલ નથી, બાલજીવોને છાજે એવી ક્રીડાને બાલક્રીડા કહેવાય. બાલ પદ પંડિતજનોની ક્રીડાના વર્જન માટે નથી. કારણ કે પંડિતજનો-બુદ્ધિમાનજનો ક્રીડા કરે જ નહિ. કારણ કે ક્રીડા તો અનર્થદંડ કહેવાય. જેમાં લાભ કશો જ નહિ ઉપરથી સમયનો વેડફાટ અને કર્મનો બંધ તેનું નામ અનર્થદંડ. અહીં જે ક્રીડા બતાવી છે તે શતરંજ, સોગઠાબાજી વગેરે બતાવી છે. વર્તમાનકાળમાં તો ક્રિકેટ, હોકી, ફૂટબોલ વગેરે બતાવવી પડે. એ બધી પણ
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૯૪
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૫