________________
તૂટ્યાનો હતો. સાધુપણાની મર્યાદા અવિરતિના પરિણામનો ક્ષય કરવા માટે છે. એક વાર અવિરતિનો ક્ષય થયો પછી પ્રવૃત્તિ તો પૂર્વાનુવેધથી ચાલુ હોવાથી દેખાય છે. પરિણામ આવ્યા પછી પ્રવૃત્તિ કઈ છે એ નથી જોવું. પણ પરિણામ આવ્યા ન હોય તો પ્રવૃત્તિ તપાસ્યા વિના, સુધાર્યા વિના ન ચાલે. આ સંસાર અવિરતિનું ઘર છે. છ જવનિકાયની હિંસા જેમાં થાય તેનું નામ અવિરતિ, ઘરે જાઓ તો માનજો કે કતલખાનામાં આવ્યા, જે દિવસે ઘર કતલખાનું લાગશે તે દિવસે ઘર છૂટશે જ. શ્રાવકશ્રાવિકા ઘરમાં રહ્યા હોય તોપણ એ જ વિચારે કે આઠમા વરસે દીક્ષા ન લીધી માટે અહીં આ દશામાં બેઠા છીએ અને હજુ પણ પરિણામ જાગતા નથી માટે જિંદગીભર આ જ કરવાનું છે ! દીક્ષાના પરિણામ આવતા નથી એ વાત સાચી, પરંતુ એ પરિણામ લાવવા પણ અહીં આવવું પડશે, ત્યાં બેઠાં પરિણામ નહિ આવે. દીક્ષા સારી છે ને ? તો લેવી છે ને ? વસ્તુ સારી હોય તો લેવા માટે મહેનત કરો ને ? કેટલા જણને કહ્યું છે કે પચીસ ટકા પણ તૈયારી હોય તો બાકીના ટકા પૂરા કરવાની જવાબદારી અમારી. તમે એકવાર નક્કી કરો કે દીક્ષા સારી છે, ભગવાને કીધી છે તો લીધા વગર નથી રહેવું. કોણ સાચવશે ? એની ચિંતા નથી કરવી. ભગવાનનું વચન, ભગવાનનું શાસન સાચવશે, આપણું નસીબ સાચવશે. દીક્ષા નહિ લઇએ તો દુ:ખ નહિ આવે – એવું તો નથી ને ? નસીબથી વધારે દુ:ખ ક્યાંય નથી આવવાનું – એમાં આટલો
બધો વિચાર શો? પણ નક્કી કર્યું છે ને કે ધર્મ કરીશું તો દુઃખી થઇશું !- આ જ શ્રદ્ધાથી ઘરમાં બેઠા છો ને? ભાવશ્રાવકના ગુણો પેદા કરીને આપણે ભાવશ્રાવક નથી થવું, ભાવસાધુ થવાની યોગ્યતા કેળવવી છે.
બીજા શીલવ્રતમાં બે પ્રકાર આપણે જોયા. ત્રીજો પ્રકાર છે – અનુભટ વેષ ધારણ કરવો. આ વિષયમાં તો અમારે કશું કહેવાનું નથી, તમે જાતે સમજી શકો છો. અહીં જે જણાવ્યું છે - તે વાંચી જઉં છું. હલકા માણસો જેવો કે જેમાં ઉછાંછળાપણું જણાય તેવો વેષ ન પહેરવો. તેમ જ સ્ત્રીઓએ વેશ્યા વગેરેને ઉચિત વેષ ન પહેરવો. તે તે દેશ તથા કુળમાં જુદા જુદા વેષ સંભવે છે. છતાં મર્યાદાનો લોપ થાય તેવો વેષ ન પહેરવો. જે કપડાં પહેર્યા પછી આપણે જગતને મોટું ન બતાવી શકીએ એવાં કપડાં ન પહેરવાં. જેના કારણે લોકો હાંસીમશ્કરી કરે, લોકોને શરમાવાનું થાય તેવાં વસ્ત્રો શ્રાવક ન પહેરે. મોટે ભાગે કપડાં મોકળાં પહેરે, શરીરને
અડોઅડ ન પહેરે. શાસ્ત્રમાં કહ્યું છે કે એવાં વસ્ત્રો પહેરવાં કે જે પહેર્યા પછી આપણે ભદ્રમૂર્તિ લાગીએ. ભદ્રમૂર્તિ તેને કહેવાય કે જેને જોવાથી નજર ઠરે. જેના કારણે આપણે ઊઠી, બેસી ન શકીએ, ચાલી ન શકીએ – એવો વેષ ન હોવો જોઇએ. ત્રણ લોકના નાથ પાસે કે સંસારતારક પાસે જઇએ અને વિનય ન કરી શકીએ એવો વેષ શ્રાવકનો હોય - તે ચાલે ? આજે તો વિચિત્ર વસ્ત્રો ધારણ કરી પોતાનું સ્વરૂપ પોતે જ બગાડે - એવી દશા છે.
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૯૨
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૯૩