________________
પરિણામે બંધ છે અને આપણે જાણવા છતાં વિરામ ન પામીએ તો પરિણામ બગડેલા છે. પરંતુ નિર્વાહ માટે સાધુ જે કાંઇ નિર્દોષ લે તેમાં સાધુનું નિમિત્ત પણ નથી અને સાધુને અવિરતિ પણ નથી માટે સાધુને પાપબંધ થતો નથી. સવ નિમિત્ત કે અવિરતિનું પાપ ન લાગે પણ શ્રાવકે હિંસાથી
જે વસ્તુ બનાવી હોય એવી વસ્તુ લેવા-વાપરવાથી સાધુને હિંસાનું પાપ લાગે ને ? લોકમાં પણ વ્યવહાર છે કે ચોરીની વસ્તુ વાપરવાથી ચોરીનું પાપ લાગે.
એક વસ્તુ યાદ રાખો કે વસ્તુ વાપરવા માત્રથી દોષ લાગે છે – એવું નથી. તેમાં અનુમોદના પડી હોય, તે બનાવવાનો આદેશ કર્યો હોય તો તેમાં દોષ લાગે. વળી શ્રાવકે પોતાના માટે આરંભ કરીને બનાવેલ વસ્તુ વર્તમાનમાં નિર્દોષ હોવાથી સાધુ ગ્રહણ કરે છતાં પાપ લાગવાનું હોય તો રસ્તાની ધૂળ પણ પહેલાં સચિત્ત હતી તે અત્યારે અચિત્ત થયા પછી એની ઉપર ચાલવાથી પણ દોષ લાગે અને તેથી સાધુ પૃથ્વી ઉપર પગ મૂકીને ચાલી પણ નહિ શકે ! વસ્તુતઃ સાધુભગવંતોએ અવિરતિનું પચ્ચખ્ખાણ કરેલું હોવાથી એ પાપ નથી લાગતું. તેમ જ હિંસાનું પાપ જીવવિરાધનાથી નથી લાગતું, આજ્ઞાવિરાધનાથી લાગે છે. ભગવાનની આજ્ઞા ન પાળવામાં અધર્મ છે, હિંસામાં અધર્મ નથી. ભગવાનની આજ્ઞાપૂર્વક શુદ્ધ ગષણા ઉપયોગપૂર્વક કરવા છતાં જો દોષિત આહાર આવે તો સાધુને દોષિત આહાર લીધાનું પાપ નથી લાગતું.
ઈર્યાસમિતિપૂર્વક ચાલવા છતાં જો જીવવિરાધના થાય તોપણ હિંસાનું પાપ નથી લાગતું. અને અનુપયોગપૂર્વક વર્તવાથી કદાચ હિંસા ન થાય તો પણ તેનું પાપ લાગે છે. કારણ કે જયણાઉપયોગમાં ભગવાનની આજ્ઞા હોવાથી ધર્મ છે અને અજયણાઅનુપયોગમાં આજ્ઞાની વિરાધના હોવાથી અધર્મ છે. આ બધું સૂમ બુદ્ધિથી વિચારવાની જરૂર છે. માત્ર ઉપરછલ્લા જ્ઞાનથી શાસનના પરમાર્થ સુધી પહોંચી ન શકાય.
આજે તમે પણ સાધુપણું લઇ નથી શકતા તે સાધુપણામાં દુઃખ છે માટે નહિ, આ સંસારના સુખની લાલચ સતાવે છે માટે. અશાતાનો ઉદય ચારિત્રનો બાધક નથી તે તો ચૌદમાં ગુણઠાણા સુધી હોય છે, જયારે ચારિત્ર-મોહનીયનો ઉદય ચારિત્રનો બાધક છે. અશાતાના ઉદયથી દુઃખ આવે છે. ચારિત્રમોહનીયના ઉદયથી સુખ ભોગવવાની ઇચ્છા થાય છે. દુઃખ તો તમે ગૃહસ્થપણામાં ય ઘણું ભોગવો છો - એથી નક્કી છે કે દુ:ખનો ભય નહિ, સુખની લાલચ સતાવે છે. સુખ ભોગવવાની ઇચ્છા એનું જ નામ અવિરતિ અને આ અવિરતિનું પાપ જ મોટું છે. એક વાર અવિરતિ છૂટે તો કેવળજ્ઞાન ગમે ત્યાં મેળવી શકાય. જે આરીસાભુવનમાં સાધુભગવંતો પગ પણ ન મૂકી શકે તે આરીસાભુવનમાં કેવળજ્ઞાન પામ્યા, રાજયની ઇચ્છા પણ સાધુ ન કરે છતાં રાજસિંહાસન પર બેસીને કેવળજ્ઞાન પામ્યા, સ્ત્રીનો સંઘટ્ટો સાધુને નડે છતાં સ્ત્રીનો હાથ હાથમાં રાખી કેવળજ્ઞાન પામ્યા - આ પ્રભાવ અવિરતિ
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૯૦
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૯૧