________________
પ્રેમથી દુઃખ ભોગવીએ છીએ. દુઃખ આવવા છતાં અવિરતિનો પ્રેમ જો ધોવાતો ન હોય તો વિરતિનો પ્રેમ કઈ રીતે ધોવાય ? સ0 ભય સતાવતો હોય તો શું કરવું ?
ભય સતાવતો હોય તો ભગવાનના શરણે જવાનું. શ્રી વીરવિજયજી મહારાજાએ પણ પૂજામાં કહ્યું છે કે- ભય મોહની ચિહું દિસીએ... ચાલો ને સખી વીર કને જઈ વસીએ. આજે તમને ભય શેનો છે ? ચારિત્રમોહનીયનો કે અશાતાનો ? સવ છે તો ચારિત્રમોહનીયનો, પણ અશાતાના ભયથી પાછા
પડીએ છીએ.
લાભાંતરાયનો ભય છે માટે બજારમાં જાઓ છો ને ? લાભાંતરાય નડે માટે બજારમાં જનારાને અશાતાવેદનીય ન નડે ને ? તેમ ચારિત્રમોહનીય નડે છે માટે સાધુપણામાં જનારાને પણ અશાતાવંદનીય ન નડે – ખરું ને ? જયાં સુધી સુખ ગમે છે ત્યાં સુધી મોહનીયકર્મ નડે છે – એમ સમજી લેવું. જે દિવસે દુ:ખ ગમે તે દિવસે મોહનીયકર્મનો ક્ષયોપશમ થયો એમ સમજવું. સુખ પ્રત્યે, અવિરતિ પ્રત્યે નફરત જાગે તો જ વિરતિ પ્રત્યે પ્રેમ કેળવાશે. આજે તો તકલીફ ઘણી છે. પહેલાં જેઓ સાંજે સ્કૂલમાંથી મોડા આવે તો સાંજે ભૂખ્યા સૂઈ જતા હતા, આજે તેઓ પોતાનાં સંતાનો રાત્રિભોજન કરતા થયા તેનો બચાવ કરવા લાગ્યા. કારણ કે દીકરો કમાય છે, પૈસા લાવે છે ! સ0 રાત્રે વાપરવું કે વપરાવવું પડે છે – તેનું દુઃખ હોય.
દુઃખ હોય તો બચાવ તો ન કરે ને ? અને જો દુ:ખ હોય તો ધંધો ઓછો કરી નાંખે. પૈસા ઓછા મળશે તો ચાલશે પણ રાત્રે વાપરવું પડે એ રીતે ઓફિસે નથી જવું. એક ભાઇ ઝવેરી બજારમાં કામ કરતા હતા. ત્યારે છોકરાઓને રાત્રિભોજન કરવું પડે છે - એવું લાગ્યું તો છોકરાઓને કહી દીધું કે રાત્રે જમવું પડે એ રીતે ઓફિસ નથી ચલાવવી. પૈસા ઓછા મળશે તો ચાલશે, પણ સાંજે ઓફિસ બંધ કરી દેવી. આ રીતે શ્રાવકો રાત્રિભોજનનો ત્યાગ પણ કરતા અને પૈસાનો લોભ પણ ઓછો કરતા. જ્યારે આજે તો ઝવેરી બજારમાં જ નહિ, ઠેકઠેકાણે ચોવિહારહાઉસ થઇ ગયાં. એટલે રાત્રિભોજનનું પાપ ગયું પણ સુખનો લોભ વધતો ગયો. કદાચ ઘરેથી ટિફિન લઇને જાત તો બે વસ્તુથી નિર્વાહ કરવાનું બનત. આ તો ગરમાગરમ ખાવા મળે, ધંધામાં કોઇ આંચ ન આવે. ધરમ અને ધંધો : બે ય સાથે ચાલે. અનુકૂળતા ભોગવીને પણ ધર્માત્મા કહેવડાવવું છે ને ? સ0 ચોવિહારહાઉસમાં ન જવાય ?
એ મને પૂછો છો ? ચોવિહારહાઉસ લોકોને શ્રાવક બનાવવા માટે છે. આપણે શ્રાવક બનવા માટે આ વાત કરીએ છીએ, બનાવવા માટે નહિ. જેને શ્રાવક બનવું હોય તે ચોવિહારહાઉસમાં ન જાય. ચોવિહારહાઉસમાં જતા થયા એટલે પ્રતિક્રમણ પણ ચૂકતા ગયા. એના બદલે ઓફિસ બંધ કરીને ઘરે જવાનું રાખ્યું હોય તો માત્ર રાત્રિભોજનના પાપથી બચાય એટલું જ નહિ, સાથે
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૩૨
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૩૩