SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જમણવારમાં મિત્ર વગેરેનું માન રાખવા એકાદ ટુકડો કે છેવટે આંગળીથી પણ ચાખીને માન રાખો ને? તેમ નાનું પણ વ્રત લઇને વિરતિનું માન જાળવવું છે? કંઇક ને કંઇક નિયમ વિરતિના પ્રેમ લેવો છે. બંધનમાં આવશો તો અવિરતિ તૂટ્યા વિના નહિ રહે. એકવીસ ગુણોનું વર્ણન કોઇ ગુણસ્થાનકને આશ્રયીને નથી, સર્વસામાન્ય છે. જ્યારે ભાવશ્રાવકના સ્વરૂપનું વર્ણન ચોથાપાંચમા ગુણઠાણાને આશ્રયીને છે. આ યોગ્યતાનું વર્ણન એટલા માટે છે કે જેથી તે ગુણઠાણાને આપણે પામી શકીએ. ભૂતકાળની સાધના હોય અને કર્મની લઘુતા હોય તો આ ભાવશ્રાવકનાં છ લક્ષણો સ્વરૂપ યોગ્યતા પામવાનું કામ સરળ છે. જેઓ પાસે ભૂતકાળની સાધના ન હોય તેઓ પણ વિશિષ્ટ કોટિના પુરુષાર્થપૂર્વક આ યોગ્યતાને પામી શકે તે માટે આ ગુણોનું વર્ણન છે. એક વાર વિરતિ પ્રત્યે પ્રેમ કેળવાય તો યોગ્યતા કેળવવાનું કામ કપરું નથી. શ્રીમંત માણસને પણ પૈસા પ્રત્યે આદર કેવો હોય ? કરોડપતિ માણસ પણ પોતાના ખીસામાંથી પડેલી ચાર આની પણ વાંકો વળીને લઇ લે છે. ચાર આની ઓછી થાય તો તેને કશો જ ફરક પડવાનો નથી. છતાં એ જેવા દેતો નથી – આ જ પૈસાના પ્રેમને સૂચવે છે. તે રીતે વિરતિના પ્રેમના કારણે શ્રાવકને નાની પણ વિરતિ પ્રત્યે અત્યંત આદર હોય છે. આ સંસારમાં જો બંધન સ્વીકારી લઇએ તો કાયમ માટે બંધનથી મુક્ત થઇ શકીશું. આજે તમારી-અમારી તકલીફ એ છે કે અવિરતિ જેટલી ગમે છે તેટલી વિરતિ નથી જ ગમતી. ત્યાગ કર્યાનો, નિયમ લીધાનો આનંદ નથી, ખાધાપીધાનો આનંદ છે. દાન આપ્યા પછી પણ દાનનો પ્રેમ નથી, જે વસાવ્યું છે તેનો જ આનંદ છે ને ? અમને પણ છૂટ મળે ત્યારે આનંદ થાય, પાળવું પડે ત્યારે દુઃખ થાય. જયાં સુધી સુખથી વિરામ પામવાની ભાવના નહિ જાગે ત્યાં સુધી સર્વવિરતિ પામી પણ નહિ શકાય અને પાળી પણ નહિ શકાય. શાસ્ત્રમાં કહ્યું છે કે કષ્ટ પડ્યા પછી પણ જેઓ વ્રતનિયમ કરે તેની બુદ્ધિ અત્યંત ઉત્તમ કોટિની છે. તમારે ત્યાં પણ પ્રેમની પરીક્ષા સુખના ઢગલામાં થાય કે દુ:ખના ડુંગરોમાં? સુખના ઢગલામાં પ્રેમ કરીએ તે તો સુખ મળે છે, સુખ આપે છે માટે જ કરીએ; દુ:ખમાં પ્રેમ હોય તો તે સાચો કહેવાય ને ? સ0 વિરતિ પ્રત્યે પ્રેમ તો છે પણ વિરતિનાં કષ્ટ જોઇને ભય લાગે છે. પત્ની પ્રત્યે પ્રેમ હોય અને તેની વૈયાવચ્ચ કરવી પડે તો પત્ની પ્રત્યેનો પ્રેમ ઘટી જાય ? એક ભાઇએ પંદર વર્ષ સુધી પોતાની પત્નીની સેવા કરેલી, પત્ની પ્રત્યેનો પ્રેમ કદાચ ઓસરે તોપણ કષ્ટ પડ્યા પછી પૈસાનો પ્રેમ તો ન જ ઘટે ને ? સ, ત્યાં તો તકલીફ તકલીફ નથી લાગતી. તેનું કારણ અવિરતિનો પ્રેમ છે. અવિરતિના પ્રેમના કારણે ત્યાંની તકલીફ તકલીફ નથી લાગતી તેમ અહીં પણ વિરતિના પ્રેમવાળાને સાધુપણાનાં કષ્ટો કષ્ટરૂપ નથી લાગતાં. દુ:ખ તો કોઇને ગમતું નથી છતાં તમે અવિરતિના પ્રેમથી અને અમે વિરતિના ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૩૦ ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૩૧
SR No.009155
Book TitleDharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy