________________
વિરતિનો પ્રેમ હોય તેને રોજ માટે એક નાનો પણ નિયમ જોઇએ જ. મન પવિત્ર છે, મનમાં આસક્તિ નથી માટે વાપરવામાં વાંધો નહિ... આવી બનાવટ નહિ કરવાની. આસક્તિ નથી તો પ્રવૃત્તિ શા માટે કરો છો ? - એમ પૂછવું પડે ને ? વિષ પ્રત્યે આસક્તિ નથી તો તે વાપરવાની પ્રવૃત્તિ કરો છો ? આસક્તિ નથી તો ત્યાગ કરતાં રોકે છે કોણ ? આજે તો આવા અનાસક્તો(?)નો રાફડો ઊભો થયો છે કે આસક્તિ ન હોય તો ખાવામાં વાંધો નહિ. શાસ્ત્રકારો કહે છે કે ધર્મ તો ત્યાગપ્રધાન છે. વિષયો વિષધરજેવા છે તો તેની આસક્તિ જ ટાળવી છે કે પ્રવૃત્તિ પણ ? ભોગ હોય ત્યાં આસક્તિ હોય જ - એમ આપણા માટે સમજી રાખવું. પંખો ચાલુ હોય તો ત્યાં નિર્લેપપણે બેસવું નથી, ખસી જવું છે. ‘આસક્તિ ન હોય તો વાંધો નહિ' એવું બોલવાની જરૂર નથી. આસક્તિ ન હોય તો દરેક જાતનો વાંધો છે જ. કારણ કે આસક્તિ ન હોય તો એકે પ્રવૃત્તિ નહિ કરાય. જેને દરેક વસ્તુમાં વાંધા પડે ‘આવું જ જોઇએ, આ રીતે જ જોઇએ...' આ બધાં નાટક આસક્તિનાં જ છે ને ? જેને વાંધા પડે તેને આસક્તિ હોય જ. વિષયોનો ત્યાગ કર્યા વિના જેઓ વૈરાગ્યની વાત કરે છે તેઓ અપથ્યનો ત્યાગ કર્યા વિના રોગની ચિકિત્સા કરનારા જેવા છે. સ૦ એનાથી રોગ ન મટે.
એટલું જ નહિ, ઉપરથી રોગ વકરશે. સ્ટર્લાઇઝ કર્યા વગર જો ડ્રેસિંગ કરવામાં આવે તો સેપ્ટિક થાય ને ? તેમ વિષયોમાં ક્રોધ, ભાવશ્રાવકનાં છ લક્ષણો ૦ ૨૮
માન, લોભ આદિના જંતુ પડેલા છે તેથી એનો ત્યાગ કર્યા વિના વૈરાગ્ય નહિ જ આવે.
સ૦ શ્રેણિકમહારાજા ક્ષાયિકસમકિતી હતા છતાં તેમની પાસે આ પહેલું લક્ષણ કઈ રીતે હતું ?
શ્રેણિકમહારાજા પાસે સમ્યક્ત્વવ્રત તો હતું ને ? રોજ ભગવાન જે દિશામાં હોય તે દિશામાં સોનાના જવલાનો સાથિયો કરવાનો નિયમ હતો ને ? વ્રત એટલે નિયમ. જ્યારે વિરતિ એટલે પાપથી વિરામ પામવું. અવિરતિધર હોવાથી એક પણ પાપથી વિરામ ન પામી શક્યા છતાં સામાન્ય નિયમ સ્વરૂપ વ્રતનું કૃત્ય
કર્મ તેમણે કરેલું જ હતું. વંકચૂલે ચાર નિયમ લીધા કે કાગડાનું માંસ ન ખાવું, અજાણ્યું ફળ ન ખાવું, પટ્ટરાણીનું સેવન ન કરવું અને સાત ડગલાં પાછળ ખસ્યા વિના પ્રહાર ના કરવો. તો એટલા નિયમથી સમ્યક્ત્વાદિની વિશુદ્ધિ પામ્યા ને ? આપણી પાસે આ ચાર નિયમ નથી છતાં આપણે ધર્માત્મા ને ?
સ૦ એ તો ભરહેસરમાં સ્થાન પામી ગયા.
તમારું નામ તો તમારે દેરાસર-ઉપાશ્રયમાં જ લગાડવું છે ને ? સ૦ ભરહેસરમાં નામ આવી શકે એવું નથી માટે ત્યાં લગાડીએ છીએ.
ભરહેસરમાં તમારું નામ ધારો તો લાવી શકો છો. કારણ કે તેમાં ‘એમાઇ મહાસત્તા’ કહ્યું છે, તેમાં ‘આદિ’ પદથી તમારું ગ્રહણ થઇ શકે એમ છે. વ્રત પ્રત્યે પ્રેમ હશે તો વિરતિ મળશે.
ભાવશ્રાવકનાં છે લક્ષણો - ૨૯