________________
તેમને સંવિગ્ન કહેવાય. આવા સંવિગ્નભગવંતો જણાવે છે કે – ૧. કૃતવ્રતકર્મ અર્થાત્ વ્રતનું કર્મ-અનુષ્ઠાન જેણે કર્યું હોય, ૨. શીલવાન, ૩. ગુણવાન, ૪. ઋજુવ્યવહારી – જેનો સરળ વ્યવહાર હોય, ૫. ગુરુની સેવા કરનાર હોય અને ૬. પ્રવચનમાં કુશળ હોય. આ છ લક્ષણોને આપણે વિસ્તારથી સમજી લેવાં છે. તેમાં સૌથી પહેલું લક્ષણ કૃતવ્રતકર્મ છે. શ્રાવકને વિરતિ પર ઘણો પ્રેમ હોવાથી તે વ્રતનું કૃત્ય-અનુષ્ઠાન કર્યા વિના નથી રહેતો. તેની નજર તો વિરતિ પર જ હોય. સર્વથી વિરતિ ન લઇ શકે તોપણ દેશથી વિરતિ લીધા વિના તે ન રહે. ધારણા-અભિગ્રહથી માંડીને સર્વવિરતિ સુધીનાં બધાં જ પચ્ચખ્ખાણ વ્રતમાં આવે. જેટલી શક્તિ અને ઉલ્લાસ હોય તેટલું વ્રત લે, પણ વ્રત ગમતાં નથી – એવું ન હોય. બીજું એકે વ્રત ન લઇ શકાય તોપણ સમ્યક્ત્વવ્રત તો લેવું છે ને ? દેવગુરુધર્મને માનવામાં કોઇ તકલીફ છે ? સમ્યક્ત્વના કારણે ખાવાપીવામાં કોઇ કચાશ આવી જશે કે રોજિંદા વ્યવહારમાં કોઇ ખામી આવશે - એવું તો નથી ને ? માત્ર મિથ્યાત્વીની સાથે ધાર્મિક સંબંધ ન જોઇએ - આમાં કાંઇ તકલીફ છે ? સ૦ સમાજમાં, વ્યવહારમાં બેઠા છીએ, એટલાપૂરતી બાંધછોડ કરી આપો.
બાંધછોડ કરવાની જરૂર જ ક્યાં છે ? રાજાભિયોગ, બલાભિયોગ વગેરે એકેયનો સંભવ ન હોય છતાં છૂટ આપવાની - આ તે કેવું ? આડોશ-પાડોશની સાથે તે રીતે વાટકીવ્યવહાર વગેરે
ભાવશ્રાવકનાં છ લક્ષણો ૦ ૨૬
કરો – તેની ના નથી પણ તેમની સાથે ધાર્મિક સંબંધ ન જોડવો, તેમના ધાર્મિક પ્રસંગે હાજરી ન આપવી - એટલું તો બને ને ? એ પૂછે કે અમારા ગુરુ એ ગુરુ નથી ?
સ
તેને કહેવાનું કે – એક ડૉક્ટરની દવા કરીએ તો બીજાને હજામ માનીએ કે કહીએ એવું નથી ને ? તો અહીં શા માટે એવું વિચારવું ? એના ગુરુને કુગુરુ કહેવાની જરૂર નથી અને સાથે એના પ્રસંગમાં હાજરી આપવાની ય જરૂર નથી. તેઓ આપણા પ્રસંગે ન આવે તો ચિંતા નથી. આવે તો વધાવીશું, બાકી ન આવે તો પરાણે નથી લાવવા. સમકિતીની નજર વિરતિ અને વિરતિધર પ્રત્યે હોય. દીક્ષા લેવાની શક્તિ ન હોય તોપણ સ્વામીનારાયણના સંન્યાસી ન થવાય. વૈરાગ્ય પ્રગટ્યો નથી માટે ચારિત્રધર્મ ન લઇ શકું પણ મિથ્યાધર્મનો ઉપાસક બનું – એવો કાયર હું નથી... આટલી ખુમારી તો જોઇએ ને ? સમ્યક્ત્વ લેવાનું અને સાચવવાનું કામ સહેલું નથી. સમ્યક્ત્વમાં અપવાદ આપવાનો અધિકાર પણ તેનો છે કે જેણે તમને સમ્યક્ત્વ ઉચ્ચરાવ્યું હોય. ગમે તેટલા સમાજ કે વ્યવહારમાં બેઠા હોઇએ, ધર્મની બાબતમાં તો મક્કમ થવું જ પડે.
જેની નજર વિરતિ પ્રત્યે હોય તેનું સમ્યક્ત્વ સ્થિર હોય. શ્રદ્ધા તો વિરતિની જ જોઇએ, અર્થકામની નહિ. શ્રદ્ધાના વિષય તરીકે સમ્યક્ત્વમાં પણ વિરતિનું જ પ્રાધાન્ય છે. દીક્ષા યાદ કરીને ત્રણે ટંક એક એક વસ્તુનો ત્યાગ કરે તો ત્યાગના સંસ્કાર મજબૂત બને ને ? નાની પણ વિરતિ વિના એકે દિવસ જવો ન જોઇએ.
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૨૭