________________
ને ? તેમ શ્રાવક સ્થિરપણે બધું જ સાંભળે. કોઇ જ દલીલ ન કરે. નાના છોકરાઓ કેવા હોય ? દર્પણજેવા ને ? તમે જેવું કરો તેવી નકલ કરે, તેમ ગુરુ જેવું કહે તેવું કરે. આવા દર્પણજેવા શ્રાવકો જો દીક્ષા લે તો પોતાની સાત જ નહિ, સિત્તેર પેઢીઓ તારે. આજે ગુરુ પાસે રહે છતાં ગુરુએ શું ભણાવ્યું તે યાદ ન રાખે, ગુરુએ અપવાદે કોઇ છૂટ આપી હોય તો તે યાદ રહે. ગુરુ અનુશાસન કરે એ ન ગમે, ચલાવી લીધું હોય તે ગમે. ગુરુ ટોકે એ ન ગમે. સ૦ ગુરુ તો ભીમકાંત હોવા જોઇએ ને ?
ડૉક્ટરની પાસે સ્પિરિટ પણ હોય ને સીરિંજ પણ હોય. છતાં સ્પિરિટ ક્યારે લગાડે ? ઇંજેક્શન આપવું હોય ત્યારે ને ? તેમ ગુરુ કાંતપણું બજાવે, પણ ભીમપણું બજાવવા માટે. આજે તો કાંતપણું એકલું જોઇએ છે, તેના ભેગું ભીમપણું જો આવે તો બિલકુલ ન ફાવે. ગુરુ જે કાંઇ કહે તે, તે રીતે સ્વીકારી લેવું. ભણાવનાર જે રીતે ભણાવે તે રીતે દલીલ કર્યા વગર ભણે તો અધ્યાપક બની જાય. પણ તે માટે ધીરજ રાખવી પડે. આ કાંઇ જાદુની લાકડી નથી કે ફેરવીએ ને આવડી જાય ! ગુરુને આ બધું
શીખતાં છત્રીસ વરસ થયાં હોય તો તમારે કમસે કમ છત્રીસ મહિના તો ભણવું પડે ને ?
બીજા શ્રાવક પતાકાજેવા કહ્યા છે. પવન પ્રમાણે જે ફરફર કરે તેવી પતાકા હોય ને ? તેમ મૂઢ માણસોના પરિચયથી ભ્રમિત થઇ જાય, ગુરુના વચનનો નિશ્ચય ન કરે અને ગુરુવચન પર ખરી ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૨૪
શ્રદ્ધાવાળો ન હોય તે શ્રાવક પતાકાજેવા કહેવાય. ત્રીજા શ્રાવક સ્થાણુ (વૃક્ષના ઠૂંઠા) જેવા કહ્યા છે. પોતાની માન્યતાને મૂકે નહિ તેને ઠૂંઠાજેવા કહેવાય. ગીતાર્થ ગુરુ સમજાવે છતાં કદાગ્રહને ન મૂકે તે સ્થાણુજેવા કહેવાય. ગીતાર્થ તેને કહેવાય કે જે ઉત્સર્ગ-અપવાદ, દેશકાળ, દ્રવ્યક્ષેત્રકાળભાવ, ભૂતભવિષ્યવર્તમાન, દ્રવ્ય-ગુણપર્યાય ઇત્યાદિના જ્ઞાતા હોય. આવા ગીતાર્થ ગુરુની પ્રત્યે દ્વેષ ન ધરે છતાં તેમની પાસે સાંભળેલા અર્થને સ્વીકારે નહિ, કારણ કે પોતાની માન્યતામાં કદાગ્રહી હોય. ચોથા ખરંટાજેવા શ્રાવક કહ્યા છે. ખરંટાનો સ્વભાવ એવો કે એને કાઢવા માટે જે પ્રયત્ન કરે તે પોતે ખરડાય. અશુચિ પદાર્થને કાઢવા જઇએ તો અશુચિથી આપણે ખરડાઇએ. તેમ જે શ્રાવકો ગુરુની શિખામણને પાછી વાળું, સત્ય અર્થ સમજાવવા છતાં ગુરુને ઉન્માર્ગદેશક, મૂઢ, નિદ્ભવ, શિથિલ કહે તે આ રીતે ગુરુને ખરડતા હોવાથી ખરંટતુલ્ય છે.
આ ચાર-ચાર પ્રકારના શ્રાવકમાંથી સપત્ની અને ખરંટતુલ્ય શ્રાવકો નિશ્ચયથી મિથ્યાર્દષ્ટિ હોય છે. વ્યવહારથી શ્રાવકયોગ્ય દર્શનવંદનાદિ ક્રિયા કરતા હોવાથી તેમને શ્રાવક કહ્યા છે. આ રીતે પ્રકારાંતરે ભાવશ્રાવકના અધિકારમાં શ્રાવકના પ્રકાર સમજાવી હવે ભાવશ્રાવકનું સ્વરૂપ સમજાવવા માટે તેનાં છ લક્ષણો જણાવે છે. આ લક્ષણો સંવિગ્ન એવા સુગુરુભગવંતોએ જણાવ્યાં છે. જેઓ મોક્ષે જવા માટે ઉદ્યત થયેલા હોય, મોક્ષ પ્રત્યે અતિ ઉત્કટ રાગ ધરાવનારા હોય અને ધર્મ પ્રત્યે અવિચલશ્રદ્ધાને ધરનારા હોય ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૨૫