________________
આપે, એનો અર્થ કહે, પોતાનું ડહાપણ ન ડહોળ, વાતવાતમાં વડીલનું નામ દઇને કહે – તેનું નામ ગીતાર્થ. વિસ્તાર કરવાનો અધિકાર અમારો, સર્જનનો નહિ. સર્જન તો મહાપુરુષો કરી ગયા છે - તેનો જ આ વિસ્તાર છે. ચટઇ બનાવતાં ન આવડે પણ પાથરતાં તો આવડે ને ? આવા ગીતાર્થ પાસે શ્રવણ કરવું.
જયારે જયારે ધર્મની શરૂઆત કરીએ ત્યારે તમે કે અમે લોકો આચારની ઉપેક્ષા કરતા હોઇએ છીએ. અન્ય દર્શનકારોએ પણ કહ્યું છે કે “ગવર: પ્રથમ વર્ષ: ' આજે ધર્મ કરતી વખતે માત્ર પ્રવૃત્તિ કર્યા કરવી છે પણ નિવૃત્તિ કરવી નથી. શાસ્ત્રકારો કહે છે કે ધર્મ નિવૃત્તિપ્રધાન છે. જેને સારી વસ્તુ આપવી હોય તેની પાસેથી ખરાબ વસ્તુ પહેલાં છોડાવવી પડે ને ? ધર્મ કરાવવા પહેલાં પાપ છોડાવવું પડે. આજે તમારી-અમારી દાનત એક જ છે કે સારું કરવું છે પણ ખરાબ છોડવું નથી. દાન આપવું છે પણ પૈસા કમાવાનું કામ ચાલુ રાખવું છે ને ? સ0 ન કમાય તો દાન ક્યાંથી આપે ?
આટલા વરસે તમે આવો પ્રશ્ન પૂછો છો? દાન તો જેની પાસે હોય તેણે આપવાનું છે. બાકી આપવા માટે કમાવાની વાત ભગવાનના શાસનમાં નથી. પેટ માટે, આજીવિકા માટે, કુટુંબના પરિપાલન માટે કમાવાનું કામ કરતા હોય ત્યારે તેમાંથી દાન આપવાની વાત છે. દાન આપવા માટે કમાવાની વાત જ નથી. દીક્ષા લેવા નીકળેલાએ પણ પાસે પૈસા હોય તો વરસીદાન
આપવાનું, નહિ તો નહિ. પારકે પૈસે વરસીદાન આપવાનો વિધિ નથી. સ0 બીજા આપે તો ?
બીજા આપે તોપણ લેવું નહિ, તેને કહેવું કે તમારા પૈસાનું વરસીદાન તમે જાતે આપો. જેનો પૈસો હોય તે છોડે. દીક્ષા આપણે લેવાની અને પૈસા બીજાના ઉછાળીએ – એ ન ચાલે. આપવા માટે કમાવાની તો વાત જ નહિ કરવાની. જે શાસ્ત્રકારો અર્થને અનર્થભૂત કહે તે શાસ્ત્રકારો અર્થને કમાવાનો ઉપદેશ આપે – એવું ક્યારે ય ન બને. ધર્મ માટે પણ કમાવાની વાત પુણ્ય તરીકે ન જણાવાય. નીતિથી કમાવાની વાત નથી, કમાતી વખતે નીતિ કરવાની વાત છે. નીતિથી કમાવું એ ધર્મ નથી. કમાવું પડે તોપણ અનીતિ ન કરવી – તેનું નામ ધર્મ. અમારાં સાધુસાધ્વી પણ બોલવા માંડ્યાં કે કામળીના કાળમાં કામળી ઓઢીને જવાય. શાસ્ત્રમાં કહ્યું હતું કે કામળીના કાળમાં જવું પડે તો કામળી ઓઢીને જવું. તમે પણ શું કહો ? ચાલવું હોય તો જોડાં પહેરવાં કે જો ડાં પહેરીને ચાલવાનું ? ત્યાં જેમ સમજાય છે તેમ અહીં પણ સમજી લેવું. સ0 શ્રાવકે અભિગ્રહ લીધો હોય કે આટલું કમાઇને ધર્મમાં
આપીશ તો તેવા વખતે કમાવાની રજા શાસ્ત્રમાં આપી છે – એમ કેટલાક મહાત્મા સમજાવે છે.
એ વાત કમાવાની છૂટ માટે પણ નથી અને ધર્મ માટે કમાવાની પણ એ વાત નથી. જે વસ્તુ શંકાગ્રંથમાં જણાવી છે,
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૪૬
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૪૭