________________
પડે ને? અવિનયજેવો ભયંકર એકે દોષ નથી. આહારાદિ સંજ્ઞા તો દરેક ગતિના જીવોને હોય છે. મનુષ્યોની વિશેષતા વિનયગુણને લઇને છે. આથી જ કહ્યું છે કે વિનય વિનાનો નર પશુતુલ્ય છે. આજે કોઇનો વિનય કરવાનું પાલવે એવું નથી. સાધુપણામાં પણ આ વિનયગુણ નાશ પામ્યો તેથી ઝઘડા શરૂ થયા. ચોમાસા માટે ટુકડી મોકલી હોય તો બીજા વરસે બદલવી પડે. કારણ કે બીજાનું નભાવવાની વૃત્તિ નથી. વેઠી લઇએ તો વિનય આવે. સહન કરતાં આવડે તો વિનય ટકી રહે. જે સહન ન કરે તે અવિનયી બન્યા વિના ન રહે. વિનયી તો ગુરુ જે આપે તે પાત્ર સાથે જવા તૈયાર હોય. જેને વેઠી લેવું છે તે પાત્રની પસંદગી કરવા ન બેસે. સુખ ભોગવવું જ નથી – તેને ગમે તે પાત્ર ચાલે. સુખ ભોગવવું હોય તેના માટે પસંદગીનો અવકાશ છે. શ્રેણિક મહારાજા જેવા વિદ્યા માટે માતંગનો વિનય કરે તો આપણે જ્ઞાન માટે ગુરુનો વિનય કેમ ન કરીએ ? સહન કરી લઇએ તો કશી તકલીફ નથી. વિનય કરવાથી આપણે નાના નહિ થઇ જઇએ. બહુમાન રાખવાથી હલકા નહિ બનીએ, ઉપરથી કર્મથી હળવા બનીશું. ગુરુ આપણી સાથે જેને મોકલે તેને ખરાબ માનવાનું કામ શું છે ? જેને માત્ર વ્રતનું શ્રવણ કરવાનું છે તે પણ જો ગુરુનો આટલો વિનય કરતો હોય તો જેને ગુરુએ રત્નત્રયી આપી હોય તે કેટલો વિનય કરે ? તેને ગુરુ પ્રત્યે કેવું બહુમાન હોય ?
આ વ્રતનું શ્રવણ ગોઠિયા પાસે નહિ ગીતાર્થ પાસે કરવાનું છે. ગીતાર્થ કોને કહેવાય ? ગીત એટલે સૂત્ર અને અર્થ એટલે સૂત્રનો અર્થ. આ સૂત્ર અને અર્થના જે જાણકાર હોય તેને ગીતાર્થ કહેવાય. આજે ઘણા પૂછવા આવે કે ફલાણા-ફલાણાના વ્યાખ્યાનમાં જવાય ? આપણે કહેવું પડે કે – જેને કશું જોઇતું જ ન હોય તે ગમે ત્યાં જાય તેની ચિંતા નથી. જો કંઇક પામવું હોય તો સૂત્રાર્થના જાણકાર પાસે જવું. જે જાણકાર ન હોય તે તમને શું સમજાવવાના ? જાણકાર તો તમને જે નડતું હોય તે જ તરત જણાવી દે. દુઃખતી નસ દબાવે તો કામ થઇ જાય ને? રાગ જેને નડતો હોય તેને રાગના પાત્રથી દૂર ખસવાનું કહે. દ્વેષ નડતો હોય તો તેની પાસે જઈને માફી માંગવાનું કહે. તે જે માંગે તે આપી દેવાનું કહે. મોહ નડતો હોય તો ભણવા બેસાડી દે. અર્જુન જેવાનો મોહ પણ શ્રીકૃષ્ણ ગીતાના ઉપદેશ દ્વારા દૂર કર્યો ને ? મહાભારતના યુદ્ધ વખતે “આ મારા કાકા છે, ભાઇ છે...' ઇત્યાદિ સંમોહથી અર્જુન લડવા તૈયાર થતો ન હતો. ત્યાં કૃષ્ણ સમજાવ્યું કે કોઇ કોઇને હણતું નથી... આ તો અન્યાય સામે યુદ્ધ છે... ઇત્યાદિ સમજાવ્યું તો અર્જુને કહ્યું કે નષ્ટો મો:સ0 અર્જુનને જેમ સારથિ મળ્યા તો તે યુદ્ધમાં જીત્યા તેમ અમારા
સારથિ પણ આપ છો !
અમે સારથિ તો ખરા પણ અમારો રથ જ ખાલી છે - શું કરીએ ?! તમારે પામવું હોય તો ગીતાર્થની પાસે જવું. સૂત્રનું નામ
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૪૪
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૪૫