________________
બહુમાનભાવને ધારણ નથી કરતો. જે લઘુકર્મી હોય તે નિર્જરાર્થી હોય. આ ભારેકર્મી જીવ પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે જ્ઞાનનો અર્થી હોવાથી ગુરુ પાસે ભણવા માટે આવે ત્યારે બહારથી વિનય આચરવા છતાં અંતરથી બહુમાન ન હોવાથી તેને ધૂર્ત-ઠગારો
કપટી કહ્યો. શ્રાવક માટે આવી કલ્પના કેમ કરી - એવી શંકા ન
કરવી. કારણ કે આ તો જીવના સ્વભાવનું વર્ણન છે. તેના કારણે ગુણસંપન્નની આશાતનાનો પ્રસંગ નથી આવતો. બીજો હૈયાથી બહુમાનને ધારણ કરતો હોવા છતાં શક્તિથી વિકલ હોવાથી વિનય આચરી નથી શકતો. જ્યારે જેઓનું નજીકમાં જ કલ્યાણ થવાનું હોય તે જીવો વિનય અને બહુમાન બંને પૂરતા પ્રમાણમાં આચરે છે. જેમ કે સુદર્શનશ્રેષ્ઠી. જ્યારે જે જીવો અત્યંત ગુરુકર્મી હોય છે તેઓ વિનય અને બહુમાન : બંનેનો ત્યાગ કરે છે. આ જીવો સૌથી અયોગ્ય છે. આવા અવિનયી અને અબહુમાની જીવોને આગમાનુસારી એક પણ પ્રવૃત્તિનું કથન કરવું યોગ્ય નથી. શ્રી સ્થાનાંગસૂત્રમાં ચાર પ્રકારના અવાચનીય – જેને વાચના ન આપી શકાય એવા જીવો કહેલા છે. જેને આગમના પદાર્થો સમજાવી ન શકાય તેમને અવાચનીય કહ્યા છે. ૧. અવિનીત, ૨. વિગઇમાં પ્રતિબદ્ધ એટલે અત્યંત આસક્ત, ૩. અવિઓસિયપાહુડ (અવિજોષિતપ્રાકૃત) - જેણે માયા વગેરે કષાયને ઉપશમાવ્યા ન હોય. ૪. અત્યંત ક્રોધાદિને ધરનારો - કષાયી. આ ચારમાંથી સૌથી પહેલો અવિનીત જણાવ્યો છે તે ચોથા ભાંગામાં રહેલો ભાવશ્રાવકનાં છ લક્ષણો = ૪૨
ગણવાનો . બીજા નંબરે વિગઇમાં પ્રતિબદ્ધને વાચના માટે અયોગ્ય ગણ્યો છે. કારણ કે વિગઇઓ - માદક પદાર્થો એ ભયંકર કોટિનો પ્રમાદ છે. જે ખાનપાનમાં આસક્ત હોય તેને ભણાવાય નહિ. તેથી જ આગમગ્રંથોના જોગ આયંબિલથી કરાવવામાં આવે છે ત્યાર બાદ જ આગમો ભણવાનો અધિકાર મળે છે. તેમ જ જેઓ અત્યંત-કષાયી હોય તેમને પણ ભણાવાય નહિ. શાસ્ત્રમાં કહ્યું છે કે આદેશ અર્થાર્ આજ્ઞાને આશ્રયીને વિનીત-અવિનીત વગેરેનો વિભાગ પાડીને જે વિનીત હોય તેને જ્ઞાનાદિકની વૃદ્ધિ કરે એવો ઉપદેશ મધુરવાણીએ આપવો. જ્યારે અવિનીતને ઉપદેશ આપવો નકામો છે. જેમ જે લોઢું ઘંટ બનાવવા માટે યોગ્ય હોય તે લોઢાથી સાદડી બનાવવાનો વ્યર્થ પ્રયાસ કોણ કરે ? ઘંટ માટેનું લોઢું કેટલું કઠિન હોય છે – તે તો જાણો છો ને ? એ ઘંટ કેવો નક્કર હોય ? તેની સાથે માથું અફળાય તો માથું ફૂટે કે ઘંટ ? તેમ અયોગ્યને આગમની વાચના ન અપાય.
સ૦ જીવ ભલે અયોગ્ય હોય પણ ગુરુ તો કરુણાસંપન્ન હોવાથી હિત કરે ને ?
કરુણા પણ પથ્થર પર કરવાની કે માણસ ઉપર ? ડૉક્ટર બેભાનને સાજો કરે પણ મડદાને જીવતો ક્યાંથી કરે ? સ૦ થોડી યોગ્યતા હોય તો કરુણા કરે ને ?
થોડી યોગ્યતા હશે તો તે વધારીશું. પતરાનું લોઢું હોય તો સાદડી બનાવશું, પણ ઘંટનું લોઢું હોય તો વિચાર માંડી વાળવો ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૪૩