________________
અકળાઇ જવાની જરૂર નથી, અને ગમે તેટલી સાચી વાત પણ કઠોરતાપૂર્વક કહેવી ન જોઇએ. આપણી ભૂલ ગુર્નાદિક બતાવે અને માફી માંગવાનું કહે તો માંગી આવવી. આપણે જાતે સમજી જઇએ તો સૌથી સારું, પણ જાતે ન સમજાય તો બીજાના કહ્યું તો માનીએ ને ? ગુર્નાદિક કહે તો માફી માંગી લેવી છે. મારી ભૂલ થઇ ગઇ – એમ નહિ, મેં ભૂલ કરી છે – એમ માનવું-કહેવું છે. મેં ગુસ્સો કર્યો એ જ મારી ભૂલ. ગુસ્સાનું કારણ નથી શોધવું. ગુસ્સાનું કારણ શોધવા બેસશો તો ભૂલ નહિ દેખાય. ચોખવટ કરવા બેસીશું તો પાછો પગ કુંડાળામાં પડશે. એના કરતાં કબૂલાત કરી લેવી છે. સ0 બાપ છોકરા ઉપર, શિક્ષક વિદ્યાર્થી ઉપર અને ગુરુ શિષ્ય
ઉપર સમજાવવાની બુદ્ધિથી ગુસ્સો કરે તો એમાં ખોટું શું?
આપણે ગુરુની વાત નથી કરતા, આપણી વાત કરીએ છીએ. આપણે ગુસ્સો નથી કરવો. ગુર્નાદિકને તો ગુસ્સો કરવાનો અધિકાર છે જ, આ તો ઉપરથી કહે કે - “ગુરુ ગુસ્સો કરે એનું કાંઇ નહિ, અમારે ગુસ્સો નહિ કરવાનો ! કહેવું હોય તો કહે પણ ચાર માણસની વચ્ચે તો ન કહે ને ?'... આવું નથી કહેવું. ગુરુ ભૂલ બતાવે તો આનંદ થાય કે ચલાવી લે તો ? સ0 કાંટો કાઢી આપે તો આનંદ જ થાય ને ?
કાંટો તો વાગે છે, જ્યારે ભૂલ વાગતી નથી. જે ખૂંચતું ન હોય તેને કાઢવા માટે સોય મારીએ તો સોય પીડાકર જ બને ને ?
આજે તો કોઇ ભૂલ બતાવે એ ગમતું નથી, આથી લોકોએ ગીત જોડ્યાં કે - મારી ભૂલોના ભૂલનારા... ભગવાન આપણી ભૂલોને ભૂલનારા છે માટે ગમે છે કે બતાવનારા છે માટે ? ભૂલોને ભૂલી જાય એ ભગવાનજેવા લાગે અને ભૂલોને બતાવનારા રાક્ષસ જેવા લાગે ને ? ગમે તે માણસ ભૂલ બતાવે, ગુસ્સો નથી કરવો. લોકોત્તર માર્ગમાં આવ્યા પછી ગુસ્સો નથી કરવો. લોકોત્તર શાસન મળ્યા પછી પણ આપણે ગુસ્સો કરીએ તો સમજી લેવું કે આ શાસન માટે આપણે લાયક નથી. - કૃતવ્રત-કર્મ અને શીલવાન : આ બે ગુણોનું વર્ણન આની સાથે પૂર્ણ થયું. હવે આપણે ત્રીજા ગુણવાનગુણનું સ્વરૂપ સમજવું છે. અહીં શિષ્યને “સાંભળ” કહીને સન્મુખ કરવાપૂર્વક ગ્રંથકારશ્રી જણાવે છે. કારણ કે બે લક્ષણનું વર્ણન સાંભળ્યા પછી કદાચ તે ગુણો પામવાનું કામ કપરું જણાવાથી શિષ્ય હતાશ થયો હોય તો તેને ફરી ગુણપ્રાપ્તિ માટે ઉત્સાહિત કરવો છે. આ રીતે શિષ્યને સન્મુખ કરીને જણાવે છે કે આમ તો જોકે અક્ષુદ્રતા, ઉદારતા વગેરે અનેક ગુણો છે છતાં અહીં ૧. નિત્ય સ્વાધ્યાયમાં ઉદ્યમ, ૨. નિત્ય અનુષ્ઠાન કરવામાં ઉદ્યમ, ૩. નિત્ય વિનયમાં ઉદ્યમ, ૪. સર્વત્ર અનભિનિવેશ-કદાગ્રહરહિતપણું અને ૫. જિનવચનને વિષે અત્યંત શ્રદ્ધા-રુચિ ધારણ કરવી : આ પાંચ ગુણોથી યુક્તને ગુણવાન કહ્યો છે. આમાંથી પણ સ્વાધ્યાયની વાત તો ન ગમે ને ? અહીં તો નિત્ય સ્વાધ્યાયમાં ઉદ્યમ કરવાનો કહ્યો છે. જાણવા માત્રથી
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૧૨
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૧૩