________________
નિસ્તાર ન થાય, જાણ્યા પછી કરવામાં ઉદ્યમ કરવાનો અને તપ, વંદનાદિ ક્રિયા પણ વિનયથી યુક્ત થઇને કરવાની. આટલું કર્યા પછી પણ ગીતાર્થના વચનને કદાગ્રહરહિતપણે સ્વીકારવાનું. અભિનિવેશ અપ્રજ્ઞાપનીય બનાવે છે. અભિનિવેશ પ્રજ્ઞાપનીય બનાવે છે. અપ્રજ્ઞાપનીયતા એ સાધનામાર્ગનો ભયંકર દોષ છે. આપણને કોઇ કંઇક કહી શકે એવી યોગ્યતા કેળવવી છે. આ તો એક વાર હિતશિક્ષા આપી હોય તો બે વાર એવું ખખડાવીને કહી દે કે જિંદગીમાં બીજી વાર નામ જ ન લે અને ઉપરથી એવું કર્યાનું ગૌરવ માને. કોઇ આપણને કહી ન શકે એ આપણા પાપનો ઉદય છે, પુણ્યનો નહિ. આપણું ભાગ્ય પરવાર્યું હોય ત્યારે જ આવું બને. યોગ્ય શિષ્યને તો ગુરુ બે દિવસ ન કહે તો અતિ થાય. ગુરુને કહે કે શું એટલો યોગ્ય થઇ ગયો કે જેથી કશું કહેતા નથી ? અથવા એટલો અયોગ્ય થઇ ગયો કે જેથી કહેતા નથી ?... એના બદલે આજે તો ન કહે તો રાજી થઇ જાય કે ગુરુને મારા પર વિશ્વાસ છે માટે કશું કહેતા નથી.’ હવે આપણે સેટ થઇ ગયા – એમ માને. આપણે કહેવું પડે કે કશું કહેતા નથી તે તમે સાંભળતા નથી માટે, વિશ્વાસના કારણે નહિ. ડૉક્ટર આપણી દવા ન કરે તો સ્મશાને જવાનું જ થાય ને ? આપણી ભૂલો આપણને સમજાતી ન હોય ત્યારે પણ ગુરુના કહેવાથી સ્વીકારવા માટે તો ‘તુભે જાણહ’... બોલીએ છીએ. આપના ખ્યાલમાં આવ્યું તો સારું થયું, બીજી વાર ધ્યાન રાખીશ એમ કહે તો પ્રજ્ઞાપનીયતા આવે.
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૧૪
ત્યાર બાદ ભગવાનના વચન પ્રત્યે રુચિ કેળવવાની. આપણને સમજાય કે ન સમજાય ભગવાન જે કહે તે અહિતકર ન જ હોય – એવી રુચિ જોઇએ. બાયપાસનું ઓપરેશન કરાવ્યા પછી બીજા દિવસે ડૉક્ટર ત્રણ માળ ઉતરાવે અને ચઢાવે તો અશ્રદ્ધા થાય? પડી જઇશ એમ કહો ? અને ગુરુ તપ કરવાનું કહે તો અશક્તિ લાગશે એમ કહો ને ?
સ૦ ત્યાં તો બધું જ બરાબર સમજાય છે...
કારણ કે નીરોગી થવું છે. જ્યારે અહીં મોક્ષે જવું જ નથી પછી ક્યાંથી શ્રદ્ધા જાગે ? આ રીતે પાંચ ગુણોનું નામ જણાવી આગળની ગાથાથી ગ્રંથકારશ્રી તે પાંચેનું સ્વરૂપ જણાવે છે. તેમાં પહેલાં સ્વાધ્યાય માટે જણાવ્યું છે કે વિધિપૂર્વક અર્થાત્ વિનયબહુમાનસહિત વૈરાગ્યને પેદા કરે તેવું અપૂર્વ શ્રુત ભણવું. અપૂર્વ એટલે કાલે જે ન હતા ભણ્યા તે આજે ભણવું. રોજ નવું નવું સૂત્ર ભણવું. આજે તો અમારે ત્યાં બધો સ્વાધ્યાય પરાવર્તનામાં જ સમાયો છે. તમારે ત્યાં અર્થકામમાં અપૂર્વદ્યુતનું ગ્રહણ છે ને ? રોજ બજારની રૂખ અપૂર્વ જાણવાનું ચાલુ છે ને? તમારે ત્યાં અપૂર્વશ્રુતગ્રહણ માટે છાપું રાખેલું છે ને ? નિત નવા સમાચાર જાણવા મળે ને ? આ સ્વાધ્યાય પણ વૈરાગ્ય પેદા થાય તેવો કરવાનો. જ્ઞાનનું ફળ વિરતિ કે વિદ્વત્તા ? આજે વિદ્વત્તામાત્રથી રાજી થાય ને ? લોકો પૂછતા આવે એવી વિદ્વત્તા જોઇએ છે પણ આપણે મોક્ષમાં પહોંચીએ એવી વિરતિ નથી જોઇતી ને ? આદિ
ભાવશ્રાવકનાં છ લક્ષણો * ૧૧૫