________________
પદથી પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથાનું ગ્રહણ કરવું. પૂછતી વખતે આસન ઉપર કે શયામાં બેઠાં બેઠાં ન પૂછવું. પરંતુ ગુરુ પાસે આવી ઊભડક પગે બેસી હાથ જોડીને પૂછવું. પરાવર્તના પણ નિર્જીવ ભૂમિ પર બેસી, ઇર્યાપથિકી આલોવી, સામાયિક લઇ વસ્ત્રના છેડા વડે મુખ ઢાંકી પદચ્છેદપૂર્વક ભણેલાની આવૃત્તિ – ફરી યાદ કરીને ગોખવું. અનુપ્રેક્ષા એટલે ચારિત્ર લેવાની ઇચ્છાથી શ્રુતનું યથાર્થ ગ્રહણ કર્યા બાદ કોઇપણ જાતની અસ્વસ્થતા લાવ્યા વિના સ્વસ્થ ચિત્તે સંસારનાશ માટે પ્રશસ્ત ભાવનાનું ચિંતવન કરવું. ગમે તેટલું જ્ઞાન મળે પણ તેનાથી સંસારનો અંત ન આવે તો એ જ્ઞાનને કરવાનું શું? આજે ઘણા પૂજામાં ગાય ને ? ‘ક્યારે બનીશ હું સાચો રે સંત, ક્યારે કરીશ મારા ભવનો રે અંત'... એ સાંભળીને અમે રાજી થઇએ કે યોગ્ય જીવ લાગે છે. તેને કહેવાનું મન થઇ જાય કે આજે જ અંત આવે એવું છે. પરંતુ એ તો કાર્યક્રમ પતે એટલે એવો ને એવો ઘરભેગો થઇ જાય. અમે જોતા રહી જઇએ ! આ રીતે ચાર પ્રકારનો સ્વાધ્યાય જેણે કર્યો હોય તે શ્રાવક સ્વ-પરને ઉપકાર કરનાર શુદ્ધ એવો ધર્મોપદેશ કે જે ગુરુના પ્રસાદથી યથાર્થ જાણવામાં આવ્યો હોય તે ધર્માર્થી થઇને બીજા યોગ્ય જીવને આપે. ધર્મકથા કરતી વખતે માત્ર ધર્મનું અર્થીપણું હોવું જોઇએ બીજું નહિ અને શુભ ભાવથી પણ યોગ્ય જીવને જ ધર્મોપદેશ કરવો, જેને-તેને નહિ.
બીજા ગુણમાં તપ, નિયમ અને વંદનાદિક કરવામાં તેમ જ મૂળ ગાથામાં આપેલ “T થી કરાવવા તથા અનુમોદવામાં સતત ઉદ્યમ કરવો – એમ જણાવ્યું છે. અનુમોદનાનું ફળ જીરણશ્રેષ્ઠીની જેમ અધિક જાણવું. તપ બાર પ્રકારનો પ્રસિદ્ધ છે. નિયમમાં ગ્લાનાદિ સાધુની વિશ્રામણાનો નિયમ કરવો. કહ્યું છે કે – માર્ગમાં ચાલીને આવતા થાકી ગયેલા, ગ્લાન, આગમ ભણવામાં શ્રમ કરનાર, લોચ કર્યો હોય તેવા, તપના ઉત્તર પારણાવાળા સાધુને જે દાન અપાય છે તે ઘણા ફળવાળું થાય છે. ચૈત્ય અને ગુરુની વંદનામાં ‘આદિ' શબ્દથી પૂજા વગેરેમાં નિરંતર ઉદ્યમ કરવો.
ત્રીજા ગુણ તરીકે વિનયમાં ઉદ્યમ કરવાનું જણાવ્યું છે. સન્મુખ ઊભા થવું તેને અભ્યત્થાન કહેવાય છે. “આદિ'પદથી અંજલિ-કરણ વગેરે ભેદો શ્રી દશવૈકાલિકસૂત્રના નવમા વિનયસમાધિ અધ્યયનમાંથી જાણવા. આવા પ્રકારનો વિનય અવશ્યપણે આચાર્યાદિક ગુણીજનોનો કરવો. શ્રી પ્રશમરતિ પ્રકરણમાં વિનયનું માહાભ્ય જણાવતાં ફરમાવ્યું છે કે ‘વિનયનું ફળ શુશ્રુષા છે. એટલે કે ગુર્નાદિકની સેવા છે અથવા સાંભળવાની ઇચ્છા-શ્રવણ છે. ગુરુની સેવા-સુશ્રુષાનું ફળ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિનું ફળ આશ્રવોનો નિરોધ(સંવર) છે. સંવરનું ફળ તપસ્યા છે. તપસ્યાનું ફળ નિર્જરા છે. નિર્જરાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે. ક્રિયાની નિવૃત્તિ થવાથી અયોગીપણું પ્રાપ્ત થાય છે. યોગના નિરોધથી ભવની પરંપરાનો ક્ષય થાય છે અને
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૧૬
ભાવશ્રાવકનાં છ લક્ષણો ૧૧૭