________________
ભવની પરંપરાનો ક્ષય થવાથી મોક્ષ થાય છે. માટે સર્વ પરંપરાનું ભાજન-પાત્ર-આધાર-સ્થાન વિનય જ છે. આના ઉપરથી પણ સમજી શકાય છે કે જેને મોક્ષે જવું હોય તે વિનય આચર્યા વગર નથી રહેતો. આપણે ઘણા વખતથી કહીએ છીએ કે મોક્ષે જવું નથી માટે વિનય કરતા નથી - તેનો શાસ્ત્રપાઠ અહીં મળ્યો. જેને અંતિમફળ જોઇતું નથી તેને વચ્ચેના ફળનું પણ કામ શું છે ?
ચોથો અનભિનિવેશ નામનો ગુણ જણાવતાં કહે છે કે કદાગ્રહરહિત એવો શ્રાવક ગીતાર્થગુરુનું અધિક શ્રુતજ્ઞાનીનું વચન અન્યથા એટલે કે અસત્યપણે માનતો નથી. કારણ કે પ્રબળ મોહનો અભાવ હોવાથી તે કદાગ્રહી હોતો નથી અને તે જાણે છે કે મોહને ઓછો કરવાનું સાધન ગુરુજનને આધીન રહેવું તે જ છે. કદાચ ગુરુનું વચન અન્યથા જણાય તોપણ ગુરુને તેવું કહેવું નહિ. આજે નહિ તો કાલે તેમને પોતાના ખ્યાલમાં આવવાથી પોતે જ એ અર્થને યથાર્થ તરીકે જણાવશે – એમ વિચારવું : આ રીતે પણ ગુરુ પ્રત્યેનું બહુમાન વ્યક્ત થાય છે અને છતાં તે રીતે ન જણાવે તો વિનય અને જિજ્ઞાસાપૂર્વક વસ્તુસ્વરૂપને જાણવા માટે પૃચ્છા કરવી. પોતે અલ્પમતિવાળો છે અને ગુરુ અધિકમતિવાળા છે તેમ જાણીને ગુરુના વચનને કદાગ્રહરહિતપણે સ્વીકારે.
પાંચમા ગુણ તરીકે જિનવચનની રુચિ જણાવી છે. રુચિ માત્ર સાંભળવાની નહિ કરવાની પણ જોઇએ, રમતગમતની રુચિ કેવી હોય? જુઓ, સાંભળો અને અવસરે થોડું રમો ય ખરા ને ?
ખાવાની રુચિ કેવી ? માત્ર જોવા-સાંભળવાની કે મોઢામાં મૂકવાની પણ ? મનગમતી મિઠાઇ સામે જે રીતે જુઓ તે રીતે ચારિત્રની સામે જોયું તેનું નામ તીવ્ર અભિલાષ. શ્રવણ એટલે સાંભળવું અને કરણ એટલે કરવું તે બંને માટે શ્રદ્ધા-સહિત જે અભિલાષ તેને રુચિ કહેવાય. શ્રદ્ધા, જ્ઞાન અને પ્રવૃત્તિ : આ ત્રણેને જુદા પાડવાનું કામ રુચિના અભાવનું છે. જાણે, માને તે કરે કેમ નહિ ? રોગ થયો હોય તો તેના નાશ માટે મંત્ર પૂછે, પણ દીક્ષા નથી મળતી તો તે લેવા માટેનો મંત્રજાપ પૂછવા કોઇ આવતું નથી, બે પ્રકારની રુચિ વિના ચારિત્રમોહનીયરૂપ મલની શુદ્ધિ કરવા ઇચ્છતા હો તો સમજી રાખજો કે તે ક્યારેય નહિ થાય. વસ્ત્રના મલની શુદ્ધિ માટે સાબુ અને પાણી બંને જોઇએ ને ? વસ્તુ સારી હોય, ગમી હોય તો લેવાનું, અડવાનું મન થાય જ ને ?
હવે અહીં ચિની વાત સાંભળીને શિષ્ય શંકા કરે છે કે ઇચ્છામાત્રથી ફળની પ્રાપ્તિ કઇ રીતે થઇ શકે ? તેના જવાબમાં જણાવે છે કે સાચા હૃદયથી અને સાચા ભાવથી ઇછ્યું હોય - તેનું ફળ અવશ્ય મળે જ છે. તે અનુસંધાનમાં યશ અને સુયશની કથા છે. જેને જ્ઞાન હોય, શ્રદ્ધા પૂરેપૂરી હોય પણ કરવાની ભાવના ન હોય તો તે ભાવશ્રાવકમાં ગણાતો નથી. અહીં શિષ્યને શંકા પડી, કારણ કે તે સમજે છે કે જાણ્યા અને માન્યા પછી કર્યા વગર ચાલે એવું નથી. જ્યારે આપણને આવી શંકા પડતી નથી. કારણ કે આપણને આ ગમતી વાત છે કે – કર્યા વિના પણ જાણવા અને
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૧૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૧૯