________________
માણસે ય કહી જશે ! સાધુપણામાં તો ગમે તેનું વેઠવાનું આવે ને ? ભગવાનજેવા ભગવાન કે જે ઉત્તમ પુરુષનાં લક્ષણોથી યુક્ત હતા તેમને પણ લોકો જારપુરુષ વગેરેના આળ આપતા હતા. આપણે કેવા છીએ એ નથી જોવું, કોણ છીએ – એ જોવાનું. આપણે સાધુ છીએ માટે સહન કરી લેવાનું. આપણે નિર્દોષ છીએ માટે પ્રતિકાર કરવા નથી બેસવું. સ, ક્ષત્રિયની જેમ નીકળ્યા હોય તો ક્ષાત્રવટ ક્યાં ગઇ ?
ક્ષત્રિયની જેમ નીકળેલા તે દીક્ષા લેવા માટે, પાળવા માટે નહિ. તમારે ત્યાં પણ આ જ દશા છે ને? નોકરીએ લાગ્યા પછી હાજરી આપો કે કામ કરો ? તમારા જેવી જ દશા અમારે ત્યાં છે. આપણી વાત તો એ ચાલુ છે કે શ્રાવકે સ્થાપનાચાર્ય પાસે વ્રત લેવાય કે નહિ ? તેના નિરાકરણમાં ગુરુ જણાવે છે કે શાસ્ત્રમાં મૂળગુણનો સ્વીકાર સાધુએ જેમ ગુરુ પાસે કરવાનું જણાવ્યું છે તેમ શ્રાવકે પણ ગુરુ પાસે જ વ્રત અંગીકાર કરવાનું છે. ગુરુના વિરહમાં ગુરુની સ્થાપના કરવાનું વિધાન જેમ સાધુને છે તેમ શ્રાવક માટે પણ છે. કહ્યું છે કે પૂર્વાચાર્યોએ સિદ્ધાંતમાં ગુરુનો વિરહ હોય ત્યારે સ્થાપના કરવાનું જણાવ્યું છે. તે પણ આકુટ્ટી અને દર્પ(સ્વેચ્છાચાર)થી રહિતપણે કરવાનું છે. જો ગુરુનો સંયોગ હોય જ નહિ કે ગુરુ પોતે વિદ્યમાન ન હોય તો ગુરુના વિરહની પણ એકાંતે સંભાવના નથી. આના ઉપરથી પણ સ્પષ્ટ છે કે – ગુરુભગવંત હાજર હોય તો ગમે તેટલા દૂર જઇને પણ તેમની પાસે
વ્રત અંગીકાર કરવું. જેઓ આવવા-જવાનો સમય ગણ્યા કરે તેવાઓ ગુરુ પાસે જઈ ન શકે. તમે નોકરી-ધંધા માટે અપડાઉન કરો ને? પાછા કહો કે – અહીં ફાંફાં મારતાં બેસી રહેવું એના કરતાં ભલે બે કલાક જાય પણ આપણા હાથમાં તો આવે. તે રીતે અહીં મૂંઝાતા બેસી રહેવું એના કરતાં ગુરુ પાસે જઇ આવીએ તો માત્ર પાંચ મિનિટમાં પણ આપણી મૂંઝવણો ઉકેલાઇ જાય, આપણી દશા અને દિશા બંને બદલાઇ જાય. આ રીતે એટલું નક્કી થયું કે વ્યવહારનયને આશ્રયીને; કાલોચિત ક્રિયા કરનાર, ગીતાર્થ તેમ જ નિઃસ્પૃહમતિવાળા અને જીવોની પ્રત્યે વત્સલભાવ ધરાવનારા ગુરુની પાસે મહાવ્રતોની જેમ અણુવ્રતો ગ્રહણ કરવાં જોઇએ. અહીં ‘વ્યવહારથી’ આ પ્રમાણે જણાવવાનું કારણ એ છે કે નિશ્ચયનયથી કોઇ કોઇને આપતું નથી અને કોઇ લેતું નથી. આપણા ગુણો આપણી પાસે જ છે, તે આવરણ ખસવાથી પ્રગટે. આપણે જ આવરણ ખસેડવાનો પુરુષાર્થ કરવો પડશે. ખુદ તીર્થંકર ભગવંતો પણ દેશના આપે ત્યારે આપણને માર્ગ બતાવે છે, દિશાસૂચન કરે છે. તેમના કહ્યા પ્રમાણે ચાલવાનું કામ તો આપણે જ કરવાનું છે. વ્રત, ગીતાર્થ અને સાથે નિઃસ્પૃહ ગુરુ પાસે લેવાનું જણાવ્યું. ‘મેં વ્રત ઉચ્ચરાવ્યું માટે આટલા પૈસા નોંધાવો.' આ પ્રમાણે સ્પૃહા રાખે તેવા પાસે ન લેવું. તેમ જ સર્વ જીવો પ્રત્યે વત્સલભાવ રાખનારા હોય એટલે અર્થીજનો પ્રત્યે વત્સલભાવ ધરનારા હોય. બાકી અનર્થી જનોની તો ઉપેક્ષા જ કરે. આ બધું
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૭૨
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૭૩