________________
તૈયારી નથી ને ? અર્થકામનાં સુખ માટે ધંધા-રસોઇનાં કષ્ટ વેઠવાં છે પણ ચારે ગતિનાં દુ:ખો ટાળવા માટે સંસારનાં સુખો છોડીને સાધુ નથી થવું : ખરું ને ? સુખમાં હસવું છે કે દુઃખમાં રડવું છે ? સ૦ સાચું રડતાં શીખવો.
પહેલાં તમે સાચું હસવાનું બંધ કરો પછી સાચું રોતા શીખવશે. સંસારમાં બેઠા છો તો બનાવટી હાસ્ય કરવું પડે તો ભલે પણ સાચું નથી હસવું. સાચું હાસ્ય તો આર્તધ્યાનના ઘરનું છે. દુઃખના દ્વેષ કરતાં પણ સુખનો રાગ વધારે ખરાબ છે. સાહેબજી (પ.પૂ.આ.શ્રી.વિ. રામચન્દ્ર સૂ.મ.) પણ કહેતા હતા કે દુ:ખ ભોગવતાં ભોગવતાં કોઠે પડી જશે અને સુખ ભોગવતાં ભોગવતાં દાઢે વળગી જશે.
સ૦ દુઃખ આવે તો ભોગવી લેવું પણ ઊભું તો ન કરવું ને ? એટલું પણ નક્કી રાખવું છે ? તો હાથ જોડો કે ગમે તેટલા રોગ આવે તોપણ દવા ન કરવી, બનશે ને ? સ∞ અસમાધિ થાય તો ?
દુઃખ આવવાના કારણે અસમાધિ થતી હોય તો દુ:ખ ટાળવાની રજા આપીએ, પરંતુ દુઃખ આવવાના કારણે અસમાધિ થાય છે – એવું નથી. અસલમાં દુઃખ ભોગવવું નથી માટે અસમાધિ થાય છે. દુઃખ ભોગવવું છે - એનું નામ સમાધિ, દુ:ખ ભોગવવું નથી - એનું નામ અસમાધિ. સુખ ભોગવવું છે - એનું નામ અસમાધિ અને સુખ ભોગવવું નથી - એનું નામ સમાધિ.
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૭૦
સ૦
આ બધી વ્યાખ્યાઓ જુદી છે.
માટે જ તો તમને અહીં બોલાવ્યા છે. બજારમાં બધે માલ તો મળે જ છે છતાં આ માલ બીજે મળે છે - એના કરતાં મોંઘો છે, પણ સરવાળે લાભ થાય એવો છે.
સ૦ આ માલની કિંમત ક્યારે સમજાશે ?
જ્યારે મોક્ષમાં જવાનું મન થશે, ત્યારે. આ માલ અમારો નથી, સર્વજ્ઞ ભગવંતોનો છે. એની શુદ્ધિ, એની વિશેષતા, એની સફળતા એ જ્ઞાની ભગવંતોના વિશ્વાસે રહેલી છે. સર્વજ્ઞભગવંતોના શાસનમાં જે વાત જણાવી હોય તેમાં એક પણ દોષની સંભાવના ન હોય. ભગવાને આઠમા વરસે દીક્ષા લેવાની જણાવી છે તેનું કારણ જ આ છે કે સુખ ભોગવવાના એકે સંસ્કાર પડ્યા ન હોય તે સાધુપણું સહેલાઇથી પાળી શકે. આ ઉંમર જ એવી છે કે એમાં જે સંસ્કાર પાડવા હોય તે પાડી શકાય. નાનપણથી જ દુઃખ વેઠ્યું હોય તેને કશું આકરું ન લાગે. ખાઇ-પીને જલસા કરીને અહીં આવે તો સાધુપણું આકરું જ લાગે ને ? સાહેબે એકવાર વ્યક્તિગત હિતશિક્ષા આપતાં જણાવ્યું હતું કે મોટી ઉંમરનાને દીક્ષા આપતાં દસ વાર વિચાર કરવો. પરણીને, સુખ ભોગવીને, લોકોને પ્રવર્તાવીને અહીં આવ્યા હોય તેને કોઇના કહ્યામાં રહેવું ભારે પડે. સહન કરવાની ટેવ જ પાડી ન હોય. આપણે તેમને કાંઇ પણ હિતશિક્ષા આપીએ તો તરત કહેશે કે મારા બાપે પણ મને આવું કહ્યું નથી. આપણે એને કહી ન શકીએ કે હું જ નહિ રસ્તે રખડતો ભાવશ્રાવકનાં છ લક્ષણો * ૭૧