________________
આશાતના એકની પણ ન થાય તેનું ધ્યાન રાખવું. સાધર્મિક પ્રત્યે બહુમાન છે ને ? સ0 કચાશ છે.
શેમાં? સાધર્મિકમાં કે બહુમાનમાં ? જેને સાધર્મિક પ્રત્યે બહુમાન હોય તેને જ સહવર્તી પ્રત્યે બહુમાન જાગે અને જેને સહવર્તી પ્રત્યે બહુમાન હોય તે જ ગીતાર્થની નિશ્રામાં રહી શકે. સ0 સાધર્મિકના અવગુણ નહિ જોવાના ?
અવગુણ તો કોઇના ય જોવાના નથી. એક બાજુ સાધર્મિક માનવાનો અને બીજી બાજુ અવગુણ જોવાના - એ ચાલે ? સમાન ધર્મવાળો હોય તો પછી બીજો કશો વિચાર નહિ કરવાનો. અવગુણ તો કોઇના ય જોવા નથી, રસ્તા પર હજારો ગાડીઓ દોડે છે કોઇ રસ્તાની નિંદા નથી કરતું. કારણ કે ત્યાં બધાને ઇષ્ટસ્થાને જવું છે. જયારે અહીં ઇષ્ટસ્થાને જવું જ નથી તેથી નિંદા કરવાનો સમય મળે છે. પહેલાંના કાળમાં અર્બીજનો એવા હતા કે જેઓને કશું કહીએ નહિ તોય જોઇ-જોઇને શીખી જતા, સુધરી જતા. આજે તો કહી-કહીને પણ માનતા નથી..
આપણે જોઇ ગયા કે ગ્રંથકારશ્રીએ જણાવ્યું કે પાંચ મહાવ્રતાદિનું પાલન કરનારા ગુણીજન એવા ગુરુભગવંતો આજે પણ વિદ્યમાન છે છતાં તને મળતા ન હોય તો તે તારી દૃષ્ટિનો દોષ છે. વસ્તુ વિદ્યમાન હોવા છતાં જો ન દેખાતી હોય તો તે દૃષ્ટિનો દોષ છે – એમ માનવું પડે ને? ગુરુભગવંતો તો વિદ્યમાન
છે, આપણને એમની જરૂર નથી. કારણ કે સંસારમાંથી ખસવું નથી. આટલું કહેવા છતાં શિષ્ય કહે કે ભલે ગુરુ વિદ્યમાન હોય, અમે સ્થાપનાચાર્ય આગળ વ્રત અંગીકાર કરીએ તો તેમાં દોષ શું છે ?... ઘણા લોકોને આવી ટેવ હોય છે. સામાની વાત સાચી કર્યા પછી કોઇ દલીલ ન જડે તો છેવટે પોતાની માન્યતાને સિદ્ધ કરવા માટે ‘આમ કરવામાં પણ વાંધો તો નથી ને ?' આવી દલીલ કરે. આપણને જ્ઞાનીભગવંતો ગમે તેટલું સમજાવે તોપણ સંસાર છોડવો નથી ને ? સંસારમાં રહીને જ ધર્મ કરવો છે ને ? સાધુપણામાં દુઃખ છે માટે જવું નથી – એમ કહીને સંસારમાં સુખ ભોગવવા બેઠા છો ને ? આપણે તો કહેવું છે કે સુખમાં હસવા કરતાં દુ:ખમાં રોવું સારું. સવ દુઃખમાં રોઇએ તો કર્મબંધ ન થાય ?
થાય. પણ સુખમાં હસવાથી જે કર્મબંધ થાય - તેના કરતાં ઓછો થાય. સ0 દાખલા તરીકે ?
રસી કાઢતી વખતે દસ મિનિટ રોવું પડે એ સારું કે રસી રાખી મૂકીને મરવું સારું? ભલે દસ મિનિટ રોવું પડે તો રોઇને પણ રસી કાઢી નાંખવાની પણ રસી રાખીને હસવું સારું નહિ ને? રસી કાઢવા માટે જલદ ચિકિત્સા કરાવવા તૈયાર થનારને પણ અહીં સાધુપણાનાં દુ:ખ નથી વેઠવાં ને ? સુખ ભોગવવા માટે દુ:ખ ભોગવવાની તૈયારી છે પણ દુ:ખ ટાળવા માટે સુખ છોડવાની
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૬૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૬૯