________________
તે જુઓ ને? તેમ ગુરુભગવંત આપણને ભવથી તારે છે – એટલો ગુણ જોવો તેનું નામ મધ્યસ્થતા.
ભાવશ્રાવકના છ ગુણમાંથી પહેલા કૃતવ્રતકર્મ ગુણમાં આપણે જોઈ ગયા કે વ્રતનું શ્રવણ ગીતાર્થ ગુરુ પાસે વિનય અને બહુમાનપૂર્વક કરવાનું. આજે તમને કે અમને વિનય અને બહુમાન ગમે છે ખરા, પણ બીજા કરે તો. આપણને કરવા ન ગમે ને ? આજે આપણી આ સૌથી મોટી તકલીફ છે કે સારું ગમે છે ખરું, પણ સારું આચરવાનું નથી ગમતું. સાચું કહો, કોઇને પારણાં કરાવતા જોઇને ખાવાનું મન થાય કે ખવરાવવાનું ? ત્રણ ટાઇમ ખાનારાને એક ટાઇમ પણ જમાડવાનું મન ન થાય ? જે એકલો જમે તે શ્રાવક ન હોય. આ આદેશમાં તો સૂત્ર પ્રવર્તતું હતું કે ‘ત્તિકર્તેવો ભવ', પેલા દેવ તો મંદિરમાં હોય છે. આ અતિથિરૂપી દેવતા તો સાક્ષાત ફરી રહ્યા હોય છે. આચરણ કરવાનું મન થાય તો જ ગમ્યું - એમ સમજવું. રુચિ અને કૃતિ બંને સાથે હોય. સ, આટલું સાંભળવા છતાં આ સંસ્કાર કેમ ગાઢ છે ?
તેનું કારણ એ છે કે આ સંસ્કારનું સિંચન સતત ચાલુ છે. જે વૃક્ષનું સિંચન ચાલુ હોય તે વૃક્ષ લીલુંછમ જ રહે ને ? પાણી ન પાય તો તેને સુકાતાં વાર ન લાગે. રાગ અને દ્વેષના સિંચનથી આ સંસ્કારો જામી ગયા છે. આ સંસ્કારો ઢીલા પાડવા હશે તો સૌથી પહેલાં સિંચન અટકાવવું છે. ખાવાનો રાગ ગમે તેટલો હોય
તોપણ ખવડાવવા જેટલી ઉદારતા કેળવવી છે. સાધર્મિકને જમાડવાના વારા કરાય ? સાધર્મિક પ્રત્યે બહુમાન હોય તે વારા કરે ? સાધર્મિક પ્રત્યે અબહુમાન કરો તો અતિચાર લાગે ને ? જેને પૈસો ગમે તેને પૈસાદાર ગમે, જેને રસોઇ ગમે તેને રસોઇયો ગમે. જયારે અહીં ધર્મ ગમે છે છતાં સાધર્મિક ન ગમે ને? સાધર્મિકની સાથે વચ્ચે ધર્મનો સંબંધ છે – એ યાદ છે ને? આજે તો સાધર્મિકોને તીર્થયાત્રા કરવા લઈ જાય પણ તેની સાથે વર્તન એવું કરે કે – ‘બધા સમયસર હાજર થઈ જજો, કોઇની માટે રાહ નહિ જોવાય...' સંઘયાત્રાએ લઇ જાય અને સૂચના કરે કે બધાએ પોતાનો સામાન તંબુની બહાર અમુક સ્થાને મૂકી જવો. સ, આ તો એક પ્રકારનું આયોજન છે.
આયોજન છે કે બહુમાનનો અભાવ છે ? બહુમાન હોય તો તમારે કહેવું જોઇએ - તમે બધું એવું ને એવું જ મૂકી રાખજો. અમે બધું જ સમેટી દઇશું. સ0 એવું કહીએ તો લોકોને ખોટી ટેવો પડે.
તમને તો સારી ટેવ પડશે ને ? આયોજનના નામે તમને ખોટી ટેવો પડે છે - એ નથી દેખાતું ? લોકોની ટેવોના બદલે આપણી ટેવોનો વિચાર કરવો. બીજા આળસુ છે એ નથી જોવું, આપણે આળસુ ન બનીએ એ જોવું. બધાનું કામ કરવાની ટેવ પડે તો દાક્ષિણ્યગુણ કેળવાય. એક પણ સાધર્મિકને તકલીફ પડે એવું નથી કરવું. વધારે તેવડ ન હોય તો થોડાની ભક્તિ કરીએ પણ
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૬૬
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૬૭