________________
ભગવંતનો અત્યંતાભાવ છે અર્થાતુ કોઇ સુગુરુ છે જ નહિ માટે નથી મળતા - તો તેના નિરાકરણમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે આ તારી માન્યતા અત્યંત અયુક્ત છે, અસ્થાને છે. કારણ કે કહ્યું છે કે – નિગ્રંથ ગુરુ વિના તીર્થ નથી અને તીર્થ વિના નિગ્રંથ નથી. જયાં સુધી છ જીવનિકાયનો સંયમ છે ત્યાં સુધી બંને અર્થાત્ સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્ર અથવા બકુશ અને કુશીલ ચારિત્ર વિદ્યમાન જ છે. ભગવાનનું શાસન તો એકવીસ હજાર વરસ સુધી વર્તવાનું છે અને તે નિગ્રંથ ગુરુ વિના હોતું નથી. માટે આવું કહેનારને ઉસૂત્રભાષણનું પાપ લાગે. જયાં સુધી તીર્થ છે ત્યાં સુધી બકુશકુશીલ ચારિત્ર તો રહેવાનું જ. તીર્થ આપણા કારણે નહિ, નિગ્રંથગુરુના પ્રભાવે ટક્યું છે - એટલું યાદ રાખવું. વર્તમાનમાં ચોખ્ખા ઘી-દૂધ ભલે ન મળે પણ ઘી-દૂધ તો મળે છે માટે ખાવાનું ચાલુ રાખ્યું ને ? તેમ નિગ્રંથ સાધુ ન મળે તોપણ બકુશકુશીલ સાધુની નિશ્રામાં આરાધના કરવી છે. બકુશકુશીલ એટલે મહાવ્રતોમાં ખામી ન હોય પણ ઉત્તરગુણમાં શિથિલતા હોવાથી કાબરચીતરું ચારિત્ર હોય. સ) મૂળગુણ અને ઉત્તરગુણ એટલે ?
- પાંચ મહાવ્રતો એ મૂળ ગુણમાં આવે અને તેને પાળવા માટે જે કાંઇ પિંડવિશુદ્ધિ, પડિલેહણા, સ્વાધ્યાય, નવકલ્પી વિહાર આદિ આચરણા કરીએ તે ઉત્તરગુણમાં આવે. જેમ તમારે ત્યાં પૈસા કમાવા માટે દુકાન ખોલવી તે મૂળગુણ અને ઘરાકને આકર્ષવા માટે
જે કાંઈ સજાવટ કરો તે ઉત્તરગુણ. સાધુસાધ્વીને મમત્વ મારવા, પાંચમાં પરિગ્રહવિરમણવ્રતને જાળવવા માટે નવકલ્પી વિહાર છે. નહિ તો એક સ્થાનમાં સ્થાનનું, આહારવસ્ત્રાદિ વસ્તુનું તેમ જ ભક્તાદિ વર્ગનું મમત્વ વધવાથી મહાવ્રત જોખમમાં મુકાય.
આગળ વધીને ગુરુભગવંત શિષ્યને કહે છે કે તમે ઉજૂરભાષણના ભીરુ હોવાથી અને આગમના વિરોધનો ભય હોવાથી કદાચ એમ કહો કે ગુણવાન ગુરુભગવંત છે ખરા પણ અમને જડતા નથી – તો તે પણ તમારી ધૃષ્ટતા છે. શિષ્ય તમારા કરતાં બે આંગળ ચઢે એવો છે ને ? પોતાની વાતને સિદ્ધ કરવા માટે લોકો ક્યાં સુધી દલીલ કરતા હોય છે, તેનો આ શિષ્ય નમૂનો છે. પરંતુ સર્વશના શાસનના પરમાર્થન પામેલા ગુરુભગવંતો આવી શંકાથી મૂંઝાય નહિ. આથી તેને જણાવે છે કે – આજે પણ પાંચ મહાવ્રતને ધારણ કરનાર, પાંચ સમિતિને પ્રધાન ગણનાર, ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં તત્પર, કાલોચિત યતના કરવામાં પ્રયત્નશીલ, નિરંતર સિદ્ધાંતના રસનું પાન કરવામાં લાલસાવાળા અને મનમાં કદાગ્રહનો ત્યાગ કરનારા સેંકડો મુનિઓ મધ્યસ્થજનોને માટે સુલભ છે. ગ્રંથકારશ્રીએ ‘મધ્યસ્થજન' કહેવા દ્વારા શિષ્યને ટકોરો માર્યો કે ગુરુ મળતા નથી તેમાં મધ્યસ્થતાનો અભાવ કારણ છે. મધ્યસ્થ એટલે જે ગુણસંપન્ન હોય તેને નમવાનું, પોતાના કે પરિચિતને નહિ. તમે ઘરાક સાથે જે રીતે વ્યવહાર કરો છો - તેનું નામ મધ્યસ્થતા. માત્ર તે પૈસા આપે છે
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૬૪
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૫