________________
તમે હિતના અર્થી બન્યા એ જ મોટામાં મોટી યોગ્યતા. ભલે ને ગમે તેટલા કષાય કે વિષયની પરિણતિ હોય પણ એક વાર હિત કરવાનું નક્કી કર્યું તો ગુરુ જે કહે તે માની લેવા તૈયાર થઇ જાય ને ? ગમે તેટલો ગુસ્સો આવ્યો હોય પણ ગુરુ ના પાડે તો ચૂપ થઇ જાય આનું નામ યોગ્યતા. આજે તમે પણ ઘરનાં કહે તો ચૂપ થઇ જાઓ ને ? પત્ની બોલવાની ના કહે તો ચૂપ થવાય, તો ગુરુના કહ્યે ન થવાય ? ગુરુ કહે તે પ્રમાણે કરવું છે અને ઇચ્છા મુજબ જીવવું નથી આટલું નક્કી કરી લો. ઇચ્છા મુજબનું જીવન કોઇને મળ્યું નથી, મળતું નથી અને મળવાનું પણ નથી. સ૦ શાલિભદ્રજીને બાદ કરવાના.
એમને પણ ભોગમાં અંતરાય પડ્યો ને ? ઇચ્છા મુજબનું ન મળ્યું તો પુણ્ય ઓછું લાગ્યું. પરંતુ તેમનામાં એટલી વિશેષતા હતી કે પુણ્ય ઓછું લાગ્યા પછી આપણી જેમ એ ભેગું કરવા ન રોકાયા. ધારત તો પૈસાના જોરે રાજ્ય મેળવી શકત, પણ તેવું ન કર્યું. હતું એ પુણ્ય છોડીને ચાલી નીકળ્યા. આથી નક્કી છે કે વ્રતના પરિણામ ન હોય તો સુગુરુના વચનના પ્રભાવે પરિણામ પ્રગટ્યા વિના ન રહે.
આની સાથે આપણે એ પણ જોઇ ગયા કે - શિષ્યની શંકાનું નિરાકરણ થયા પછી શિષ્યે ફરી પૂછ્યું કે આ દુઃષમ કાળમાં ગુણવાન એવા ગુરુજન મળતા નથી તો સ્થાપનાચાર્ય આગળ વ્રત ગ્રહણ કરીએ તો ચાલે ? આ પ્રશ્ન તમને ગમી જાય ને ? પણ
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૬૨
સામે તમને એમ પૂછવું પડે કે ડૉક્ટરના બદલે ડૉક્ટરના ફોટા પાસે દવા લઇએ તો સાજા થઇ જઇએ ? અને રસોઇયાને બદલે તેનું પૂતળું બેસાડી દઇએ તો રસોઇ થઇ જાય ?
સ૦ એકલવ્યે સ્થાપનાગુરુ પાસે વિદ્યા મેળવી ને ?
ક્યારે ? ગુરુએ ના પાડી ત્યારે ને ? અહીં તો કોઇ ગુરુ ના નથી પાડતા, શા માટે સ્થાપના આગળ વ્રત લેવાં છે ? આચાર્યભગવંત શિષ્યની શંકાના નિરાકરણમાં જણાવે છે કે સુગુરુ મળતા નથી. તે દૂરદેશાંતરમાં રહેલા હોવાથી ન મળતા હોય તો ગુરુ જ્યાં હોય ત્યાં ધર્મના અર્થીએ જવું જોઇએ. ડૉક્ટરની સારવાર લેવા માટે પરદેશમાં પણ જાઓ ને ? તો અહીં જવામાં શું વાંધો છે ? આજે ઘણા તો ગુરુ પાસે જવા માટે રાજી નથી અને જે જાય છે તે સાડાત્રણ હાથનો અવગ્રહ જાળવતા નથી, કાનમાં ગુસપુસ કરવા માંડે છે. ગુરુ પાસે જવાનું અને સાથે સાડા ત્રણ હાથનો અવગ્રહ જાળવવાનો. નહિ તો ગુરુની આશાતનાનો પ્રસંગ આવશે. ગમે તેટલું ખાનગી કામ હોય તોપણ કાનમાં ગુસપુસ ન કરાય. આલોચના લેવી હોય તો બીજાને બહાર જવાનું કહીએ, પણ ગુરુની આમન્યા જાળવવાની જ. રાષ્ટ્રીય સ્તરના નેતાઓની મુલાકાતના ફોટા છાપામાં જોયા છે ? બે જ જણ હોય છતાં એક આ સોફા પર હોય અને બીજો સામા સોફા પર હોય. મર્યાદા તો દરેક ક્ષેત્રમાં જાળવવાની હોય.
હવે બીજા વિકલ્પમાં જો શિષ્ય એમ માનતો હોય કે ગુરુ ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૬૩