________________
અહીં સંસ્કૃતમાં જે રીતે જણાવ્યું છે તે ભાષા ભણીને વાંચો તો તેના મર્મને સમજવામાં આનંદ આવે. પણ તમારે ભણવું નથી ને ? આખી જિંદગી કમાવામાં કાઢી, હવે તો થોડું ભણી લો. ભણેલું સાથે આવશે કે પૈસા ?
આ રીતે શ્રવણ, જ્ઞાન અને ગ્રહણ પછી પાલનની વાત કરી છે. સુગુરુ પાસે વિધિપૂર્વક વ્રત ગ્રહણ કર્યા બાદ પગ પહોળા કરીને બેસી જવાનું નથી. આતંક એટલે રોગ અને દેવતા વગેરે સંબંધી ઉપદ્રવ આવ્યું છતે પણ સ્થિર એટલે કે નિષ્પકંપપણે વ્રતનું પાલન કરવું. સ્થિરનો અર્થ અહીં નિષ્પકંપ કર્યો છે : એમાં પણ ચમત્કાર છે. જે પથ્થર હોય તે પણ સ્થિર હોય છે. અહીં એવી સ્થિરતા નથી જણાવી. જેમાં હલનચલનની સંભાવના હોય છતાં હલે નહિ તેવી સ્થિરતા જણાવવા માટે સ્થિરનો અર્થ નિષ્પકંપ કર્યો છે. ગમે તેવા રોગાદિ આવે તોપણ વ્રતમાંથી આરોગ્યદ્વિજની જેમ ચલાયમાન ન થવું. આ આરોગ્યદ્વિજ કોણ હતો અને તેણે કઈ રીતે વ્રત પાલન કરેલું તે જણાવવા માટે તેની કથા જણાવાય છે. ઉજ્જયિની નગરીમાં દેવગુપ્ત નામના બ્રાહ્મણને નંદા નામે ભાર્યા હતી. તેમને પૂર્વનાં દુષ્કૃત્યોને લઇને જન્મથી જ અતિરોગીષ્ઠ એવો એક પુત્ર હતો, અળખામણો હોવાથી તેનું નામ પાડ્યું ન હતું પણ લોકો તેને ‘રોગ’ કહેતા હતા. એકવાર ગોચરીએ આવેલા સાધુનાં ચરણોમાં તે પુત્રને મૂકી તેની રોગશાંતિનો ઉપાય પૂછ્યો. મુનિભગવંતે કહ્યું કે ગોચરી માટે
નીકળેલા અમે સાધુઓ કોઇની સાથે વાત કરતા નથી. તેથી મધ્યાહ્ન જયાં ગુરુ બિરાજમાન હતા ત્યાં ઉદ્યાનમાં જઇને, ગુરુને વાંદીને પૂછયું. જ્ઞાની ગુરુએ જણાવ્યું કે દુ:ખ-રોગ પાપથી આવે છે. અને પાપનો નાશ ધર્મથી થાય છે. પાપના નાશ વિના દુ:ખ ન જાય. પાપનો નાશ, બીજું પાપ કરવાથી ન થાય. અગ્નિથી બળતું ઘર જળના છંટકાવથી બુઝાય ને? અગ્નિથી અગ્નિ શાંત ન થાય તેમ પાપથી પાપ ન જાય. રોગ પાપથી આવ્યો હોય તો રોગને કાઢવા માટે પાપ ન કરાય. રોગને કાઢવો એ જ પાપ છે. રોગ સહન કરી લઇએ અને નવું પાપ ન કરીએ તો પાપ પણ જાય ને રોગ પણ જાય. ધર્મ કરવાથી જ પાપરહિત અને રોગરહિત બનાય. આ સાંભળીને તે ત્રણે પ્રતિબોધ પામ્યા અને શ્રાવક થયા. પેલો પુત્ર પણ ધર્મની ભાવનામાં દેઢ થઇને રોગને સહેવા લાગ્યો અને રોગની કોઇ પ્રકારે ચિકિત્સા કરાવતો નથી. તમને આવો જવાબ આપનાર ગુરુ મળે તો એમ લાગે ને કે આમનામાં કાંઇ માલ નથી, પ્રભાવ નથી. રોગ દૂર કરવા માટે મંત્રતંત્ર જડીબુટ્ટી બતાવે તેવા ગુરુ ગમે કે રોગ સહન કરીને ધર્મ કરવાનું કહે તેવા ? સ0 આપના પ્રભાવથી કોલસા પણ હીરા થાય ને ?
કોલસાના હીરા થાય એ તો તમારા પુણ્યનો પ્રભાવ. બાકી તમારા ઘરમાં પડેલા હીરા પણ લેવાનું મન ન થાય એ સાધુભગવંતોનો પ્રભાવ, દુઃખ ગુરુની કૃપાથી ન જાય, આપણાં
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૭૪
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૭પ