________________
પુદ્ગલ કે મનવચનકાયા સાચવવાથી સુખ મળે છે - એમ માન્યું છે માટે તે વાપરવાનું મન નથી થતું. આ કૃપળતા ટળે તો ધર્મમાં પુદ્ગલાદિ ચારે છૂટથી વપરાય. આ કૃપણતા ટળે પછી ભાવશ્રાવકના ગુણો સુધી પહોંચી શકાશે. સ૦ ગ્રંથકારશ્રીએ ભાવશ્રાવકના ગુણો જુદા કેમ બતાવ્યા ? આપણે ભેદ પાડ્યા માટે ગ્રંથકારશ્રીએ વર્ણવ્યા છે, ગ્રંથકારશ્રીએ નથી પાડ્યા. કેવળજ્ઞાની ભગવંત પણ જેવું છે તેવું જુએ છે. સંસારના ક્ષેત્રમાં બધું જ અસલ જોઇએ છે માટે ત્યાં દ્રવ્યભાવના ભેદ નથી પડતા. દ્રવ્ય જમણ ન ચાલે, દ્રવ્ય નિદ્રા ન ચાલે. જ્યારે અહીં અસલની જરૂર નથી, નકલી પણ ચાલે એવું છે માટે ભેદ પાડવા પડે છે. તમને કોઇ કહે કે ઘડો લાવો તો કાણો ઘડો ન લાવો ને ? અમારે ત્યાં અશુદ્ધ ધર્મને પણ ધર્મ કહે છે ! સાધર્મિકને બોલાવવાનું કહીએ તો જે મળે તે લઇ આવો ને ? સ૦ જૈન કુળમાં જન્મે તે સાધર્મિક નહિ ?
કપડાં પહેરે તે સાધુ કહેવાય ? વેપારીનો વેષ પહેરે એટલે ચોર મટીને શાહુકાર બની જાય ? આજે તો તમને પૂછવું પડે એમ છે કે ધર્મ જોઇએ છે માટે કરો છો કે ધર્મ કર્યા વગર ચાલે એવું નથી - માટે કરો છો ? ધર્મ જેઓને જોઇએ છે - એમની સંખ્યા તો પરિમિત છે. શાસ્ત્રકારો અર્થીને આપવાનું કહે છે. જે અર્થી નથી તેના માટે આ શાસ્ત્રની રચના નથી. આપણે અર્થી અને અનર્થી બન્યા માટે જ તો દ્રવ્ય અને ભાવ : એ બે ભેદ પાડ્યા.
ભાવશ્રાવકનાં છે લક્ષણો : ૨
જેટલું પીળું તેટલું સોનું નથી માટે તો ઝવેરી રાખવા પડે છે. સ૦ આંશિક તો અર્થીપણું છે માટે ધર્મ કરીએ છીએ !
જમવાનું આંશિક ચાલે ? પૈસા આંશિક ચાલે ? ઊંઘવાનું આંશિક ચાલે ? ત્યાં બધું પૂરું જોઇએ અને અહીં આંશિક ચાલે ને ? સમવસરણમાંથી જે લોકો દેશિવરતિ કે એકાદ વ્રત લઇને બહાર આવે તેઓને કોઇ પૂછે તો કપાળે હાથ મૂકતા અને કહેતા કે ગૌતમાદિ મહામુનિની જેમ ત્યાં બેસી જવાની જ જરૂર હતી. પણ અમારું ભાગ્ય નહિ, માટે આટલું જ લઇ આવ્યો. આંશિક લેનારને પણ દુ:ખ ભારોભાર હોય છે. આંશિકથી ચલાવવાની વાત કરે તેને અર્થીપણું ન હોય.
એકવીસ ગુણો મળે પછી ભાવશ્રાવકની યોગ્યતા આવશે. આજે કૃષ્ણતાનો ત્યાગ કરવો નથી અને લક્ષ્ય મજબૂત નથી, મૂઢતા એવી છે કે લક્ષ્ય બંધાતું જ નથી. શાસ્ત્રકારો કહે છે કે જેઓ ધર્મના અર્થી હોય અને સમુપસ્થિત હોય અર્થાત્ સામેથી આવેલા હોય તે ધર્મ કરવા માટે યોગ્ય છે. અર્થી પોતાની મેળે આવેલો હોય. આજે તો બોલાવવા માટે આયોજન કરવું પડે ને ? અર્થી અને આમંત્રિતમાં ફરક છે. આમંત્રિતની આગતાસ્વાગતા કરવી પડે. જ્યારે અર્થી તો પોતે જ કામે લાગે. આજે તમને જોઇતું નથી અને અમને આપવાની ઉતાવળ છે, માટે વસ્તુ પરિણામ પામતી નથી. સ૦ યોગ્યતા કેળવવા શું કરવું ?
પુદ્ગલ, શરીર, વચન અને મન : આ ચાર પ્રત્યેનો રાગ
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૩