________________
પણ ન થયા હોય એવા નૂતન દીક્ષિતો ઉત્સર્ગ–અપવાદની ચર્ચા કરવા માંડે. આપણે કહેવું પડે કે ભાઇ પહેલાં અભ્યાસ તો કરો. દશવૈકાલિકમાં અપવાદની નહિ, ઉત્સર્ગની જ વાત છે. ક્યાં પાપ છે?, કઇ રીતે બેસવું, ઊઠવું, બોલવું આ બધું જણાવ્યું છે. દવા પણ લેવાની ના પાડી છે. આ તો કહે કે અપવાદે બધું કરાય. આપણે સમજાવવું પડે કે જે પહેલાં ઉત્સર્ગમાર્ગે ચાલતો હોય તેના માટે અપવાદ છે. અપવાદ પડતાંને બચાવવા માટે છે, પહેલેથી પ્રવર્તવા માટે નહિ, આ તો દીક્ષા લેતાંની સાથે દવા કરવા માટે ગુરુથી જુદો પડે. પછી એક વાર છૂટો પડ્યો એ પડ્યો ! ગુરુથી જુદા થઈ પણ દવા કરવી છે, પણ ગુરુની સાથે દવા વિના જીવવું છે – એવો વિચાર ન આવે ને ? ભાવદવા તો ગુરુ પાસે જ મળશે, દ્રવ્યદવાની કિંમત નથી – માનો ને ? સ0 ગુરુ આજ્ઞા કરે તો ?
ગુરુ આજ્ઞા કરે છે તે તમારું મોટું જોઇને. તમને દવા વગર અસમાધિ થતી હોય તો ગુરુને આવી આજ્ઞા કરવી જ પડે ને ? તમે કહી દો કે મને આપની નિશ્રામાં સમાધિ છે, તો ગુરુને કાંઇ તમને છૂટા પાડવાના કોડ નથી. સમાધિ કોણ આપે ? ગુરુ કે ડૉક્ટર ? ૫.પૂ.મંગળવિજયજી મહારાજનો પ્રસંગ યાદ છે ને ? વિહારમાં ડોલીમાં દુઃખાવો ઊપડ્યો. ડોલીવાળાએ બામ ઘસી આપ્યો. એટલામાં સાહેબ પાછળથી ભેગા થયા. સાહેબે જોયું કે સારું નથી. જામનગર જવાનું હતું ત્યાં અગાઉથી સમાચાર
પહોંચાડી દીધા. ત્યાંના લોકોએ એબ્યુલન્સ તૈયાર રાખી હતી. સાહેબ પધારે એના પહેલાં તો પૂ. મંગળવિજયજી મહારાજને એબ્યુલન્સમાં સુવાડી દીધા હતા. જેવા સાહેબ પધાર્યા કે તરત કહ્યું કે આ શું કરો છો ? સાહેબ જાતે એબ્યુલન્સમાં ચઢીને પુ. મંગળવિજયજી મહારાજ પાસે ગયા અને તેમને પૂછ્યું કે સાહેબ ! આપને હોસ્પિટલમાં જવું છે? તેમણે કહ્યું – ના રે ! તું હોય તો મારે શું કામ છે ? ગુરુ મહારાજ જો હાજર હોય તો ડૉક્ટર પાસે જવું કે ગુરુ પાસે રહેવું ? સ0 રોગ અસાધ્ય હોય તો ?
તો તો દવા કરવાનું માંડી જ વાળીએ ને ? મારા ગુરુ મહારાજે માંડી વાળ્યું હતું. દવા વગર એક દિવસ ખાલી ન જાય. પણ છેલ્લે જોયું કે કશું જાય એવું નથી તો બધું બંધ કરી નાંખ્યું. ડૉક્ટરે તપાસીને કહ્યું કે ગળામાં કાંઇ તકલીફ નથી પરંતુ જાતે શ્વાસ લઇ શકે એટલી પણ શક્તિ નથી રહી તો કોળિયો કઇ રીતે ઉતારશે ? માટે તેમને કશું આપતા નહિ, નહિ તો વધારે પીડાશે. રોગ અસાધ્ય હોય તો દવાની પાછળ પડવું છે કે ત્યાગ કરવો છે? ભાવસમાધિ ગુરુ પાસે જ મળશે. સામાન્ય તકલીફ થાય ને જુદા પડી જાય, અવિરતિધર પાસે સેવા લેતા થઇ જાય - આવું નથી કરવું. સમુદાયમાં હોય તો સચવાઇ જાય – અવિરતિધરની સેવા લેવી ન પડે, વિરતિધર સેવા કર્યા વિના ન રહે. આ બાજુ પૂ. મંગળવિજયજી મહારાજને નીચે ઉતારી દીધા. સાહેબે નવકાર
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૬૪
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૬૫