________________
આથી રાજાએ તે પુત્રનું સંપ્રતિ નામ પાડી દસ દિવસમાં તેનો રાજ્યાભિષેક કર્યો.
આ રીતે પૂર્વભવના એક દિવસના ચારિત્રના પાલન દ્વારા જે પુણ્ય ઉપાર્જિત કર્યું તેના પ્રભાવે જનમતાંની સાથે જ રાજય મળ્યું. ત્યારબાદ સંપ્રતિ રાજા થયો. અને એક વાર શ્રી આર્યસુહસ્તિમહારાજને જોઇને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેમણે ગુરુને પૂછ્યું કે ભગવદ્ ! સામાયિક ચારિત્રનું ફળ શું ? ત્યારે ગુરુએ કહ્યું કે અવ્યક્ત સામાયિકનું ફળ રાજ્યાદિક સમૃદ્ધિ છે અને વ્યક્તસામાયિકથી સ્વર્ગ અથવા મોક્ષ મળે છે. રાજાના કહેવાથી ગુરુએ પણ ઉપયોગ મૂકીને તેને ઓળખ્યો. સંપ્રતિરાજાએ ગુરુ પાસે આજ્ઞા માંગી કે – શું કરું ? ત્યારે નિકાચિત ચારિત્રમોહનીય કર્મના યોગે દીક્ષા માટે અયોગ્ય જાણી આચાર્યભગવંતે શ્રાવકધર્મને સ્વીકારવા જણાવ્યું. પછી તો તમે જાણો જ છો. નેવું હજાર જીર્ણોદ્ધાર કરાવ્યા, છત્રીસ હજાર નૂતન જિનમંદિર બંધાવ્યાં. અણુવ્રત, ગુણવ્રતને સ્વીકારી ગુરુસેવામાં તત્પર બનેલા સંપ્રતિમહારાજાએ સામંત રાજાને પ્રતિબોધ પમાડ્યા. સાધુઓને દાનાદિક વાત્સલ્ય કર્યું, સાધર્મિક જનોને ઉન્નતિ પમાડી. અનાર્ય દેશમાં પણ લોકોને ઉપશમ પમાડી તે દેશને સાધુઓના વિહારને યોગ્ય બનાવ્યો. આજે પણ સંપ્રતિમહારાજાએ ભરાવેલાં બિંબ જુદા તરી આવે છે અને તેમાં અત્યંત ભાવ પણ આવે છે. નૂતન પ્રતિમાજી એના કરતાં આલાદક હોવા છતાં તેમાં ભાવ નથી
આવતા : આવી ઘણાની ફરિયાદ છે. આપણામાં ભાવ હોય તો આપણે દુનિયામાં ભાવ લાવી શકીએ.
ભાવશ્રાવકનું છેલ્લું લક્ષણ છે પ્રવચનકુશળતા. શાસ્ત્રકારોએ આ લક્ષણ છેલ્લું રાખ્યું છે. જયારે આપણે ત્યાં આ લક્ષણ પહેલાં આવી ગયું છે. બધા શ્રાવકો ભણ્યા વગર જ ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચયવ્યવહારના જ્ઞાતા થવા માંડ્યા છે. અહીં જણાવ્યું છે કે જેણે ૧. સૂત્ર, ૨. અર્થ, ૩. ઉત્સર્ગ, ૪. અપવાદ, ૫. ભાવ(નિશ્ચયનયનો અભિપ્રાય) અને ૬. વ્યવહાર : આ છમાં કુશળતા પ્રાપ્ત કરી હોય તેને પ્રવચનકુશળ કહેવાય. સૂત્ર એટલે શ્રાવયોગ્ય સૂત્ર કે જે અષ્ટપ્રવચનમાતાના જ્ઞાનથી માંડીને દશવૈકાલિકસૂત્રના ચોથા અધ્યયન સુધીનાં સૂત્રો છે, તે ભણે. બીજા પણ કર્મગ્રંથ વગેરે આચાર્યભગવંતે પ્રસન્નતાથી કહેલા ગ્રંથો ભણવા. તેનો અર્થ સુતીર્થ એટલે કે સૂત્રાર્થના જાણકાર, જેમણે પોતાના ગુરુ પાસે સુત્રાર્થના પરમાર્થ પ્રાપ્ત કર્યો હોય તેમની પાસે ભણવો, સાંભળવો; જાતે નહિ. કારણ કે કહ્યું છે કે શાસ્ત્રમાં કહેલી સર્વ ક્રિયાઓ ગુરુને જ આધીન હોવાથી હિતેચ્છુએ ગુર્વારાધનમાં તત્પર રહેવું. ઉત્સર્ગ અને અપવાદ તો જિનમતને વિષે પ્રસિદ્ધ છે. તેના વિષયવિભાગને શ્રાવક યથાર્થપણે જાણે છે. કેવળ ઉત્સર્ગ કે કેવળ અપવાદ પ્રમાણભૂત નથી. ગુરુના ઉપદેશથી શ્રાવકે બંનેના અવસરને જાણવો જોઇએ. આજે તો વગર ભણેલા ગીતાર્થો ઉત્સર્ગ-અપવાદની વાતો કરવા લાગ્યા છે. દશવૈકાલિકના જોગ
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૬૨
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૬૩