________________
અને પોતાની ઉપર આ રીતે ઉપકાર કરનાર મહાત્માઓની, તેમના ધર્મની, દેવની ખૂબ અનુમોદના કરવા લાગ્યો. આ પ્રમાણે અવ્યક્ત સામાયિક વ્રતવાળો અને શુભપરિણામી તે મધ્યરાત્રિએ વિશૂચિકાવ્યાધિથી મરણ પામ્યો. ત્યાંથી મરીને પાટલીપુત્રનગરમાં ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસારના પુત્ર અશોકશ્રીનો પુત્ર જે કુણાલ હતો તેના પુત્ર તરીકે જન્મ્યો. અશોકશ્રીરાજાને કુણાલ અતિવહાલો હોવાથી તેને બાળપણમાં જ યુવરાજપદવી આપી તેને સપત્નીઓના ભયથી મંત્રીશ્વરની નજર હેઠળ ઉજ્જયિનીનગરીમાં રાખ્યો હતો. એક વાર તેને કળાગ્રહણને યોગ્ય જાણી મંત્રીશ્વરને પત્ર લખીને અધીયતાં માર: । (કુમારને ભણાવવો) એમ જણાવ્યું. અચાનક કામ આવતાં એ પત્ર એવો ખુલ્લો મૂકીને રાજા અન્યત્ર ગયો. ત્યાં કુમારની ઓરમાન માતા આવી, તેણે વાંચ્યું. ઇર્ષ્યા અને દ્વેષથી કુમાર રાજા ન થાય તે માટે નખેથી આંખનું કાજળ કાઢી Y ઉપર અનુસ્વાર કર્યો. રાજાએ તો થોડી વારમાં ત્યાં આવી પત્ર એવો જ બીડીને મોકલાવી દીધો. મંત્રીશ્વરે વાંચ્યું કે - ઊંધીયતાં વુમાર: । (કુમારને આંધળો કરવો) આવો આદેશ રાજા કરે નહિ. મંત્રીશ્વરને વિચારમાં પડેલા જોઇને કુણાલે જાતે પત્ર વાંચ્યો અને પિતાના આદેશ પ્રમાણે લોઢાની તપાવેલી શલાકાને આંજી અંધ બનવા તૈયાર થયો. મંત્રીશ્વરોએ ઘણું સમજાવ્યું કે આપણે આ આદેશની ખાતરી કરીએ પછી શું કરવું એ વિચારીએ છતાં કુણાલે માન્યું નહિ અને પોતાની જાતે પોતે અંધ થયો.
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૬૦
સ૦ કુણાલે ચોકસાઇ કરી હોત તો કાંઇ વાંધો હતો ?
કુણાલને લાગેલું કે બાપાની આજ્ઞાની ચોકસાઇ કરવાની ન હોય. તમને જોકે એ નહિ સમજાય. કારણ કે તમારી ટેવ તો ભગવાનની અને ગુરુની આજ્ઞાની પણ ચોકસાઇ કરવાની છે ને ? આ બાજુ કુણાલ સંગીતમાં નિપુણ થયો અને તેમાં આનંદથી સમય પસાર કરવા લાગ્યો. પેલો ટૂંકનો જીવ કુણાલની પત્નીની કુક્ષિમાં આવ્યો. તે વખતે રાણીએ ઉત્તમ સ્વપ્ર જોયું હતું. એ સ્વપ્નફળના આધારે કુણાલે વિચારેલું કે આ કોઇ ઉત્તમ જીવ લાગે છે. તેને પિતાના રાજ્યની પ્રાપ્તિ થાય તો સારું. તેથી પિતાને પ્રસન્ન કરવા પોતાની પ્રિયા સાથે પાટલીપુત્ર જઇને વસ્યો અને ગીત-સંગીત કળાથી લોકોને આત્કૃષ્ટ કરી અતિપ્રસિદ્ધિને પામ્યો. તેથી કૌતુકથી રાજાએ તેને ગીત સાંભળવા બોલાવ્યો. પરંતુ નેત્રરહિત હોવાથી રાજા આગળ પડદામાં તેને રાખ્યો. તેના સંગીતથી ખુશ થઇ રાજાએ તેને વરદાન માંગવા કહ્યું. એટલામાં જ કુણાલના સેવકે પુત્રજન્મની વધામણી આપી. આથી કુમારે ગીતમાં ગાયું કે ચંદ્રગુપ્તનો પ્રપૌત્ર, બિંદુસારનો પૌત્ર, અશોકશ્રીનો પુત્ર ‘કાગણી' યાચે છે. આ રીતે કુણાલને ઓળખી રાજા હર્ષથી તેને ભેટ્યો અને પૂછ્યું કે આવી તુચ્છ માંગણી કેમ કરી ? ત્યારે મંત્રીશ્વરે કહ્યું કે આ મૌર્યવંશમાં કાગણીનો અર્થ રાજ્ય થાય છે. રાજાએ કહ્યું કે તું રાજય માટે અયોગ્ય છે, તારો કોઇ પુત્ર છે ? ત્યારે તેણે કહ્યું કે સંપ્રતિ(હમણાં જ) જન્મ્યો છે.
ભાવશ્રાવકનાં છે લક્ષણો - ૧૬૧