________________
મળે છે - આવું જે જાણે છે તે દાતા જ દાનમાં વિચક્ષણ છે. આથી જ “આ ગ્રહણ કરો અને મને તારો (SICXHde}NCYS, AP)' આ ભાવનાથી સુપાત્રદાન કરવાનું જણાવ્યું છે. બીજા ઉપર ઉપકાર કરવા માટે દાન નથી આપવાનું કહ્યું છે કે જે મનુષ્ય મનવચનકાયાની ગુપ્તિવાળા મુનિઓને ઔષધાદિક આપે છે તે ભવે ભવે શુદ્ધ અધ્યવસાયના-(બોધિના) વિસ્તારને પામે છે તથા નીરોગી થાય છે.
ચોથી સેવા છે ગુરુ પ્રત્યે અંતરથી બહુમાન રાખવું. બહુમાન રાખવું એટલે મનની પ્રસન્નતાપૂર્વક ગુરુગુણની શ્લાઘા કરવી તથા ગુરુના ભાવને-ચિત્તવૃત્તિને અનુસરવું. ગુરુને જે ગમે તે જ કરવાનું. ગુરુને જે ન ગમતું હોય તે નહિ કરવાનું. આનું નામ ગુરુ પ્રત્યેનું બહુમાન. સ0 ગુરુની આજ્ઞા જોવાની કે શું ગમે છે એ જોવાનું?
ગુરુની આજ્ઞા તો જોવાની. પરંતુ એ આજ્ઞા પાળતી વખતે ગુરુને જે રીતે અનુકૂળ હોય તે રીતે કરવાનું. ગુરુએ પડિલેહણ કરવાની આજ્ઞા કરી હોય તો જેમ-તેમ ઢગલો કરીને નહિ મૂકવાનો. કપડાંની ગડી પણ ગુરુને જેમ ઇષ્ટ હોય તેમ વાળવાની. કાપ કાઢવાની આજ્ઞા કરી હોય તો તે પણ આપણને ફાવે તેમ નહિ કાઢવાનો. એમને જેવું ગમતું હોય તે રીતે જ કાઢવાનો, કપડાં પણ એ રીતે સૂકવવાના. સ0 આટલું બધું કરવાની યોગ્યતા અમારામાં નથી – એમ લાગે છે.
યોગ્યતા નથી – એમ લાગે છે તો કેળવવી છે કે ઘરભેગા થવું છે? નિશાળમાં ભણવા બેઠા ત્યારે બુદ્ધિશાળી હતા કે બુદ્ધ ? છતાં શું કર્યું ? યોગ્યતા કેળવી ને ? અહીં નથી કેળવવી ને ? યોગ્યતા કેળવવા માટે રહેવું હોય તો અમે રાખવા તૈયાર છીએ પણ પોતાની રીતે રહેવા માંગે તેને ન રાખીએ. ગુરુને ગમે, ગુરુને ફાવે, ગુરુને માફક આવે એ રીતે ગુરુની સેવા કરવી તેનું નામ ગુરુ પ્રત્યેનું બહુમાન.
આ ગુરુસેવાના વિષયમાં શ્રી સંપ્રતિમહારાજાનું કથાનક આપ્યું છે. આ કથાનક તો સુપ્રસિદ્ધ છે. આપણે ટૂંકમાં જોઇ લઇએ. શ્રી આર્યસુહસ્તિસૂરિ મ. એક વાર પરિવાર સહિત કૌશાંબીનગરીમાં પધાર્યા. તે સમયે ત્યાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. બીજા ભિક્ષુકોને ભિક્ષા મળતી ન હતી. સાધુઓને ધનાઢ્યનાં ઘરોમાંથી સંપૂર્ણ ભિક્ષા મળતી. એક ભિખારી અત્યંત ભૂખ્યો થયેલો. તેણે સાધુઓને આ રીતે ભિક્ષા લેતા જોઇ તેમની પાસે અત્યંત કાકલુદીભર્યા સ્વરે ભિક્ષાની માંગણી કરી. સાધુઓએ કહ્યું કે આ ભિક્ષાના અધિકારી અમે નથી અમારા ગુરુભગવંત છે. એમની આજ્ઞા વિના અમે કશું આપી ન શકીએ. આથી પેલો રંક ગુરુ પાસે આવ્યો. ગુરુએ જ્ઞાનથી જોયું કે જીવ યોગ્ય છે, લાભ થશે. એમ સમજીને તેને કહ્યું કે તું પ્રવ્રજયા ગ્રહણ કરે તો તારી જે ઇચ્છા હોય તે અમે આપીએ. કે પ્રવ્રજયા લીધી. ગુરુએ તેની ઇચ્છા મુજબ સ્નિગ્ધ આહાર આપ્યો. તેથી ખૂબ સંતોષ પામ્યો
ભાવશ્રાવકનાં છ લક્ષણો ૧૫૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૫૯