________________
વરઘોડો જોવા નહિ જવાનું, વરઘોડામાં જવાનું. ભગવાનનો વરઘોડો હોય તો તેમાં આપણે હાજરી આપવાની, જોવા નહિ ઊભા રહેવાનું. વરઘોડો તો લોકો શાસનની અનુમોદના કરે માટે કાઢવાનો છે. જેઓ શાસનના પરમાર્થને પામેલા હોય તેઓ વરઘોડો જોવા ન ઊભા રહે, વરઘોડો કાઢે. કાઢવાની શક્તિ ન હોય તો સાથે ફરી શકે ને ? જેનું સામર્થ્ય ન હોય તેવા ઊભા રહે – એ જુદી વાત. પણ સામર્થ્ય હોય તે તો વરઘોડામાં ફરે જ ને ? સ૦ ભગવાનનો નહિ પણ તપસ્વીનો વરઘોડો હોય તો ?
તપસ્વીએ પણ ભગવાનના શાસનનો જ તપ કર્યો છે તો તેનું બહુમાન નહિ કરવાનું ? ચંપાશ્રાવિકાએ તપ કર્યો તો ત્યારે સાજનમહાજન ભેગું થયું હતું માટે પ્રભાવ પડ્યો ને ? બધા બારીએથી જોવા ઊભા રહ્યા હોત તો ચંપાશ્રાવિકાને એકલાં જ જવાનો વખત આવત ને ? સાજનમહાજન ભેગું હતું ત્યારે તો અકબર બાદશાહે પૂછ્યું, પરીક્ષા કરી અને છેવટે પોતે પણ પ્રતિબોધ પામ્યા. આજે તો ચોમાસા વગેરે માટે આચાર્યભગવંતાદિનો પ્રવેશમહોત્સવ કરે ત્યારે સામૈયામાં કેટલા હાજર હોય ? જેટલા બેન્ડવાળા હોય એટલા ય નહિ ને ? આજે તો સાધુસાધ્વી પણ સામૈયામાં જોવા ન મળે. પહેલાં તો અમારે ત્યાં એવો રિવાજ હતો કે બધાં સાધુસાધ્વી ઉપધિ બાંધીને સામૈયામાં ફરે. કારણ કે આચાર્યભગવંતની આગળ, તેમના પહેલાં જવાય નહિ. આગળની મકાનની વ્યવસ્થા વગેરે માટે જવું પડે તો એકાદ
ભાવશ્રાવકનાં છ લક્ષણો = ૯૮
બે જણ જાય, બધા ન જાય. આજે ન તો સાધુસાધ્વી હાજર હોય ન તો શ્રાવકશ્રાવિકા હાજર હોય, માત્ર આચાર્યભગવંત સાથે એકાદ-બે સાધુ અને જેના ઘરનું સામૈયું હોય તેના બે-ચાર માણસો હોય. આ રીતે સામૈયું કરે તો શાસનની ઠેકડી ઉડાડવા જેવું થાય ને ? જેને બહુમાન ન હોય એવાઓ સાધુનું બહુમાન કરે તો આ જ દશા થાય. શાસનની આરાધના ન થાય તોપણ શાસનની સાથે રમત ન કરવી.
સ૦ શાસ્ત્રમાં એવું આવે છે કે સાધુભગવંત વિશિષ્ટ તપ-સાધના કરીને આવ્યા હોય તો બહાર ઉદ્યાનમાં ઊતરે અને સંઘમાં કહેવડાવે પછી સામૈયાસહિત પ્રવેશ કરે. એટલે સામૈયા વગર ન અવાય ને ?
સામૈયા વગર ન જવાની વાત તો જેઓ બહુમાનવાળા હોય તેઓને આશ્રયીને છે. જેઓને બહુમાન જ ન હોય તેવાઓ સામૈયા ન કરે એ જ સારું છે. આ માત્ર વ્યવહાર સાચવવાની વસ્તુ નથી. ભગવાનનું શાસન લોકોના હૈયા સુધી પહોંચાડવાનું સાધન છે. જેના હૈયામાં શાસન હોય તે બીજાના હૈયામાં શાસન પહોંચાડી શકે. જેને કરવું જ હોય તેની પાસે તો ઘણા રસ્તા છે. જમણવાર રાખે તો લોકો આવે ને ?
સ૦ જમવાની લાલચ આપી ન કહેવાય ?
આ લાલચ આપવાની વાત નથી, અનુકૂળતા સાચવવાની વાત છે. પ્રભાવનાની અગાઉથી જાહેરાત કરવી તે લાલચ આપી ભાવશ્રાવકનાં છ લક્ષણો * ૯૯