________________
આત્મસાત કરીને જ તેઓશ્રી ભાવસાધુપણા સુધી પહોંચ્યા હતા. આપણે જે ઋજુવ્યવહારગુણની વાત કરી એ ગુણ આ મહાત્મામાં હતો. એના યોગે જ તેઓ આગળ વધ્યા હતા. તેમનો વ્યવહાર સંસારમાં તો ચોખ્ખો હતો, પરંતુ સાધુપણામાં પણ એ જ સરળતા હતી. ભગવાન અને ગુરુભગવંત જે કહે તે સ્વીકારી લીધું. કોઇ દિવસ “પણ” કહીને દલીલ નથી કરી. આજ્ઞાના પાલનને અનુકૂળ બનવા પ્રયત્ન કર્યો પણ દલીલ તો જિંદગીમાં કરી નથી. આગળ જે ગુરુશુશ્રુષા વગેરે ગુણો બતાવ્યા છે તે પણ તેમણે આત્મસાત્ કર્યા હતા, આપણે આજના વિષયમાં ભેગા જ તેઓશ્રીના ગુણોના અનુવાદ કરવા છે. તેઓશ્રીનો વ્યવહાર સંસારમાં પણ એટલો ચોખ્ખો હતો કે ગમે તે માણસ તેમના પર વિશ્વાસ મૂકતો. એ જ ગુણ સાધુપણા સુધી લાવ્યા હતા. એક વાર આચાર્યભગવંતને અને બીજા એક મહાત્માને અરસપરસ આલોચનાની નોટ ઉતરાવવી હતી. આ ઉતારવાનું કામ કોને સોંપવું તે વિચાર કરતાં સાહેબે કહ્યું કે અમરગુપ્તવિજયજી ઉતારી આપશે. કેવો વિશ્વાસ હશે ? આચાર્યભગવંતે લખવા આપ્યું હોય તો તે લખી લેવાનું. તેના શબ્દનો અર્થ વિચારવા નહિ બેસવાનું. વાંચવા નહિ બેસવાનું. માત્ર ચીંધ્યું હોય એટલું જ કામ કરવાનું. ઉતારવાનું કહ્યું છે તો ઉતારી દેવાનું, વચ્ચે આપણું માથું નહિ ચલાવવાનું. આજે તો અમે ટપાલ પોસ્ટ કરવા માટે આપી હોય તોય એડ્રેસ વાંચી લે. ગુરુનું કામ તો ચિઠ્ઠીના ચાકરની જેમ કરવાનું. ચિઠ્ઠીનો ચાકર કેવો
હોય ? ચિઠ્ઠી પહોંચાડે, વાંચે નહિ તેવો. તેઓશ્રી ભાવશ્રાવકપણું પામીને સાધુપણા સુધી પહોંચ્યા હતા, પરંતુ તે માટે તેઓશ્રીનો પ્રચંડ પુરુષાર્થ હતો. તેમનું સામાયિક પ્રતિક્રમણ એવું કે કોઇની તાકાત નહિ કે તેમની સાથે વાત કરે. દુકાનની ચાવી એમની પાસે હોય, બાજુમાં મૂકી હોય છતાં તેમને પૂછી ન શકાય. આપણે તો સામાયિકમાં પ્રભાવના પણ મુકાવીએ ને ? સામાયિકમાં પ્રભાવના અડાય નહિ – એટલું જ, પણ મુકાવાય તો ખરી ને ? સવ અમારે સામાયિક, પ્રતિક્રમણ, પૌષધમાં પ્રભાવના કેવી
રીતે કરવી ?
તેઓ સામાયિક, પૌષધ પારે તે વખતે હાજર રહેવાનું. આપણે યોગ્ય માર્ગે ચાલીએ તો બીજાને પણ ઉન્માર્ગે ચાલવાનો વખત ન આવે. આ મહાપુરુષને આચાર્યભગવંતનો પરિચય વિ.સં. ૧૯૯૩માં થયો. તેમના મોટા ભાઇ વિ.સં. ૧૯૯૨માં આચાર્ય-ભગવંતના પરિચયમાં આવ્યા. તેમના વ્યાખ્યાન સાંભળીને મોટા ભાઇએ સાહેબને વિનંતિ કરી કે મુરબાડ ગામે પધારો કે જેથી મારા કુટુંબના સૌ જનોને આપની વાણીનો લાભ મળશે અને તેઓ ધર્મને સમજી શકશે. સાહેબે એ વિનંતિ સ્વીકારી અને વિ.સં. ૧૯૯૩માં મુરબાડ ગામમાં પધાર્યા. તે વખતે તેમણે આચાર્ય-ભગવંતનું વ્યાખ્યાન પહેલી વાર સાંભળ્યું. એક જ વ્યાખ્યાનથી તેમના હૈયામાં ચારિત્રનું બીજ રોપાયું. ત્યાર બાદ ઓગણીસ વરસ સંસારમાં કાઢ્યા. આચાર્યભગવંતના ગયા બાદ
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૩૨
ભાવશ્રાવકનાં છ લક્ષણો ઃ ૧૩૩