________________
અને તેથી પોતાનું ભવભ્રમણ વધે છે. જેઓ ઉપર જણાવેલા ચાર પ્રકારના ઋજુવ્યવહારને જાળવતા નથી, તેઓના તેવા વર્તનથી મિથ્યાદૃષ્ટિ લોકો એવું કહે છે કે ‘ધિક્કાર થાઓ – જિનશાસનને કે જે, લોકોને સજ્જનો દ્વારા નિંદિત એવા પણ અસત્યભાષણાદિથી નિવૃત્ત થવાનું ફરમાવતું નથી.’ આ પ્રમાણે નિંદા કરવાથી તે સેંકડો જન્મ સુધી બોધિને પામતો જ નથી. અને આવા અબોધિના બીજમાં નિમિત્ત બનવાના કારણે શ્રાવક પણ અનંત સંસારને વધારે છે.
અન્યદર્શનમાં પણ જૈનોની છાપ સારી છે. એ છાપ આપણે બગાડવાની જરૂર નથી. એક સ્થાને અમે ચાતુર્માસમાં રહેલા. ત્યાં નીચે પ્રાથમિક સ્કૂલના છોકરાઓ રમતા હતા. તેમાં રમતાં રમતાં છોકરાઓ અંદર-અંદર ઝઘડવા લાગ્યા. તેમાં એક પારસીની છોકરીએ જૈનની છોકરીને કહ્યું કે, ‘તું જૈન થઇને જૂઠું બોલે છે ?” આ સાંભળીને અમને પણ થયું કે અન્ય દર્શનના છોકરાના હૈયામાં પણ જૈનોની છાપ કેવી છે ? જૈનો ખોટું ન જ બોલે ને ? આજે જૈનો માટે જ નહિ; સાધુસાધ્વી, આગળ વધીને આચાર્યભગવંત માટે પણ એવું કહી શકાય એવું રહ્યું નથી. કાળ તો ખરાબ છે જ. પરંતુ આપણે સારા થવું હોય તો કાળને દોષ આપવાને બદલે આપણે સાવધાનીપૂર્વક જીવવા માંડવું છે.
આપણે લોકોની વચ્ચે રહેતા હોઇએ તો એનો અર્થ એ નથી કે બધા પર વિશ્વાસ રાખવો છે. પરંતુ એક વસ્તુ નક્કી છે કે વિશ્વાસઘાત તો એક પણ વ્યક્તિનો નથી કરવો. ઋજુ અને પ્રાજ્ઞ
જીવો ધર્મ કરવા માટે યોગ્ય છે. એ વાત આપણે જાણીએ છીએ. બાવીસ તીર્થંકરના શાસનના જીવો ઋજુ અને પ્રાજ્ઞ હોય. પહેલા તીર્થંકરના શાસનના જીવો ઋજુ અને જડ હોય છે, છેલ્લા ભગવાનના શાસનના જીવો વક્ર અને જડ હોય છે. આમાં એક વસ્તુ માર્મિક છે કે ત્રેવીસ તીર્થંકરભગવંતોના શાસનના જીવો ઋજુ હોય છે. ઋજુ માટે ધર્મ સુખે કરીને આરાધ્ય છે. વક્ર જીવો માટે દુરારાધ્ય છે. સ, આપણે તો છેલ્લા ભગવાનના શાસનમાં હોવાથી વક્ર અને
જડ છીએ ને ?
રોગચાળો ફાટી નીકળ્યો હોય તો મરી જવાનું કે બચવા માટે પ્રયત્ન કરવાનો ? ગમે તેટલી વક્રતા હોય તોપણ તે વક્ર વસ્તુને પાણીમાં પલાળવામાં આવે તો તે સરળ બની જાય. તેમ અહીં પણ જિનવાણીમાં ભીંજાઇએ તો વક્રતા નાશ પામ્યા વિના ન રહે. કોઇ પણ ઠેકાણે ગૂંચવાડાવાળો વ્યવહાર ન જોઇએ. જેને જે કહેવું હોય તે ચોખું આગળ જ કહી દેવું. મોઢે સારું લગાડવા મીઠું કહેવાનું અને પાછળ બીજું બોલવાનું એ ઋજુવ્યવહાર નથી. ઋજુ બનવા માટે જિનવાણીમાં ભીંજાવું જ પડશે, આજ્ઞાને પરતંત્ર બનવું જ પડશે. આજે આપણા આ ચાલુ વિષયના અનુસંધાનમાં જ એ મહાપુરુષને યાદ કરી લેવા છે કે જેઓ આજના દિવસે કાળધર્મ પામ્યા હતા. તેઓશ્રીની સ્વર્ગારોહણતિથિ નિમિત્તે ગુણાનુવાદ આ પ્રસંગે સાથે જ કરવા છે. કારણ કે ભાવશ્રાવકના આ ગુણો
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૩૦
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૩૧