________________
હિંસક અને દુષ્ટ મનવાળા લોકોની પાડોશમાં ન રહેવું. કારણ કે સપુરુષો કુસંગતિની નિંદા કરે છે. તેથી સપુરુષો વડે નિંદનીય એવી કુસંગતિનો ત્યાગ કરવો. તેમ જ જ્યાં સમકિતને ભેદનારી તેમ જ ચારિત્રથી ભ્રષ્ટ કરનારી વિકથા પ્રવર્તતી હોય તેવું અનાયતનનું સ્થાન મહાપાપનું કારણ છે. અનાદિકાળથી વિકથામાં સુખ છે એવા સંસ્કાર પડ્યા છે તેને ટાળવા માટે આ બધાથી દૂર રહેવું જ પડશે. નહિ તો શ્રદ્ધા ક્ષણવારમાં નાશ પામી જશે. શ્રદ્ધા
ક્યાં ટકે ? જ્યાં સુખનો લેશ ન હોય ત્યાં. સુખનો છાંટો પણ જ્યાં હોય ત્યાંથી શ્રદ્ધાને જતાં વાર નહિ લાગે. આથી જ તો ચક્રવર્તીના આત્માઓ માટે પણ સાધુપણામાં એકે છૂટ નથી. વિષયોની હાજરીમાં અનાસક્ત રહેનારાને પણ ચારિત્રનું પાલન કરવા માટે વિષયોનો ત્યાગ કરવો જ પડે. સ) છ મહિના સુધી અંતઃપુર પાછળ ફરે છતાં રૂંવાટું ય ન
ફરકે – એ કેવું ?
તમારી જેમ. ભિખારી તમારી પાછળ ફરફર કરે છે છતાં તમારું રૂંવાટું ય ફરકતું નથી ને? તમને જેમ પૈસો છોડવાજેવો નથી : આ શ્રદ્ધા મજબૂત છે તેમ એમને સુખ ભોગવવા જેવું નથી, આ શ્રદ્ધા મજબૂત હોય. ચક્રવર્તીના આત્માઓ સંસારમાં રહ્યા વિષયોનો ભોગવટો કર્મયોગે કરે છે, બાકી અનાસક્તભાવ તો પહેલાં ય હતો ને પછી ય વૃદ્ધિ પામેલો. સુખ ભોગવવા જેવું ન માને તેનું નામ સમ્યક્ત. સુખ ભોગવવું પડે તો સમ્યકત્વ હોય પણ સુખ
ભોગવે તો સમ્યકત્વ ન હોય. સુખ ભોગવવાજેવું ન માને તે સુખ ભોગવે નહિ, એને ભોગવવું પડે એ જુદી વાત. સુખ ભોગવવાજેવું માને તેનું નામ મિથ્યાત્વ. દુ:ખ ભોગવવા જેવું માને તેનું નામ સમ્યકત્વ. એ જ રીતે દુ:ખ કાઢવાજેવું માને તે મિથ્યાત્વ અને સુખ કાઢવાજેવું માને, ભોગવવા જેવું ન માને તેનું નામ સમ્યકત્વ. સ0 સમકિતી સાતવ્યસન સેવે છતાં સુખ ભોગવવા જેવું ન
માને - એ કઇ રીતે સમજવું ?
સમકિતીનાં સાત વ્યસન કરતાં તમારું વિગઇનું સેવન ટક્કર મારે એવું છે ! એ મદિરા જે રીતે પીએ એ રીતે તો તમે ચા-દૂધ પણ નથી વાપરતા. માંદો માણસ મોસંબીનો રસ જે રીતે પીએ તે રીતે સમકિતી સાત વ્યસન સેવે. આપણે સાત વ્યસન સેવનારા સમકિતીની ચિંતા નથી કરવી, એની ચિંતા શાસ્ત્રકારોએ કરી છે. આપણે આપણું સમ્યક્ત્વરત્ન કે વિરતિરત્ન ચોરાઇ ન જાય માટે આયતનમાં જ જવું. જેની શ્રદ્ધા સારી હોય, જ્ઞાન સારું હોય અને ચારિત્ર સારું હોય તેની સાથે વાસ કરવો. તેમ જ જયાં સમ્યક્ત્વચારિત્રને ભેદનારી કથા ચાલતી હોય ત્યાં પગ ન મૂકવો. કારણ કે તેવાઓ બધાને દેવ, બધાને ગુરુ અને દરેક ધર્મને ધર્મ માનવાની વાત કરી આપણું સમ્યકત્વ લૂંટી લે. એવાઓ આ વાત એવી સિફતથી રજૂ કરે કે તમને ગમી જાય. ‘ધર્મ તો એકાંતે સારો છે, ભગવાનના શાસનમાંથી જ આ પંથો પડ્યા છે માટે તેમને મિથ્યા ન માનવા. જ્યાં જેટલું સારું હોય એટલું લઇ લેવું - નિંદા તો
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૮૨
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૮૩