________________
કોઇની ન કરાય, તો દેવગુરુધર્મની તો કેવી રીતે કરવી ?' આવી વાત કરે તો તમને ગમી જાય ને ? પછી તમારી શ્રદ્ધાનું શું થાય ? આજે અમને પૂછવા આવે કે ફલાણાના વ્યાખ્યાનમાં જવાય. અમારે કહેવું પડે કે તમારી શ્રદ્ધા એટલી તકલાદી છે કે તમારે ક્યાંય જવું નહિ. ભાવશ્રાવક શ્રદ્ધા-સંપન્ન હોવા છતાં જો આવા સ્થાને ન જતો હોય તો તમારે ક્યાંથી જવાય ? કોઈ પૂછે કે કેમ નથી આવતા ? તો કહેવું કે મેં સમ્યકત્વ ઉચ્ચર્યું છે તે ટકી રહે માટે નથી આવતો. ડૉક્ટરની દવા ચાલતી હોય તો ડૉક્ટર ના પાડે ને કે બહારની હવા લાગી ન જાય - તેની કાળજી રાખજો . તેમ અહીં પણ સમજી લેવું.
તમારા વ્રતની રક્ષા માટે જેમ આયતનમાં વસવાનું જણાવ્યું છે તેમ સાધુઓને પણ શ્રાવકના બંગલા-ઘરોમાં ઊતરવાની ના પાડી છે. પહેલાના કાળમાં સાધુભગવંતો ઉદ્યાનમાં અથવા ઘોડાની પરસાળમાં, ગજશાળા વગેરેમાં ઊતરતા; જયાં સુખનું સાધન જોવા ન મળે. આથી સાહેબજી પણ શ્રાવકોના બંગલામાં ઊતરવા રાજી ન હતા. કારણ કે ત્યાં મંદપરિણામી સાધુ અનુમોદના કરી બેસે. રાજામહારાજાઓ માટે રાજમહેલમાં જવું પડે તો માત્ર આચાર્યભગવંત જાય, બધા નહિ, સાધુઓના સંયમની ચિંતા આચાર્યભગવંત ન કરે તો કોણ કરે ? એક વાર આ અમદાવાદમાં કેટલાક સાધુઓ વિહારમાં બાજુમાં બીજો રસ્તો હોવા છતાં કાંકરિયા ગાર્ડનમાંથી આવ્યા. બપોરે માંડલીમાં
સાહેબજીએ એ સાધુઓની ધૂળ કાઢી નાંખી. સુખનો પડછાયો પણ જો પડી જાય તો સંયમનો નાશ થતાં વાર ન લાગે. સાધુપણામાં પણ જો આટલી સાવધાની રાખવાની હોય તો શ્રાવકે વ્રતની સુરક્ષા માટે કેટલી કાળજી લેવી જોઇએ ?
શીલગુણમાં બીજો પ્રકાર છે – કાર્ય વિના બીજાના ઘરમાં ન જવું. ઘણા દિવસ થયા, જઇ આવું - એમ કરીને ન જવું. આ રીતે નિસ્પ્રયોજન ન જવાનું કારણ જણાવતાં કહ્યું છે કે કોઇ પણ વસ્તુ તેના ઘરમાં ખોવાઇ ગઇ હોય, તૂટીફૂટી ગઇ હોય તો તે વખતે આપણે ત્યાં હોવાથી તેને શંકા આપણી ઉપર પડે. આથી તેવા આરોપથી બચવા માટે પારકાના ઘરમાં ન જવું. જોકે કાર્યપ્રસંગે પણ આવી શંકાની સંભાવના છે છતાં પણ તે માટેની સામાચારી જણાવતાં ફરમાવ્યું છે કે - અંતઃપુરને છોડીને બીજાના ઘરમાં જવું શ્રાવક માટે સહેલું છે તોપણ પુરુષ હાજર ન હોય એવા પર ઘરમાં શ્રાવકે જવું નહિ. કદાચ કાર્યપ્રસંગે જવું પડે તો પરિણત વય - મોટી વયના પુરુષને - શ્રાવકને સાથે લઇને જવું. સાધન છે માટે જઇ આવું – એવો વિચાર ન કરવો. જવું પડે તો કામ લાગે માટે સાધન વસાવવાનું. સુદર્શનશેઠે પરઘરમાં ન જવાનો નિયમ લીધો તો રાણીના સકંજામાંથી બચી ગયા. પાછળથી કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઉપાડીને લાવ્યા અને અનાચાર સેવાનો આરોપ આવ્યો ત્યારે પણ અભિગ્રહ ધરીને કાઉસ્સગ્ન ધ્યાનમાં રહ્યા. દેવતાની સહાયથી ઉપદ્રવમાંથી ઊગરી ગયા. ચારિત્ર
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૮૪
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૮૫