________________
ઉપદેશ આપ્યો. કારણ કે ચારિત્ર પાળ્યા વિના શ્રદ્ધા ન ટકે અને શ્રદ્ધા ટકાવવા માટે ચારિત્ર પાળવા સિવાય બીજો કોઇ ઉપાય નથી, શ્રદ્ધાનું જતન ચારિત્ર જ કરે, માટે ચારિત્રના જતનના હેતુ તરીકે શ્રદ્ધાનું જતન કરવા જણાવ્યું. આથી જ તો અવિરતિનો પડછાયો પણ ન પડે એવું સાધુપણું ભગવાને બતાવ્યું છે. સુખ તો ભોગવવાનું જ નથી, સુખનો પડછાયો પણ ન પડે તેની તકેદારી રાખી છે. કારણ કે સુખનો પડછાયો પડે તોય અવિરતિ ઉપાદેય લાગ્યા વિના નહિ રહે. શ્રદ્ધાનું જતન કરવું હોય તો જ્યાં-ત્યાં ફરાય નહિ. આથી જ બીજા શીલવ્રતમાં છ પ્રકારમાંથી પહેલો પ્રકાર આયતનમાં વસવાનો જણાવ્યો છે. આપણે હવે એ ભેદ સમજવાની શરૂઆત કરવી છે. શીલ વ્રતના છ પ્રકાર છે. ૧. આયતનનું સેવન કરે, ૨. કાર્ય વિના પરઘરમાં પ્રવેશ ન કરે., ૩. નિરંતર અનુભટવેષ રાખે, ૪. વિકારવાળાં વચનો બોલે નહિ, ૫, બાલક્રીડાનો ત્યાગ કરે, ૬. સારી નીતિથી કાર્ય કરે.
ભાવશ્રાવક વ્રત લીધા પછી ગમે ત્યાં રખડી ન શકે. આથી જ જણાવ્યું કે આયતનનું સેવન કરે, અનાયતનનું સેવન ન કરે. જે ગુણ મળ્યો છે તેને ટકાવવાના સંયોગો ગૃહસ્થપણામાં કપરા છે. જયાં-ત્યાં અભિપ્રાય આપવાની ટેવ પડી હોય તો વ્રત જોખમમાં મુકાશે. આ સંસારમાં સુખના ટુકડા વેરાયેલા જ છે માટે ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. આનાથી બચવા માટે જ સાધુપણું બતાવ્યું છે. સુખનો પડછાયો પડે તો શ્રદ્ધા ડગી જાય.
ચક્રવર્તીના આત્માઓ છ વિગઈઓ વાપરવા છતાં ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ પેદા કરી શકે તો તેવા ભોજનથી ચારિત્રમોહનીયકર્મનો ક્ષય ન સાધી શકે ? છતાં ય ચક્રવર્તીના આત્માઓને પણ અંતકાંત ભિક્ષા વાપરવાનું કહ્યું છે. એક લાખ અને બાણું હજાર સ્ત્રીઓનો ભોગવટો કરવા છતાં જેમને નડ્યો નહિ, તેમને નવ વાડોનું પાલન કરવાનું જણાવ્યું છે. તેનું કારણ જ એ છે કે સુખ છોડ્યા પછી પણ સુખનો પડછાયો પડે તો ગુણોનો સમુદાય વેરવિખેર થયા વિના ન રહે.
આયતન એટલે ધર્મીજનોને મળવાનું સ્થાન. સામાન્યથી કોષમાં જોઇએ તો “આયતન’ શબ્દનો અર્થ વિશાળ ગૃહ... એવો મળે. જયારે આવો ‘ધાર્મિકજનો જેમાં એકઠા થાય' એવો અર્થ શેના આધારે કરવો તે માટે શાસ્ત્રનો હવાલો આપ્યો છે કે – “જે સ્થાને ઘણા સાધર્મિકો, શીલવાળા, બહુશ્રુત તેમ જ ચારિત્રાચારથી સંપજનો એકઠા થતા હોય તે સ્થાન અથવા સ્થળને આયતન કહેવાય. આવા આયતનને જ ભાવશ્રાવક સેવનારો હોય એમ અવધારણપૂર્વક જણાવવા માટે ગાથામાં g શબ્દ આપ્યો છે. ધર્મીને મળવાનું સ્થાન તેનું નામ આયતન અને ચોવટિયાને મળવાનું સ્થાન તેનું નામ ચૉરો. આયતનને જ સેવે, અનાયતનને ન સેવે – એમ જણાવ્યું, તેમાં અનામતનનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે ભિલ્લની પલ્લીમાં, ચોરના અડ્ડામાં, પર્વતના માણસો અર્થા આદિવાસી લોકો જયાં રહેતા હોય તેવા સ્થાનમાં તથા
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૮૦
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૮૧