________________
લાગતો નથી ને ? શિયલવ્રત પામવાનું કામ સહેલું નથી.
જેને ભાવશ્રાવકપણું પામવું હોય તેની પહેલી નજર વિરતિ તરફ હોય છે. જાણ્યા પછી અને માન્યા પછી પણ તે પ્રમાણે ન કરી શકવાનું સૌથી વધુ દુ:ખ સમકિતીને હોય છે. શ્રદ્ધા અને આચરણાના વિસંવાદનું સૌથી વધુ દુ:ખ આ મહાત્માઓને હોય છે. પોતાની અનાચરણાનો બચાવ તેઓ કોઈ સંયોગોમાં કરી શકતા નથી. હું કરતો નથી પણ માનું છું - આવો બચાવ સમકિતી ક્યારેય ન કરી શકે. એ તો કહે કે હું માનું છું પણ કરતો નથી. સમકિતીનો ભાર “માનવામાં ન હોય, ‘ન કરવામાં હોય. આ અનાચારનું દુ:ખ હોવાથી જ આચાર પ્રત્યેના પ્રેમથી થોડુંઘણું વ્રત પણ તે લીધા વિના રહેતા નથી. માટે સૌથી પહેલો ગુણ કૃતવ્રતકર્મ બતાવ્યો. સમ્યગ્દર્શન પામ્યા પછી તે સમ્યત્વ અવિરતિની હાજરીમાં ટકાવી શકાતું નથી. આથી તે વિરતિને પામવા માટે જ મથતો હોય છે. પાંજરામાં પૂરાયેલું પંખી પાંજરામાંથી છૂટવા માટે જેમ પાંખો ફફડાવે તેમ સમકિતી અવિરતિમાંથી નીકળવા માટે ફાંફાં મારતો હોય. સ) સમ્યગ્દર્શન ટકાવવા માટે વિરતિની જરૂર છે?
બરાબર. સમ્યગ્દર્શન આવ્યા પછી વિરતિ લેવામાં ન આવે તો સમ્યકત્વ લાંબા સમય સુધી ટકે નહિ. તમારે ત્યાં પણ શું કરો ? પૈસા આવ્યા પછી મૂડીનું રોકાણ કરો તો પૈસો ટકે ને ? છાસઠ સાગરોપમનો કાળ સમ્યકત્વનો બતાવ્યો છે, તેમાં બે વાર
વિજયવિમાનમાં જનાર સાધુ હોય કે શ્રાવક હોય ? ગૃહસ્થપણું કેવું ? ગુણોને લાવી આપે એવું કે આવેલા ગુણોને ખાઇ જાય એવું? સમ્યક્ત્વનો, વિરતિનો, જ્ઞાનનો આ બધાનો હૂાસ કરે એવું આ ગૃહસ્થપણું છે ને? સમ્યકત્વ ટકાવવા માટે વિરતિનું મોટું જોયા વિના નહિ ચાલે. મરીચિનું પતન થયું તે શેના કારણે ? વિરતિ ગુમાવી માટે ને? ધગધગતી શિલા પર સૂવા છતાં જે સાધુપણું નાશ નથી પામતું તે સાધુપણું માત્ર ગ્રીષ્મઋતુના તાપથી ગુમાવી બેઠા. દુઃખ વેઠતાં ન આવડે તો સાધુપણું હાથમાંથી સરી જ પડવાનું. સાધુપણામાંથી પડ્યા પછી ચેલાનો લોભ જાગ્યો અને એના લોભે ઉત્સુત્રભાષણ કર્યું. જો સાધુપણામાં હોત તો આ વખત ન આવત. સુખના રાગે સમ્યકત્વ ગુમાવ્યું પણ તે ક્યારે ? દુઃખના દ્વેષે ચારિત્ર ગુમાવ્યું ત્યારે ને ? શ્રી દશવૈકાલિકસૂત્રમાં શ્રી શય્યભવસૂરિજીએ શ્રી મનકમુનિને કહ્યું અને શ્રી આચારાંગસૂત્રમાં શ્રી સુધર્માસ્વામીજીએ શ્રી જંબૂસ્વામીજીને હિતશિક્ષા આપતાં જણાવ્યું છે કે – जाए सद्धाए निक्खन्तो तमेव अणुपालिज्जा (यया श्रद्धया નિત્તા , તાવ અનુપાત્રયેત્ | - જે શ્રદ્ધાથી સંસારમાંથી નીકળ્યા તે જ શ્રદ્ધાને સારી રીતે પાળજો.) ચારિત્ર પાળવા માટે નીકળેલાને શ્રદ્ધાને ટકાવવાનું કેમ કહ્યું - આવી શંકા થાય ને ? તેનું કારણ જ એ છે કે સમ્યક્ત્વ જેને પાળવું હશે તેણે ચારિત્ર અવશ્ય પાળવું જ પડશે. ચારિત્ર પાળ્યા વિના સમ્યકત્વ જાળવી શકાય એવું નથી – આથી જ આડકતરી રીતે ચારિત્રને પાળવાનો
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૭૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૭૯