________________
જો પરિવારવર્ગ અશિક્ષિત-કેળવણી-સંસ્કાર વિનાનો હોય તો સ્વામીને ઘણો ખેદ કરવો પડે છે, માટે હંમેશાં કોમળ વચનથી શિખામણ આપવી જોઇએ. સ0 અત્યારે તો આવાં વચનોથી બોલીએ તો એક કાનમાંથી
સાંભળી બીજે કાનેથી કાઢી નાંખે.
તેનું કારણ એ છે કે તમે પહેલેથી સૌમ્યતા રાખી નહિ. પહેલેથી વાતે વાતે ટોક ટોક કરીને તેમને ઉદ્ધત બનાવી દીધા હોય તો તમારાં વચન ગણકારે જ ક્યાંથી ? હજુ પણ સુધરવું હોય તો ઉપાય છે કે ઘરના લોકોની માફી માંગીને કહો કે અત્યાર સુધી જે ગુસ્સો કર્યો, તમને સંતાપ્યા તેની માફી માંગું છું. આચાર્યભગવંતે આજે જે વાત કરી તે મને હૈયે સ્પર્શી ગઇ છે માટે હવે ગુસ્સો નહિ કરું, કઠોર વચન નહિ બોલું... તેમને જે જોઇતું હોય તે આપી દેવું. આમેય કકળાટ કરીને આપવું જ પડે છે તો શાંતિથી પ્રેમપૂર્વક કેમ ન આપીએ ? - આટલો વિચાર આવે ને ? ઘરમાં આપણા માટે બે અક્ષર સારા બોલે એવો એક માણસ જડે ખરો ? તમને લોકોને ઘરમાં રહેતાં નથી આવડતું. આથી હવે તો ઘરની બહાર કાઢવા જ પડશે. સ0 ઘરમાં રહેતાં નથી આવડતું તો ત્યાં આવીને શું કરીશું?
અહીં તો અમે તમને સીધા કરીશું. ત્યાં તો તમારે માથે બધાને સીધા કરવાની જવાબદારી હતી તેથી તકલીફ હતી. ગુરુભગવંત પોતાના ગુરુનો વિનય કરતા હોય તો શિષ્યને કહેવું
ન પડે. ગુરુ પોતે અવિનય ન આચરે તો શિષ્ય કેવી રીતે આચરી શકે ? તમારે ત્યાં તો માબાપની જવાબદારી પત્નીના માથે નાંખી દે ને ? આપણે જાતે માબાપની સેવા કરીએ તો વહુને કહેવાનો વખત જ ન આવે. પેલી સામેથી કહે કે - તમારાં માબાપ એ મારાં માબાપ. તો આ કહે કે મારાં માબાપની સેવા હું જ કરીશ. તમે જાતે કરવા માંડો તો વહુ સાસુસસરાની અને દીકરાઓ દાદાદાદીની સેવા કર્યા વગર ન રહે. આપણાં માબાપ આપણા ઉપકારી છે તો તેમની સેવા બીજાને માથે નથી નાંખવી. આજે અમારે ત્યાં પણ દીકરો પ્રભાવક હોય તો તેના પચીસ શિષ્યો તેની સેવા કરે અને પેલો બાપાગુરુની સેવા ન કરે. પોતે જ જો પોતાના ગુરુની પડિલેહણ, માગું પરઠવવું, કાપ કાઢવો વગેરે માટે તૈયાર થાય તો શિષ્યો એની મેળે કરવા માંડે. ઘરને સુધારવા બેસવું તેના કરતાં આપણે સુધરી જવું છે. આપણા નોકરો એમ કહે કે પરમાધામી જેવા શેઠ મળ્યા છે, જંપીને બેસવા દેતા નથી : એ શું આપણી શોભા છે ? નોકરો પ્રત્યે માત્ર વાણીની નહિ, હૈયાની મીઠાશ જોઇએ. એ પણ પોતાના પાપના યોગે નોકર થયો છે - એમ માની કસ નથી કાઢવો. કામમાં થોડી આળસ કરે તો ‘આરામના પૈસા નથી આપતા', એકાદ ઝોકું ખાય તો ‘ઊંઘવાના પૈસા નથી આપતા' આવું આવું ન બોલવું. તમે બપોરે આરામ કરો તો એને પણ કહેવાનું કે થાક્યો હોય તો થોડી વાર આડો પડ. સવ માણસને જલસા કરવા માટે રાખવાના ?
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૦૨
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૦૩