________________
તો, હિંસા કરીએ કે ન કરીએ તોપણ હિંસાનું પાપ લાગ્યા વિના નહિ રહે. જેટલી હિંસા નથી કરતા તેનું પણ પાપ લાગે છે - એ માનો છો ? કે એમાં ઓછું લાગે ?
સ૦ ચૌદ નિયમ લઇએ તો ?
તો ય તેમાં કેટલું છૂટું રાખ્યું છે - તે નજર સામે આવે છે ? પૃથ્વીકાયાદિમાં તો જયણા જ રાખી છે ને ? જૂઠું પણ મોટું જ છોડવાનું. ચોરી પણ લોકમાં ચોર કહે - એટલી જ ટાળવાની. સ્કૂલ વ્રતોમાં મહેનત ઘણી ને નિર્જરા ઓછી. એના કરતાં તો મહાવ્રત સારાં ને ? મહેનત ઓછી ને નિર્જરા ઘણી. બાર વ્રત તો મન, વચન, કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું : આમાંથી માત્ર દુવિહંતિવિહેણું ભાંગે જ મળે, તે પણ અનેક પ્રકારે. અનુમોદનાના ત્રણ ભાંગા તો ઓછા થઇ જાય. જે છે તેમાં પણ ઘણા ભાંગા પડે. કોઇ એમ કહે કે મનમાં તો મને વિચાર આવી જાય છે માટે વચન અને કાયાનો જ નિયમ લઇશ તો તેને તે ભાંગે નિયમ આપવો. કોઇ કહે કે હું વચનથી પણ નહિ પાળી શકું, માત્ર કાયાથી નહિ કરવાનો નિયમ આપો - તો એટલો જ આપવાનો. સર્વવિરતિમાં તો મનવચનકાયાથી કરવું, કરાવવું, અનુમોદવું નહિ - આ એક જ ભાંગો છે. એકવાર પાપનો વિસ્તાર નજરે ચઢે
તો એમ થાય જ કે આટલાં પાપ કરું છું તો મને દુઃખ કેમ ન આવે ? દુઃખ નથી જોઇતું, પણ સાથે પાપ નથી છોડવું ને ? ગૃહસ્થપણામાં જીવવું હોય તો માંગવા ન જવાય, તેથી જીવનનિર્વાહ માટે કમાવું ભાવશ્રાવકનાં છે લક્ષણો • ૫૦
તો પડે જ. છતાં ગૃહસ્થ માને કે પોતાના માટે રાંધવું-કમાવું તેમાં પણ દંડ છે જ. ગૃહસ્થપણામાં આ પાપ વિના રહેવાતું નથી, માટે
જ તો સાધુ થવાનું કહ્યું છે. પોતાના માટે રાંધવામાં પણ પાપ માને તે બીજાની ચિંતા કરે ખરા ? પોતાના માટે કરેલ પાપની પણ આલોચના લેવાની હોય તો આખા ગામની ચિંતા શ્રાવકે ય ન કરે. તેમાં સાધુનું શું પૂછવું ?
કૃતવ્રતકર્મના પહેલાં આકર્ણન નામના ભેદ પછી બીજો ભેદ ‘જાણવા’નો જણાવ્યો છે. વ્રતને જાણવું, વ્રતના ભેદને જાણવા, વ્રતના ભાંગાને જાણવા અને વ્રતના અતિચાર જાણવા. વ્રતના પ્રકા૨ને ભેદ કહેવાય અને વ્રતને લેવાની જે રીત હોય તેને ભાંગા કહેવાય. જે ગ્રાહ્ય હોય તેના પ્રકારને ભેદ કહેવાય અને ગ્રહણની
રીતને ભાંગા કહેવાય. સૂક્ષ્મ, બાદર, સંકલ્પજ, આરંભજ... આ બધા વ્રતના ભેદ છે અને એકસંયોગીય – દ્વિકસંયોગીય વગેરે ઉપર જણાવ્યા મુજબના પ્રકારને ભાંગા કહેવાય. તેમ જ વધ, બંધ, અતિભાર વગેરે અતિચાર છે.
આ રીતે વ્રતને સાંભળ્યા અને જાણ્યા પછી સુગુરુની સમીપે થોડા કાળ માટે કે યાવજ્જીવ વ્રતને ગ્રહણ કરવું અને ત્યાર બાદ ગમે તેટલા રોગ કે ઉપસર્ગ આવે તોપણ મનની દઢતાપૂર્વક તેનું પાલન કરવું. સંવેગ પામેલો શ્રાવક આચાર્યભગવંતાદિની પાસે ઉપયોગપૂર્વક જઇને અલ્પકાળ માટે કે કાયમ માટે વ્રત ગ્રહણ કરી હંમેશાં તેના સ્મરણપૂર્વક વિશુદ્ધ મનથી પાલન કરે. અહીં શિષ્ય ભાવશ્રાવકનાં છ લક્ષણો ૫૧