________________
શંકા કરે છે કે – શ્રાવક ગુરુ પાસે દેશવિરતિને અંગીકાર કરે – એમ જણાવ્યું છે કે, દેશવિરતિના પરિણામ પામ્યા પછી ગ્રહણ કરે કે પામવા પહેલાં ? ઉભયપક્ષમાં દોષ છે. કારણ કે જો પરિણામ પામ્યા પછી વ્રત ગ્રહણ કરે તો ગુરુ પાસે જવાનું કામ જ શું છે? કારણ કે વ્રત લઇને પણ પરિણામ જ સાધવો છે; એ તો મળી જ ગયો છે, તો વ્યર્થ ગુરુ પાસે પરિશ્રમ કરાવવા માટે શા માટે જવું ? કારણ કે વ્યર્થ પ્રવૃત્તિથી ગુરુને પલિમંથ(સ્વાધ્યાયવ્યાઘાત)નો દોષ લાગે. એના કરતાં ન જઇએ તો દોષથી બચી જવાય અને બીજા પક્ષમાં તો પરિણામ વગર વ્રત લેવા જાય તો લેવા અને આપવામાં મૃષાવાદનું પાપ લાગે... આવી શંકાના નિરાકરણમાં જણાવે છે કે આ શંકા સર્વથા અયુક્ત છે. કારણ કે પરિણામ જાગ્યા પછી ગુરુ પાસેથી વ્રત લેવાના કારણે મારે સદ્ગુણથી સંપન્ન એવા ગુરુની આજ્ઞા આરાધવાલાયક છે એમ જાણીને પોતાની પ્રતિજ્ઞાનો નિશ્ચય થવાથી વ્રતની દઢતા થશે અને ભગવાનની આજ્ઞાની આરાધના પણ થશે. જેમ આત્મસાક્ષીએ નિંદા કર્યા પછી ગુસાક્ષીએ ગહ કરવા જઇએ ને? તેમ જાતે વ્રત ગ્રહણ કર્યા પછી અર્થાત્ વ્રતનો પરિણામ જાગ્યા પછી પણ ગુરુ પાસે જઇને વ્રતને ગ્રહણ કરવું એમ ભગવાનની આજ્ઞા છે. કહ્યું છે કે ગુરુસાક્ષીએ ધર્મ અંગીકાર કરવાથી સંપૂર્ણ વિધિ સાચવ્યો હોવાથી વિશેષ ગુણ થશે. ગુરુ સમીપે પાપનો ત્યાગ કરવાથી તીર્થંકરની આજ્ઞા આરાધી
કહેવાશે, ગુરુ પાસે ધર્મદેશના સાંભળવાથી અત્યંત શુભ અધ્યવસાય-પરિણામ ઉત્પન્ન થશે. કર્મનો ક્ષયોપશમ અધિક થશે. થોડાં વ્રત લેવાની ઇચ્છા હશે તો વધુની ઇચ્છા-ઉલ્લાસ જાગશે. અણુવ્રતાદિ બારે બાર લેવા આવ્યો હોય તો ગુરુ કહેશે કે થોડો વર્ષોલ્લાસ પ્રગટાવશો તો મહાવ્રત ધારણ કરી શકશો... આ રીતે ગુરુ પાસે જવાથી જ્ઞાનાવરણીયાદિનો ક્ષયોપશમ વૃદ્ધિ પામે, નિર્મળ બને છે. તેમ જ વ્રતપ્રદાનના અંતે હિતશિક્ષામાં ગુરુ વ્રતપાલન માટેની સાવધાની રાખવાની જણાવે કે હવે અવ્રતધર સાથે ન ફરવું, તેમ જ વ્રતભંગના પ્રસંગો કયા કયા અવસરે અને કયા કયા સ્થાને આવે ઇત્યાદિ સમજાવી તેનાથી દૂર રહેવાનું ફરમાવે... આ રીતે અનેક પ્રકારે લાભ; ગુરુ સમીપે વ્રત લેવામાં છે. ગુરુભગવંત દેશવિરતિ અને સર્વવિરતિના લાભને જણાવી સર્વવિરતિ પ્રત્યે સમુત્સુક બનાવે. પૈસો વધુ મળે પણ સુખ ઓછું મળતું હોય તો તે સારું કે પૈસો ઓછો હોય પણ સુખે જિવાય - તે સારું ? પૈસો વધે ને સુખ હરામ થાય - આ કમાવાની રીત નથી ને ? તેમ પુણ્ય વધુ બંધાય અને નિર્જરા ઓછી થાય તેવા ધર્મમાં આસ્થા રાખવા જેવી નથી. પુણ્યબંધ અલ્પ પણ નિર્જરા ઘણી એવો જ ધર્મ આદરણીય છે - આટલું સમજાય ને ?
હવે બીજા પક્ષમાં જણાવે છે કે વ્રતનો પરિણામ ન હોય તોપણ નિષ્કપટપણે સરળહૃદયે ગુરુના ઉપદેશથી વ્રત ગ્રહણ કરનાર શ્રાવકને એ પરિણામ કાળે કરીને પ્રાપ્ત થશે. આ રીતે નિશે
ભાવશ્રાવકનાં છ લક્ષણો • પર
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૫૩