________________
પૂછ્યું કે તોફાની નદીમાંથી કઇ રીતે આવી ? પેલીએ વિગત જણાવી. વળતાં શું કરવું તે માટે મૂંઝાતી જોઇને થશે કહ્યું કે નદીને કહેજે કે મારો પતિ નિત્ય બ્રહ્મચારી હોય તો નદી માર્ગ કરી આપે. એ જ પ્રમાણે માર્ગ મળવાથી આનંદ અને આશ્ચર્યસહિત પાછી આવી. ઘરે જઇને સમય મળવાથી મુનિને વંદના કરી આ આશ્ચર્યકારી બનાવનું કારણ પૂછ્યું - ત્યારે મુનિભગવંતે કહ્યું કે - લોલુપતાથી ભોજન કર્યું તે કર્યું કહેવાય, સંયમયાત્રા માટે પ્રાસુક એષણીય આહાર કરવા છતાં કર્યો કહેવાતો નથી. તેમ જ બ્રહ્મચર્યની ભાવનામાં રમતો તારો પતિ તારા આગ્રહથી સંસારમાં રહ્યો હોવાથી અભોગી છે... આથી સમજાય છે ને કે ખાવાનું છોડવું એ ઉપવાસ નથી, ખાવાની લાલસા છોડવી તે ઉપવાસ છે. તે જ રીતે વિષયોના ભોગવટાનો ત્યાગ એ બ્રહ્મચર્ય નથી, વિષયોના ભોગવટાની ઇચ્છા ન હોવી તેનું નામ બ્રહ્મચર્ય. આવી શ્રદ્ધા અને આવી રુચિ ભાવશ્રાવકને મળે. ચારિત્ર વગર મુક્તિ નથી તો હું ચારિત્ર કેમ ગ્રહણ કરતો નથી - આનો જવાબ પ્રામાણિકપણે મેળવીએ તો આપણે ક્યાં છીએ એનો ખ્યાલ આવશે, પૈસા કેમ મળતા નથી – એવું તો ઘણી વાર પૂછ્યું. હવે એવું નથી પૂછવું, એના બદલે ચારિત્ર કેમ મળતું નથી – એમ પૂછવું છે. સ0 પૈસો પુણ્યના યોગે મળે તેમ ચારિત્ર પણ પુણ્યયોગે મળે ને?
ચારિત્ર પુણ્યયોગે નહિ આપણા પુરુષાર્થના યોગે મળે છે.
મારા ગુરુ મહારાજ કહેતા હતા કે તિજોરી ભરવાનું કામ પુણ્યથી થાય પણ તિજોરી ખાલી કરવા માટે પુણ્યની નહિ, પુરુષાર્થની જરૂર છે. સંસારનું સુખ ભેગું કરવા પુણ્યની જરૂર છે, બાકી છોડવા માટે પુરુષાર્થની જરૂર છે. સનકુમાર ચક્રવર્ણન છ ખંડની સાધના કરતાં વરસો ગયાં પણ છોડવાનું કામ તો ક્ષણવારમાં કર્યું ને ? રોગની ચિકિત્સા કરાવવા માટે પણ ઊભા નથી રહ્યા. સાધુપણામાં જો ચિકિત્સા કરાવવાની નથી તો અહીં શા માટે કરાવવી ? એમ નક્કી કરીને ચારિત્રની સાધનાનો આરંભ કર્યો. આરાધનાના પ્રભાવે એવી લબ્ધિ પ્રગટી કે ઘૂંકમાં પણ રોગ શમાવવાનું સામર્થ્ય પ્રગટ્યું. આવા મહાત્મા ત્રીજે ભવે મોક્ષમાં ન જાય તો આશ્ચર્ય. ત્રીજા દેવલોકમાં ગયા, પણ એક ભવના આંતરે મોક્ષ મળ્યો - એ જ મોટી સિદ્ધિ છે. સુખ ઓછું ભલે મળે, દુઃખ વધારે મળે, પણ છેવટે મોક્ષ તો મળશે ને ? જયારે સંસારમાં સુખ મળે, દુઃખ કદાચ ન પણ આવે તોય મોક્ષ ન મળે - તો શું કામનું ?
આ રીતે ભાવશ્રાવકના ત્રણ ગુણો પૂરા થયા. ચોથો ગુણ ઋજુવ્યવહાર છે. શ્રાવકનો વ્યવહાર સરળતાપૂર્વકનો હોય. વ્યવહાર એટલે આચરણ અને ઋજુ એટલે સરળ. આ ઋજુવ્યવહાર પણ ચાર પ્રકારનો છે. ૧, યથાર્થ બોલવું, ૨. કોઇને પણ ઠગવા નહિ, ૩. ભવિષ્યમાં થનારાં કષ્ટોને જણાવવા અને ૪. સાચો મૈત્રી ભાવ રાખવો. શ્રાવક યથાર્થ જ બોલનારો હોય. મરી જઉં તોય જૂઠું ન બોલું : આ સર્વ શ્રાવકમાં હોય, બોલે તો યથાર્થ જ બોલે,
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૨૪
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૨૫