________________
તેઓશ્રી કર્મના યોગે પડ્યા હતા, મનના કારણે નહિ. તેથી જ વૈરાગ્ય જાળવી શક્યા અને એના યોગે પુનરુત્થાન પણ પામી ગયા. સ્વાધ્યાય પ્રત્યે પ્રેમ જાગે તો ભલભલા બચી જાય. સ૦ તેમની પાસે દેશનાલબ્ધિ હતી ને ?
દેશનાલબ્ધિ એમને એમ નથી મળતી. અગિયાર અંગનો અભ્યાસ કરીને બધું ઉપસ્થિત રાખ્યું હતું. આ લબ્ધિ અધ્યયનમાંથી મળે છે. સ્વાધ્યાયમાં એવી તાકાત છે કે જેના યોગે ક્લિષ્ટ કર્મની નિર્જરા સાધી શકાય. મનવચનકાયાની એકાગ્રતા જ્યારે હોય ત્યારે અપ્રતિમ નિર્જરા થાય. મન ક્યાંય ભટકતું હોય, વચન બીજે વ્યાવૃત હોય ને કાયા અન્યત્ર પ્રવર્તતી હોય તો ગોખવા છતાં ન આવડે. ગોખવાના કારણે આવડે છે – એવું નથી. ગોખતી વખતે જે એકાગ્રતા રાખવામાં આવે છે તેના યોગે આવરણ ખસવાથી આવડે છે. એકાગ્રતાથી ગોખીએ તો તરત ગાથા ચઢી જાય અને ડાફોળિયાં મારતાં ગોખે તો સો-હજાર વાર ગોખવા છતાં ગાથા ન ચઢે.
આજે તમને દેશિવરતિ ગમી ગઇ છે માટે સર્વવિરતિ મળતી નથી. ધર્મની આરાધના સારી ચાલે છે – એવું જ્યાં સુધી લાગશે ત્યાં સુધી સાધુપણું નહિ મળે. જે દિવસે એમ લાગશે કે ગૃહસ્થપણામાં આરાધના બરાબર નથી થતી તે દિવસે સાધુપણું મળશે. આ તો કોઇ પણ પૂછે કે – કેમ છે ? આરાધના સારી ચાલે છે ? – તો ઉપરથી કહે કે - ‘દેવ ગુરુ પસાયે’. તમારા દેવ-ગુરુ કયા ? સુખ મળે અને દુઃખ ટળે – એ જ તમારા દેવગુરુ છે ને ? ભાવશ્રાવકનાં છે લક્ષણો * ૩૬
કોઇ પૂછે કે કેમ ચાલે છે, તો કહેવું કે આયુષ્ય ઘટે છે, પાપ વધે છે અને ધર્મની ભાવના ઘટતી ચાલી છે. માટે કશું બોલવાજેવું નથી.
આપણે જોઇ ગયા કે વ્રતકર્મ કરવું એ ભાવશ્રાવકનું પહેલું લક્ષણ છે. આ વ્રત કે નિયમ લેવાનો વિધિ અહીં જણાવ્યો છે. કોઇ આપે એટલે નિયમ લઇ લેવો એમ નથી જણાવ્યું. ૧. સૌથી પહેલાં ગીતાર્થ ગુરુ પાસે વ્રતનું આકર્ણન કરવું અર્થોદું સાંભળવું, પછી ૨. તેને જાણવું અર્થ વ્રતનું સ્વરૂપ સમજવું. ત્યાર બાદ ૩. વ્રતને આદરપૂર્વક લેવું - ગ્રહણ કરવું અને ૪. વ્રતનું નિરતિચારપણે પાલન કરવું. વ્રત સાંભળવાનું પણ તે ગીતાર્થ ગુરુ પાસે, આપણને જેની સાથે ફાવે એવા સહવર્તી કે કલ્યાણમિત્ર પાસે નહિ. જોકે સહવર્તી કે કલ્યાણમિત્ર જો સાચો હોય તો તે ગુરુ પાસે લઇ ગયા વિના ન રહે. આજે તો સરખેસરખાનો યોગ છે ! બધા જ ગીતાર્થ હોય તો કોણ કોને સલાહ આપે ? ઘણા અગીતાર્થ ભેગા થાય એટલે ગીતાર્થતા ન આવે. સો આંધળા ભેગા થાય તો દેખતા થઇ જાય ? આપણને ફાવે એવું કહે તે ગીતાર્થ નથી. શાસ્ત્રનું વચન જે સમજાવે તેનું નામ ગીતાર્થ. આ ગીતાર્થ પાસે સાંભળવાની પણ વિધિ છે. વિનય અને બહુમાનપૂર્વક ગીતાર્થની પાસે જઇને ભણવું. વિનય એટલે બાહ્યથી પ્રતિપત્તિ અર્થાત્ બાહ્ય જે અભ્યુત્થાનાદિ કરવું તેનું નામ વિનય. ગુરુ આવે ત્યારે ઊભા થવું, તેમને આસન આપવું, તેમના બેસ્યા પછી બેસવું, ભક્તિભાવથી તેમના શરીરની સેવા કરવી... આ બધો
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૩૭