________________
વિનય છે. જયારે બહુમાન એ આંતરિક પ્રીતિ સ્વરૂપ છે. જેટલા પણ માનનીય પુરુષ છે તેમાં સૌથી શ્રેષ્ઠ આ છે, આ જ પંડિત - અત્યંત બુદ્ધિશાળી છે, આ જ મહાત્મા છે, આ જ મારા તારક છે... આવા પ્રકારનો જે આંતરિક ભાવ છે તેને બહુમાન કહેવાય. પથારીએ પડેલા દર્દીને ડૉક્ટર પ્રત્યે જે પ્રીતિ હોય તેને બહુમાન કહેવાય. પથારીમાંથી પોતાની જાતે પડખું પણ ફેરવી ન શકે છતાં ડૉક્ટરને જોવા માત્રથી દર્દીના મુખ ઉપર જે પ્રસન્નતાની રેખા દેખાય છે તે બહુમાનને સૂચવે છે. આંતરિક પ્રીતિ હોય તો શક્તિ હોવા છતાં બાહ્ય ક્રિયા ન કરે - એવું ન બને ને ? વિનય ન આચરે ને બહુમાનની વાત કરે એ તો બનાવટ છે. આજે તમે ઘરાક આવે તો ઊભા થાઓ કે ગુરુ આવે તો ? પૈસા પ્રત્યે જે આંતરિક પ્રીતિ છે તે વિરતિ પ્રત્યે નથી ને ? વિનય અને બહુમાનની ચતુર્ભાગી છે. વિનય અને બહુમાન બંને શ્રી ગૌતસ્વામીમાં હતાં. એકલો વિનય વિનયરત્ન પાસે હતો અને એકલું બહુમાન માંદા માણસ પાસે મળે. અને વિનય-બહુમાન બંનેથી રહિત આપણે બધા છીએ – બરાબર ને ? સ0 વિનય અને બહુમાનમાં બહુમાન ચઢે ને ?
એમ કહીને અવિનયની છૂટ લેવી છે? બેમાંથી એકે ન ચઢે, બંને સાથે જોઇએ. આપણા માટે બેય સરખા છે, એકે વિના નહિ ચાલે. જમણો હાથ ચઢે કે ડાબો ? જમવા જમણો ચઢે પણ સાફ કરવા ડાબો ચઢે ને ? માટે આવી શંકા ન કરવી.
ભાવશ્રાવકની યોગ્યતા કેળવ્યા પછી ભાવશ્રાવકના ગુણો કેવા હોય છે તે સમજાવવાનું કામ અહીં ગ્રંથકારશ્રીએ કર્યું છે. યોગ્યતા પામ્યા પછી કાર્ય કરવામાં આવે તો તે દીપી ઊઠે. આજે આપણે ધર્મ પામી ન શક્યા હોઇએ તે કાં તો અયોગ્ય હોવાના કારણે કાં તો અર્થી ન હોવાના કારણે પામી નથી શક્યા – એમાં કોઈ બે મત નથી ને ? આજે કદાચ આપણે અયોગ્ય હોવા છતાં કોઇ આપણને અયોગ્ય કહે તો તે આપણને ગમતું નથી ને ? જયારે અહીં ધર્મમાર્ગમાં શાસ્ત્રકારો આપણને અયોગ્ય તરીકે પુરવાર કરે તો કાંઇ ન થાય ને ? કે આપણું ભાગ્ય પરવારી ગયું છે – એમ લાગે? અહીં ભાવશ્રાવકનાં છ લક્ષણ સામાન્યથી બતાવ્યાં છે તેના ચોવીસ ભેદ જણાવ્યા છે. આપણામાં યોગ્યતા ન હોય તો છેવટે અર્થીપણું મેળવીને યોગ્યતા કેળવી લેવી છે. આપણે કદાચ ભાવશ્રાવક હોઇએ તોપણ આ ૨૪ લક્ષણ વિના આપણું આ ભાવશ્રાવકપણું લાંબા કાળ સુધી ટકી નહિ શકે. વિરતિ પ્રત્યે પ્રેમ હોય તેનાથી ભાવની શરૂઆત થાય છે. ધર્મ પામ્યા વિના મુક્તિ નહિ મળે અને ચારિત્ર સિવાય બીજો કોઇ ધર્મ નથી : આવું માનનારો ભાવશ્રાવક હોય, ચારિત્ર વિના મુક્તિ નથી : એ શ્રદ્ધા જેટલી હોય તેનાથી વધુ શ્રદ્ધા ચારિત્ર ક્યારે મળે - એ ભાવની હોય. જે વસ્તુ ઉપયોગમાં આવે એવી હોય તે વસ્તુ ક્યારે મળે એવા ભાવથી તે માટે તલપાપડ થઇએ ને ? જો માત્ર કલાક સુધી જ દુકાને ખુલ્લી રહેવાની હોય તો જમવાનું માંડી વાળીને પણ વસ્તુ
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૩૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૩૯