________________
આવા ભાવસાધુપણા સુધી પહોંચવા માટે ભાવશ્રાવકના ગુણો કેળવવા માટે પ્રયત્નશીલ બનવું છે.
ભાવશ્રાવકનાં છ લક્ષણોમાં આપણે કુતવ્રતકર્મ, શીલવાન, ગુણવાન અને ઋજુવ્યવહાર : આ ચાર લક્ષણો જોઇ ગયાં. તેમાં ઋજુવ્યવહારમાં શ્રાવક આવો ઋજુવ્યવહારી હોવાથી તેને કેવું ફળ મળે છે તે જણાવવા માટે અહીં ધર્માનંદ નામના વણિકનું દૃષ્ટાંત છે. નાશિક નામના નગરમાં નંદ નામના બે વણિક હતા. પણ એક વણિક શુદ્ધ ન્યાયયુક્ત વ્યવહાર કરતો હોવાથી લોકો તેને ધર્માનંદ કહેતા અને બીજો લોભના કારણે ખોટાં માનમાપાં કરતો હોવાથી લોકો તેને લોભાનંદ કહેતા હતા. એકવાર ગામની બહાર રાજાએ તળાવ ખોદાવવા માંડ્યું. તેમાં ખોદતાં ખોદતાં એક નિધાન મળ્યું કે જેમાં માત્ર સોનાની કોશો-મોટા ખીલા હતા. પણ ચારે તરફથી માટી અને કાદવથી ખરડાયેલી હોવાથી મજૂરોએ તેને લોઢાની કોશ જાણી તેમાંથી બે કોશ લઇને ધર્માનંદની દુકાનમાં ગયા. જમીનમાં નિધાન દાટેલું મળે તો આનંદ થાય ને ? પણ એટલું યાદ રાખવું કે દાટનારા જુદા હોય, કાઢનારા જુદા હોય અને ભોગવનારા જુદા હોય. જેના નસીબમાં જેટલું હોય તેટલું જ મળે. મજૂરોએ ધર્માનંદને કોશના બદલામાં તેલ, અનાજ વગેરે આપવા કહ્યું. ધર્માનંદ શેઠ કોશો હાથમાં લેતાંની સાથે ઓળખી ગયો કે આ તો સોનાની કોશો છે. છતાં પોતાને અધિકરણ લાગશે એવા ભયે મજૂરોને સત્ય વાત ન કહી. અને મજૂરોને કહ્યું કે મારે એ
કોશોનું કંઇ જ કામ નથી. મજૂરોએ લોભાનંદને ત્યાં જઈને કોશો બતાવી અને તેના બદલામાં જોઇતી ચીજવસ્તુ માંગી. લોભાનંદે જાણ્યું કે આ નક્કર સોનાની છે, અને લોઢાના ભાવે સુવર્ણ કાઢવા માંગે છે તેથી બમણા ભાવે આપીશ તો હજી બીજી કોશો પણ લાવી આપશે. તેથી મજૂરોને કહ્યું કે મારે લોઢાની કોશોની ઘણી જરૂર છે. જો તમારી પાસે બીજી હોય તો તે પણ લઇ આવજો . તમને સારા પૈસા આપીશ. આથી મજૂરો રોજ બબ્બે કોશ લાવવા માંડ્યા. લોભાનંદે આ વાત પોતાના પુત્રોને પણ જણાવી નહિ. તેથી તેના પુત્રો લોઢાની કોશો બમણા ભાવે ખરીદતા જોઇને લોભાનંદ પ્રત્યે ઉશ્કેરાયા. છતાં પિતા આગળ પોતાનું કશું ન ચાલવાથી અટકાવી શક્યા નહિ, લોભાનંદ દીકરાઓ કંઈ ગરબડ ન કરે માટે દુકાન રેઢી મૂકતો નહિ.
એક વાર બાજુના ગામમાં લોભાનંદના મિત્રને ઘેર લગ્નનો પ્રસંગ હતો. તેથી અત્યંત આગ્રહપૂર્વક મિત્ર તેને પોતાને ગામ લઇ ગયો. જતાં જતાં તે છોકરાઓને કહેતો ગયો કે મજૂરો આવે તો કોશો લઇ લેજો અને જે મૂલ્ય કહે તે આપી દેજો, ના પાડતા નહીં. તેના ગયા પછી નિત્ય ક્રમ પ્રમાણે મજૂરો કોશો લઇને આવ્યા. લોભાનંદના પુત્રોએ તો લોખંડનો ભાવ ગણીને જ પૈસા આપ્યા. મજૂરો વારંવાર કહેવા લાગ્યા કે શેઠે નક્કી કર્યું છે તેટલા પૈસા આપો. ત્યારે વ્યાપારમાં ગૂંચવાયેલા શેઠના દીકરાએ ગુસ્સાથી કોશો નીચે ફેંકી દીધી. કોશો પથ્થર ઉપર પછડાવાથી
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૪૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૪૯