________________
સ) કલિકાલસર્વજ્ઞે સાડા ત્રણ કરોડ પ્રમાણ શ્લોક કઇ રીતે રચ્યા
હશે ? ખાધું-પીધું નહિ હોય ?
તન્મય બને તે જ આ રીતે સાધના કરી શકે. તેમને તો શાસ્ત્ર પ્રત્યે અગાધ પ્રેમ હતો, ભૂતકાળની સાધના હતી, સરસ્વતીદેવીની સહાય હતી. આપણા તો અઢારે ય વાંકા છે ને ? સ્વાધ્યાય પ્રત્યે પ્રેમ નથી, ગુરુ પ્રત્યે બહુમાન નથી, જ્ઞાનની રુચિ નથી, સંસાર પ્રત્યે નફરત નથી, મોક્ષની ઇચ્છા નથી, વિષયની આસક્તિ મરતી નથી, કષાયની પરિણતિ ટળતી નથી... આટલા મળ જામ્યા હોય તો પાણીમાં પલાળવું પડે ને ? તે માટે આ સ્વાધ્યાયરૂપી જલ છે. પાણીમાં મલું વસ્ત્ર પલાળીએ ને ચોળીએ નહિ તોપણ થોડો તો મેલ છૂટો પડે જ. તેમ અહીં પણ ધૂણીને ભણો નહિ પણ ચોપડીમાં માથું નાખીને બેસો તો ય ઘણા દોષોથી બચી જાઓ. એના બદલે છાપામાં માથું નાખે તો શી દશા થાય ? આ મહાપુરુષ જુદા ચોમાસા કરવા ગયા ન હતા ત્યાં સુધી છાપું હાથમાં જ લીધું ન હતું. પોતે જ ન વાંચે તો અમારી હિંમત થાય ? આ રીતે તેમણે આચાર્યભગવંતનો વિશ્વાસ એવો સંપાદન કર્યો હતો કે સાહેબ માનતા કે આમને જે આજ્ઞા કરીશું તે પ્રમાણે કરશે જ. “પણ” કહીને કોઇ દિવસ વાત નથી કરી. ખંભાતની બાજુમાં એક ગામમાં એક મહાત્માને લકવાનો હુમલો આવ્યો હતો. સાહેબ ખંભાત હતા. ચૌદસનો દિવસ હતો, મારા ગુરુમહારાજને ઉપવાસ હતો. આચાર્યભગવંતે તેમને બોલાવીને આજ્ઞા કરી. ભરબપોરે એક સાધુ
સાથે મોકલ્યા. પ્રસન્નતાથી ગયા. આ તો ચોમાસા માટે મોકલીએ તો કહે કે હું નહિ જઉં, હું જ એકલો છું... જયારે તેઓશ્રી વિચારતા કે મારો પુણ્યોદય કે મને યાદ કર્યો. તેનું નામ ઋજુવ્યવહાર, પોતે લગભગ પંચાવન વરસની ઉંમરના તે વખતે હતા. બીજા અમારા જેવા જુવાન સાધુ ઘણા હતા. છતાં એવો વિકલ્પ નથી કર્યો કે - સેવા માટે જુવાન જાય કે મોટા ! મારું શું થશે ? મારું કોણ કરશે - એવો વિચાર જ નહિ, આને મોકલો - એવી સલાહસૂચન નહિ. આજે તો ચોમાસા માટે મોકલીએ તો “હું અહીં આપની પાસે હોઇશ તો કામ લાગીશ. પેલા આમે કશું કરતા નથી, એને મોકલો, હું જઇશ તો અગવડ પડશે, મારી સમાધિનું શું? હું આપનું મોટું જોઇને આવ્યો છું, લોકો અત્યારે આગ્રહ કરે. છે, ત્યાં જઇને કંઇ સાચવતા નથી...' આવી કંઇકેટલીય દલીલ કરે ! પછી સાહેબે સમાચાર મોકલાવી પેલા મહાત્માને લઇને પાછા આવવાનું કહ્યું. છતાં એવું નથી કહ્યું કે – પાછળથી બોલાવ્યા તેના કરતાં પહેલાં જ બોલાવી લીધા હોત તો ? ગુરુ પ્રત્યે આવો વિશ્વાસ હોવાથી જે રીતે આજ્ઞા પાળી તેનું ફળ પણ તેમને મળ્યું. ખંભાતમાં ઉપધાન હતા. પહેલા જ દિવસે સાહેબ માંદા પડ્યા. ઉપધાનમાં સાતસો અને બીજા અઢીસો માણસો હતા. તે પણ સાહેબનું વ્યાખ્યાન સાંભળવા આવેલા. સાહેબના કહેવાથી મારા ગુરુમહારાજે આઠ દિવસ વ્યાખ્યાન કર્યું. લોકોએ સાહેબને કહ્યું કે - કાંઇ વાંધો નથી, અમને લાગતું જ નથી કે આપ નથી વાંચતા.
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૩૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો ઃ ૧૩૯