________________
પણ મનમાં તો ન પૂછ્યાનો રંજ જ હોય ને? અને ચોથા સપત્નીજેવા શ્રાવકો તેને કહેવાય કે જે સ્તબ્ધતા(માન)ના યોગે સાધુનાં છિદ્રો જોતા ફરે, પ્રમાદથી થયેલ ભૂલોને પણ ગાયા કરે અને સાધુને ગણકારે નહિ અર્થાતુ તણખલાની જેમ ગણે. આ ચારમાંથી આપણે સપત્ની જેવા તો નથી જ થવું, આગળ વધીને મિત્ર કે ભાઇજેવા પણ નથી થવું, માબાપજેવા થવું છે – એટલું બનશે ને ?
હવે બીજા ચાર પ્રકારના ભાવશ્રાવકનું વર્ણન કર્યું છે. ભાવશ્રાવકના વર્ણન દ્વારા જીવોના સ્વભાવનું વર્ણન કર્યું છે. આ વાત શ્રાવકોની નિંદા કરવા માટે નથી. શ્રાવકો આવા હોય છે એમ જણાવવાનું તાત્પર્ય નથી, શ્રાવકો આવા હોઇ શકે છે – એટલી જ વાત છે. આપણામાં જો સારાં લક્ષણ ન હોય તો કેળવવા માટે પ્રયત્ન કરી લેવો. અહીં જણાવે છે કે શ્રાવકો દર્પણજેવા હોય છે. દર્પણમાં કયું પ્રતિબિંબ પાડવું - એ દર્પણ નક્કી નથી કરતું, જેવી વસ્તુ હોય તેવું પ્રતિબિંબ પડે. તે રીતે આગમમાં કીધેલા પદાર્થો ગુરુએ જેવા કહ્યા હોય તેવા યથાર્થપણે પ્રતીત થાય, પ્રતિબિંબિત થાય તે શ્રાવકને આદર્શ એટલે કે અરીસાજેવા કહ્યા છે. શ્રાવકો જો આવા હોય તો સાધુઓ કેવા હોય ? આગમના એક પણ અર્થમાં એક પણ દલીલ કરવાની ન હોય ને ? સાધુસાધ્વી જો શીખી જાય કે અરીસાજેવા બનવું છે તો આગમના કે ગુરુએ કહેલા મતથી જુદો મત પ્રવર્તાવવાનું ન બને. ગુરુની છાયા કે ગુરુની આજ્ઞા બંને જો એક હોય તો ગુરુના મતથી જુદો મત કે જુદી પ્રવૃત્તિ ઊભી થાય જ નહિ.
આજે ગુરુની છાયા ગમે, પણ આજ્ઞા ન ગમે ને? આગમના એક પણ વચનમાં દલીલ નથી કરવી. આ તો આપણે બુગ્રહિતમતિવાળા છીએ, પૂર્વગ્રહથી ગ્રસિત છીએ માટે, બાકી ધર્મ એ એવી ચીજ નથી કે જે આપણા મગજમાં ન બેસે. આજે ગુરુભગવંત જે માર્ગ સમજાવે છે તે માર્ગને દલીલ કર્યા વગર સમજવાનો પ્રયત્ન કરવો છે. આજે તો દીક્ષા લેવાની વાત કરીએ તો કહે કે માબાપ અને કુટુંબની જવાબદારી મૂકીને જવું એ તો કાયરતાનું પ્રતીક છે. આપણે કહેવું પડે કે – આ જવાબદારી ઊભી કરવાનું ભગવાને નથી કહ્યું. આપણે આપણી ભૂલના કારણે ઊભી કરી છે. આથી જ ભગવાને આઠમા વરસે દીક્ષા લેવાનું કહ્યું હતું. એ ઉંમર ગુમાવી ત્યારે જવાબદારી વહન કરવાનો વખત આવ્યો ને ? સવ પૂર્વભવના સંસ્કાર જોઇએ ને ?
પૂર્વભવના સંસ્કાર ન હોય તો આ ભવમાં પાડવા છે ? પૂર્વભવમાં આરાધના નથી કરી, માની લીધું. પણ હવે તો આરાધના કરવી છે ? અનાદિ મિથ્યાષ્ટિએ સમ્યકત્વ પામવું કે નહિ ? અવિરતિધરે સર્વવિરતિ પામવી જોઇએ ને ? સ0 આપણે ન કરીએ, પણ જે કરતા હોય તેની અનુમોદના
કરીએ તો સંસ્કાર પડે ને ?
અનુમોદના ક્યારે કરવાની ? જયારે કરવા કે કરાવવાની શક્તિ ન હોય ત્યારે. કરણ કરાવણ અને અનુમોદન : આ ત્રણે સરખાં ફળ ત્યારે નીપજાવે કે જ્યારે કરાવનારને કરવાની શક્તિ
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૨૦
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૨૧