________________
દ્રવ્યશ્રાવક અને ભાવશ્રાવક, તેમાંથી નામશ્રાવક તેને કહેવાય છે કે કોઇ પણ સચેતન કે અચેતન પદાર્થનું ‘શ્રાવક આ પ્રમાણે નામ પાડ્યું હોય. જેમ કે કોઇ વ્યક્તિનું અથવા કોઇ મકાનનું ‘શ્રાવક નામ પાડ્યું હોય તેને નામશ્રાવક કહેવાય. કોઇ ચિત્રમાં શ્રાવકનું ચિત્ર દોર્યું હોય તો તે શ્રાવકની ક્રિયાયુક્ત ચિત્રમાં રહેલા શ્રાવકને સ્થાપનાશ્રાવક કહેવાય. જેની પાસે શ્રાવકપણાના ગુણો ન હોય અને માત્ર આજીવિકા માટે શ્રદ્ધારહિતપણે શ્રાવકવેષને ધરનારો હોય તે દ્રવ્યશ્રાવક કહેવાય. અને શ્રાવકના શાસ્ત્રોક્ત ગુણોથી યુક્તને ભાવશ્રાવક કહેવાય. ભાવશ્રાવકનું સ્વરૂપ જણાવતાં કહે છે કે ‘શ્રા' એટલે શ્રાદ્ધ હોય અર્થાત્ શ્રદ્ધાળુ હોય અને શાસ્ત્રનું શ્રવણ કરે, ‘વ’ એટલે સાત ક્ષેત્રમાં ધન વાવે અથવા સમકિતને વરે તેમ જ “ક” એટલે પાપને કાપે અને સંયમનિયમને કરે, પાળે તેનું નામ શ્રાવક – આને ભાવશ્રાવકે કહેવાય. તમારી ભાષામાં કહીએ તો જેને દીક્ષા લેવાનું મન હોય તેને ભાવશ્રાવક કહેવાય; માત્ર પૂજા, સામાયિક, પ્રતિક્રમણ કરવાનું મન હોય તે નહિ, તમે જેમ કમાવાના ભાવથી ઊંધો અને કમાવાના ભાવથી ઊઠો તેમ દીક્ષા લેવાના ભાવથી ઊંધે અને દીક્ષા લેવાના ભાવથી ઊઠે તેનું નામ ભાવશ્રાવક. તમે સૂતાં-ઊઠતાં નવકાર ગણો ને ? તેમાં કોનું સ્મરણ છે ? પંચપરમેષ્ઠીમાં કોણ આવે ? સાધુ જ ને ? સ0 નવકાર તો ગણીએ છીએ પણ પુરુષાર્થ નથી.
પુરુષાર્થ ચાલુ જ છે – એમ સમજો. સંસાર ગોઠવ્યો છે તે
છોડવા માટે જ ને ? જેમ મુસાફરીમાં જવા માટે પેટી ભરો તો તે પાછી કાઢવા માટે જ ને ? શ્રાવક જે કાંઇ ગોઠવણ કરે તે સંસારથી છૂટવા માટે જ હોય. મારા ગુરુમહારાજે ચારિત્રની ઇચ્છા થયા પછી ઓગણીસ વરસ સંસાર ચલાવ્યો. પણ તે ગોઠવણ છૂટવા માટેની જ હતી. સ0 અમે એવા નથી.
હું તમને સારા માણસ ગણીને કહું છું તો તમે મને ખોટો શા માટે પાડો છો ? તમે છૂટવા માટે મહેનત કરતા હો અને ક્યાંક અટકતું હોય તો અમે તમને સહાય કરવા બેઠા છીએ. સાધુપણું યાદ કરીને સુવું છે અને ઊઠતાંની સાથે સાધુપણું યાદ કરવું છે.
હવે શિષ્ય ફરી બીજી શંકા કરે છે કે ઠાણાંગસૂત્રમાં શ્રાવકના પ્રકારાંતરે ચાર ભેદ બતાવ્યા છે તો તે ભેદો આ નામાદિમાં ક્યાં સમાય ? આ આશયથી પહેલાં શ્રાવકના ચાર પ્રકાર બતાવે છે કે : સાધુની પ્રત્યે ૧. માતાપિતાજેવા, ૨. ભાઇજેવા, ૩. મિત્રજેવા અને ૪. સપત્ની(શોક્ય)જેવા શ્રાવકો હોય છે - તેમ જ ૧. દર્પણજેવા, ૨. પતાકાજેવા, ૩. ઝાડના વૃંદાજેવા અને ૪. ખરંટખરાટા જેવા શ્રાવક હોય છે. તેમાં માતા-પિતાજેવા શ્રાવકો તેને કહેવાય કે – જેઓ હંમેશા સાધુઓનું કાર્ય ચિતવતા હોય છે. પોતાના ઘરના માણસ કરતાં પણ સાધુના કાર્યની ચિંતા તેમને વધારે હોય છે. રાતદિવસ સાધુનું ધ્યાન રાખે એટલે સાધુની અલના જોવી ના હોય છતાં નજરે ચઢે એ સુસંભવિત છે. તેવા
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૬
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૭