________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી व्यवहारसूत्रम्
37
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀.
ત્રીજા ઉદેશના પ્રારંભમાં : શ્રી માણેકમુનિ જણાવે છે કે,
“સંશોધકના વર્તમાનકાળના સંરક્ષક પ્રવર્તક મુનિજી કાંતિમુનિજી મહારાજશ્રી હોવાથી તેમની છત્રછાયામાં આ વ્યવહારસૂત્ર શોધેલું છે. | મુદ્રિત પ્રતમાં અશુદ્ધિઓ ઘણી છે એ સાચું છે છતાં તે કાળે માણેકમુનિએ વિવિધ પ્રતોના આધારે સંશોધન કરવા સારો પ્રયત્ન કર્યો છે એમ કહી શકાય. તાજેતરમાં મુનિ દીપરત્નસાગરજી સંપાદિત સટીક આગમ શ્રેણીમાં પુસ્તકાકારે પ્રકાશિત થયું ત્યાં સુધી આ છેલ્લા પાંચ-છ દાયકા સુધી આ જ ગ્રંથ અભ્યાસીઓના પઠન-પાઠન માટેનું એકમાત્ર તિ સાધન હતો એ પણ ભૂલવું ન જોઈએ.
ક્યારેક એવું પણ જોવામાં આવ્યું છે કે પુ.એ.માં પાઠ ખંડિત હોય અને મુદ્રિતમાં પાઠ સંપૂર્ણ હોય.
દા.ત. ગા. ૬૫૧ની ગાથામાં પુ.એ.માં કેટલોક પાઠ નથી. ટિપ્પણમાં (શ્રી પુણ્ય | વિ.મ.એ) જણાવ્યું છે કે ચાર પ્રતમાંથી એક પણ ટીકા પ્રતમાં પૂરો પાઠ મળતો નથી. આ સ્થળે મુદ્રિતમાં પૂરો પાઠ મળે છે.
ગા. ૬૪રની ટીકામાં પણ આવું છે.
संपाद
कीय
37
For Private And Personal Use Only