________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
व्यवहार
सूत्रम्
36
નિપુણ બુદ્ધિવાળો પંદર વર્ષના ચારિત્ર પર્યાયવાળો હોવો જોઈએ. બીજા સૂત્રોનું જ્ઞાન શ્રી || મેળવેલું હશે તેને આત્માર્થી ગીતાર્થ ગુરુની સહાયતાથી પ્રાયે ઘણો ભાગ સમજાય તેવું
બુદ્ધિનો અલ્પ પર્યાયવાળો આજુબાજુનો સંબંધ સમજ્યા વિના અનર્થ કરી બેસે તેવા હેતુથી તેને પ્રસિદ્ધ કરવામાં કેટલોક ભાગ વિરુદ્ધ પણ છે. પણ જો લહીઓની લખેલી પ્રતો ભૂલ પરંપરાવાળી નકલો લગભગ ચારસો રૂપિયાના ખર્ચે ભંડારોમાં અથવા સાધુઓ પોતાને માટે લખાવી રાખે છે, અને તે પણ બ્રાહ્મણ કે જૈન ગૃહસ્થ વિદ્વાન પાસે વાંચવા છતાં અનર્થ થતો નથી, તો યથાશક્તિ અનેક પ્રતો મેળવી સુધારી યોગ્ય પુરુષોને વાંચવા માટે જો થોડી કિંમતમાં અપાય તો વધારે સારું. તેથી પાલનપુરમાં સં. ૧૯૭૮માં પ્રેસકોપી શરૂ થઈ અને સં. ૧૯૮૨માં પૂર્ણ થઈ.” મુનિ માણેક.
ચોથા ઉદેશના પ્રારંભમાં શ્રીમાણેક મુનિનું નિવેદન છે કે :
“આ ઉદેશો છપાતાં આ.ભ.શ્રી વિજયવલ્લભસૂરિજીના અનુગ્રહથી મળેલી પંજાબ જ જીરાના ભંડારની બે પ્રતો શોધવામાં બહુ ઉપયોગી થઈ છે.”
આ ઉપરાંત ભાવનગરના દેરાસરના ભંડારની પ્રતિ તથા શેઠ નરોત્તમદાસ ભાણજીની પ્રતિઓનો પણ ઉપયોગ કર્યાની નોંધ મુનિશ્રીમાણેકે આપી છે.
संपादकीय 36
For Private And Personal Use Only