________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંખ્યદર્શનમાં પ્રકૃતિ અને પુરુષ
૧૧
કહેવા જોઈએ અને માત્ર ચાવક દર્શન કે જે પુનર્જન્મ અને કર્મફળમાં શ્રદ્ધા ધરાવતું નથી તેમ જ ભૂતરતન્યવાદી છે તેને જ નાસ્તિક દર્શન કહી શકાય. ષડ્રદર્શન-સમુચ્ચય અને એના ટીકાકાર ગુણને બૌદ્ધ તેમ જ જૈનદર્શનેને આસ્તિકદર્શન માનેલ છે અને કેવળ ચાર્વાકને નાસ્તિક દર્શન માનેલ છે.
ભારતીય દર્શનની કેટલીક વિશેષતાઓ –ભારતીય સંસ્કૃતિની એક સામાન્ય છાપ આપણે ભારતીય દર્શને પર અંકિત થયેલી જોઈએ છીએ. ચાર્વાક સિવાય બધાં દર્શનેમાં આપણને નૈતિક તેમ જ આધ્યાત્મિક દૃષ્ટિકોણની એકતા જોવા મળે છે. પ્રે. હરિચના કહે છે તેમ ભારતીય વિચારધારાની એક ધ્યાન ખેંચે તેવી વિશેષતા એ છે કે તેમાં વિસ્તાર અને વિવિધતા ધણા મોટા પ્રમાણમાં છે. વિચાર કે ચિંતનની કોઈ શાખા એવી નથી કે જેને સમાવેશ એમાં ન થયેલ છે. ભારતીય તત્વજ્ઞાનની અનેકતા છતાંયે તેમાં મધ્યવતી વિચારની એકતા રહેલી છે.
આધ્યાત્મિક સ્વરૂપ – ભારતીય વિચારકો કેવળ નીતિધર્મ કે સદાચાર આગળ અટકી ન જતાં તેથી આગળ જવાનું ધ્યેય રાખે છે. માણસ ઈશ્વરને અંશ છે અને તે અંશ પૂર્ણ બનવાની ઝંખના રાખે છે. બ્રહ્મ એ જગતનું મૂળતત્વ છે અને જગત એ બ્રહ્મમાં પ્રતિષ્ઠિત છે. આમ ભારતીય તત્વજ્ઞાનમાં સારભૂત વસ્તુ એ તેને અધ્યાત્મવાદ છે.
સર્વદેશીયતા ભારતનું તત્ત્વદર્શન એ ભારતીય છે તે એટલા જ અર્થમાં કે તેને રચનારા માણસે ભારતવર્ષની ભૂમિ પર જન્મેલા હતા. એ તત્ત્વદર્શન અમુક કોમે રચેલું છે કે અમુક દેશ યા પ્રાંતમાં થયેલું છે એટલા માટે તે કીમતી છે એવું નથી, પણ આખા જગતને રુચે તેવા અંશે તેનામાં છે માટે જ તે કીમતી છે.
રોજિન્દા જીવન સાથે વણાઈ ગયેલ છે –ભારતીય દર્શન એ માત્ર કલ્પનાપૂર્ણ ગગનગામી ઉન નથી, તેમાં માનવજીવનના ધબકાર વ્યક્ત થાય છે. ફિલસૂફી એ કેવળ એક વિચારધારા નથી, પણ એક જીવનપથ છે. •
નીતિશાસ્ત્ર અને તત્વજ્ઞાનને સમનવય –ભારતીય લોકો હંમેશાં એમ માનતા આવ્યા છે કે નીતિમય જીવન એ ઈશ્વરપરાયણ જીવન છે. અહીં આત્મપરાયણ જીવન એ ધર્મમાત્રનું ધ્યેય રહ્યું છે.
ભારતીય દર્શન એ નીતિશાસ્ત્ર સાથે સંલગ્ન છે. કેટલાક વિદ્વાનોના મતે નીતિધર્મોની ચર્ચા પાછળ દાર્શનિક પ્રશ્નોની ચર્ચા હેવી જરૂરી નથી, પરંતુ આલ્ડસ હસલી જેવા પાશ્ચાત્ય વિચારક કહે છે તેમ “ અંતિમ અથવા પારમાર્થિક સત્ય વિષેના આપણા વિચારો નીતિ અનીતિની ચર્ચામાં અસ્થાને નથી; એટલું જ નહિ પણ આપણાં સર્વ આચરણને નિશ્ચય છેવટે આપણા એ વિચારોને આધારે જ થાય છે.”૩
૩ આઇસ હલી, એન્ડ્રગ્સ ઍન્ડ મીન્સ, અનુવાદ-સાય અને સાધન, અનુવાદક-નટવરલાલ પ્ર. બુચ, પ્ર. ભાષાન્તરનિધિ, બળવંતભવન, ભાવનગર-૨, આ. ૧, ૧૯૬૯, ૫. ૧૦
For Private and Personal Use Only