Book Title: Swadhyay 1993 Vol 30 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 94
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ. ક. ઠાકોરના અપ્રગટ પત્રમાં પ્રતિબિંબિત વિચારસષ્ટિ મેતીયાના શારીરિક રોગની જેમ પૂર્વગ્રહને તેઓ માનસિક રોગ ગણુતા. Learning for its own sakeમાં તેઓ શ્રદ્ધા આસ્થા રાખતા હતા. દરેક વ્યવસાયમાં સખ્ત પરિશ્રમ, ઉત્સાહ ને એકચિત્ત નિકા તેઓ જરૂરી માનતા હતા.૭૧ સિદ્ધાંત-નિયમમાં બાંધછોડ તેમને પસંદ નહોતી. તેમની દીર્ધદષ્ટિ દૂર સુધીનું જોઈ શકતી. તેમને કોઈની શેહશરમ નહતી નડતી. સ્વદેશીને ઉત્તેજન આપવામાં તેઓ માનતા, એટલે ખંભાતથી તે અકીકનાં સુંદર બટન ખરીદે છે. ઈંગ્લેંડ અભ્યાસ માટે ગયેલા તેમના નાના દેહિત્રને બજેજે મડમડી પરણી લાવવાની ગંભીર ભૂલ કરતો નહીં ... It would be suicidal જેવી સપષ્ટ વાત પણ તેઓ લખી શકે છે.૭ી એમના મોટા દેહિત્ર ભરૂચના રાજુભાઈ ઠાકોરને ઘેર પુત્રજન્મ થયે તેનું “મુકુલ' નામ રાખવાનું એટલા માટે સૂચવે છે કે માણસ કળીની જેમ સદા વિકસિત થતું હોય છે–ને જીવનભર વિકાસ પામે છે. તેમનાં પત્ની ચંદ્રમણીનું દુ:ખદ નિધન તા. ૧૪ જાન્યુ. ૧૯૧૫ ના રોજ થયા પછી તેમને અઠંગ વિદ્યાવ્યાસંગ ઓર વધ્યો હત; તેમને વાચનને જબરો શોખ હતો. એક પત્રમાં તેઓ લખે છે–I want to utilise such odds and ends of leisure and holiday-time in dipping into a few books by Englishmen on India. Let me give you a very small list, (1) E.S. Montagu--An Indian Diary (2) Sir V. Chirol ---some 6 or 7 small books on India (3) ( Marg Zetland ) Lord Ronaldshaysome 3 books (4) M.L, Darling-Rustics Loauttur and 2 other books, special points of view of the authors about India and Indians, the defects of our culture and the weaknesses of our character etc.૭૪ જાણીતા વિદ્વાન સાહિત્યકાર અને વિવેચક આચાર્યશ્રી યશવંત શુકલ જયારે કોલેજમાં ભણતા હતા ત્યારે તેમણે બ. ક. ઠાકોરને એમના વતન ઉમરેઠના “ઉમરેઠ મિત્રમંડળ” સમક્ષ વ્યાખ્યાન આપવાને આમંચ્યા હતા. ત્યારે એ આમંત્રણ પત્રના હસ્તાક્ષર જોઈએ એમણે ટકોર કરતાં યશવંત શુકલને પત્રમાં લખેલું–“ આ ચરોતર બાજુ તમે ને કાંતિલાલ (૫) આદિ જે છાપેલા જેવા અક્ષરો કાઢો છો તે બરાબર નથી. ઝપાટાબંધ લખતાં જે સુવાચ્ય અક્ષરો કાઢે તે સાચે મરોડ'.૭૫ ગુજરાતમાં સાહિત્યક્ષેત્રે સાહિત્યકૃતિ પ્રગટ થયા બદલ પુરસ્કારને આગ્રહ રાખવાની પહેલ એમણે કરી હતી અને એની પ્રથા પાડવાનું શ્રેય એમને ફાળે જાય છે. ૧૯૪૬ના અરસામાં આ લખનાર જ્યારે સૂરતથી પ્રગટ થતા તત્કાલીન દૈનિક “ગુજરાત ' ( હવે બંધ થયેલ છે)ના “સાહિત્યનિકેતન' નામના સાહિત્ય વિભાગનું સંપાદન કવિ “પતીલ' તથા ૭૧ તા. ૧૨ ઓકટે. ૧૯૩૩ નો પત્ર. ૭૨ તા. ૧૭-૫-૧૯૩૨ ને પત્ર. ૭૬ તા. ૧૩-૧૨-૧૯૩૨ ને પત્ર. ૭૪ તા. ૨૩-૯-૧૯૩૨ને નાના દોહિત્રા પરને પત્ર, તથા જમાઈ નાનુભાઈ ઠાકોર પર તા. ૮-૯-૧૯૧૬ને પત્ર અને સુલજાબહેનની રૂબરૂ મુલાકાત. ૭૫ આચાર્ય શ્રી યશવંત શુકલની (અમદાવાદ ખાતેની) અંગત રૂબરૂ મુલાકાતમાં તા. ૨૩-૧૦-૯૩, સ્વા ૧૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134